Saturday, 26 June 2021

Tourism Hotspot at Bet Dwarka, Pirotan Shiyal Bet Island


રાજ્યના સમૂદ્ર કિનારાના બેટ દ્વારિકા, શિયાળ બેટ અને પિરોટન ટાપુઓને પર્યટન-પ્રવાસન હોટસ્પોટ તરીકે વિકસાવવા પ્રવાસન-ઇન્ફ્રાસ્ટ્રકચર તેમજ સામાજિક આર્થિક વિકાસના કામોના વિવિધ પ્રોજેકટસ રાજ્ય સરકાર હાથ ધરશે.

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી આયલેન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટીની ચોથી બેઠકમાં આ ટાપુઓને ટુરિઝમ અને નેચર રિલેટેડ એક્ટિવિટીઝ, એડવેન્ચર સ્પોર્ટસ સહિતની ગતિવિધિઓથી પ્રવાસન પ્રવૃત્તિના આકર્ષણ કેન્દ્રો બનાવવાના વિવિધ નિર્ણયો લેવામાં આવ્યા હતા.

વધુ વાંચો ગુજરાતીમાં: બેટ દ્વારિકા-પિરોટન-શિયાળ બેટ ટાપુને પ્રવાસન-પર્યટન હોટસ્પોટ તરીકે વિકસાવાશે

 

Friday, 25 June 2021

E dedication of Phantom Catalytic Reactor Plan


મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ અમદાવાદની વટવા જી.આઇ.ડી.સી.માં “ફેન્ટમ કેટાલીટીક રીએક્ટર” પ્લાન્ટના શુભારંભ પ્રસંગે જણાવ્યું કે, ગુજરાત હંમેશા પર્યાવરણ સંરક્ષણની સાથેસાથે ઔદ્યોગિક પ્રગતિ એટલે કે સંતુલિત વિકાસની બાબતમાં અગ્રેસર રહ્યુ છે.

હાલમાં ભારત સરકાર દ્વારા મહત્વના ૨૦ માપદંડોના આધારે રાજ્યોનું મુલ્યાંકન કરવામાં આવ્યુ જેમાં ગુજરાત પાંચ માપદંડોમાં – FDI, GDP, Exports, રોજગાર અને વોટર મેનેજમેન્ટ જેવા મુલ્યાંકનમાં સર્વશ્રેષ્ઠ છે.

મુખ્યમંત્રીશ્રીએ વટવા ઔદ્યોગિક વસાહતમાં રૂ. ૭૦ કરોડના ખર્ચે નવનિર્મિત ૩૦ એમ.એલ.ડી. વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટનો કેન્દ્રિય મંત્રી શ્રી પ્રકાશ જાવડેકરની નવી દિલ્હીથી વર્ચ્યુઅલ ઉપસ્થિતીમાં ગાંધીનગરથી વિડીયો કોન્ફરન્સથી લોકાર્પણ કર્યુ હતું.

વધુ વાંચો ગુજરાતીમાં: ફેન્ટમ કેટાલીટીક રિએક્ટર પ્લાનનો ઇ-શુભારંભ

 

Thursday, 24 June 2021

States first Integrated Logistics and Logistics Park Policy 2021


ગુજરાતની સર્વગ્રાહી વિકાસયાત્રા અને ઉત્તમથી સર્વોત્તમ ગુજરાતના નિર્માણના વધુ એક આયોજનબદ્ધ કદમ રૂપે લોજિસ્ટીકસ અને લોજીસ્ટીકસ પાર્ક માટેની સંકલિત એવી પ્રથમ પોલિસીને સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે.

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી ગુજરાત ઇન્ફ્રાસ્ટ્રકચર ડેવલપમેન્ટ બોર્ડ-GIDBની ૩૮મી બોર્ડ બેઠકમાં મુખ્યમંત્રીશ્રીએ આ નવતર પોલિસીને સૈદ્ધાંતિક-ઇન પ્રિન્સીપલ મંજૂરી આપી છે.

ગુજરાતની આ ઇન્ટીગ્રેટેડ લોજીસ્ટીકસ એન્ડ લોજીસ્ટીકસ પાર્ક પોલિસી-૨૦૨૧માં રાજ્યમાં લોજીસ્ટીકસની સમગ્ર વેલ્યુચેઇનને આવરી લઇ ઔદ્યોગિક ક્ષેત્રે વિવિધ સ્પર્ધાત્મકતા વધારવા સાથે યુવાઓને મોટા પાયે રોજગાર અવસર પૂરા પાડવાનો વિકાસલક્ષી અભિગમ કેન્દ્રસ્થાને રાખવામાં આવ્યો છે.

વધુ વાંચો ગુજરાતીમાં: રાજ્યની પ્રથમ ઇન્ટીગ્રેટેડ લોજીસ્ટીકસ એન્ડ લોજીસ્ટીકસ પાર્કસ પોલિસી-૨૦૨૧

 

Wednesday, 23 June 2021

Agriculture Diversification Scheme 2021 launches


મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું કે, આદિજાતિ વિસ્તારમાં ખેતી ટકાઉ અને કમાઉ બને તે માટે સરકાર કર્યો કરી રહી છે.  આદિવાસી ખેડૂતો પાકની સાથે વિકાસના બીજ પણ વાવે તેવી સરકારની નેમ છે.

મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ ગાંધીનગરથી વિડીયો કોન્ફરન્સના માધ્યમથી કૃષિ વૈવિધ્યકરણ યોજના૨૦૨૧નો શુભારંભ કરતા જણાવ્યું કે, આ યોજનાનો લાભ ગુજરાતના અંબાજીથી ઉમરગામ સુધીના ૧૪ આદિજાતિ જિલ્લાના ૧,૨૬,૦૦૦થી વધુ વનબંધુ કિસાનોને મળશે. કૃષિ વૈવિધ્યકરણ યોજના અંતર્ગત આદિવાસી ખેડૂતોને ૩૧ કરોડની ખાતર- બિયારણ સહાય મળશે જેમાં ખાતરમાં ૪૫ કિલો ગ્રામ યુરીયા, ૫૦ કિલોગ્રામ એન.પી.કે. અને ૫૦ કિલોગ્રામ એમોનિયમ સલ્ફેટની કીટ આપવામાં આવશે, તેમ તેમણે ઉમેર્યું હતું.

વધુ વાંચો ગુજરાતીમાં: કૃષિ વૈવિધ્યકરણ યોજના – ૨૦૨૧નો વર્ચ્યુઅલ પ્રારંભ

 

Tuesday, 22 June 2021

Gujarat Electric Vehicle Policy 2021 announces


ગુજરાત દેશના ઓટોમોબાઇલ હબ તરીકે ખ્યાતિ પ્રાપ્ત રાજ્ય છે. હવે, પર્યાવરણ પ્રિય વાહન વ્યવહારમાં સિમાચિન્હ રૂપ ઇલેકટ્રીક વ્હીકલ હબ પણ ગુજરાત આગામી વર્ષોમાં બનશે.

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ આ હેતુસર ગુજરાત ઇલેકટ્રીક વ્હીકલ પોલિસી-ર૦ર૧ની મહત્વપૂર્ણ જાહેરાત કરી છે.

વાહન વ્યવહાર મંત્રી શ્રી આર. સી. ફળદુ, ઊર્જા મંત્રી શ્રી સૌરભભાઇ પટેલ અને બંદરો-વાહન વ્યવહાર વિભાગના અધિક મુખ્ય સચિવ તેમજ મુખ્યમંત્રીશ્રીના અધિક મુખ્ય સચિવ શ્રી એમ. કે. દાસ ઉપસ્થિત રહ્યા હતા.

વધુ વાંચો ગુજરાતીમાં: ગુજરાત ઇલેક્ટ્રિક વાહન નીતિ -2021 ની જાહેરાત

Monday, 21 June 2021

Vaishnodevi and Khodiyar Container flyover Inaugurates


કેન્દ્રીય ગૃહમંત્રીશ્રી અમિતભાઈ શાહે અમદાવાદ અને ગાંધીનગરને જોડતા સરખેજ-ગાંધીનગર હાઈવે પરના વૈષ્ણોદેવી ફ્લાયઓવર અને ખોડિયાર કન્ટેનર ફ્લાયઓવરનું લોકાર્પણ કર્યું હતું. મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલની ઉપસ્થિતિમાં યોજાયેલા ફ્લાયઓવર લોકાર્પણના પગલે અમદાવાદ –ગાંધીનગર વચ્ચેની પરિવહન સેવા સલામત અને ઝડપી બનશે.

આ અવસરે કેન્દ્રીય ગૃહમંત્રીશ્રીએ મુખ્યમંત્રીશ્રી, નાયબ મુખ્યમંત્રીશ્રી અને ગૃહ રાજ્યમંત્રીશ્રી ઉપસ્થિતિમાં શાસ્ત્રોક્ત વિધિથી પૂજા-અર્ચના પણ કરી હતી.

વધુ વાંચો ગુજરાતીમાં: વૈષ્ણોદેવી અને ખોડિયાર કન્ટેનર ફ્લાયઓવરનું લોકાર્પણ

 

Saturday, 19 June 2021

Multipurpose scheme for control of Sea Salt Infiltration


મુખ્યમંત્રીશ્રી વિજય ભાઈ રૂપાણીએ રાજ્યના દરિયાકાંઠે વસતા ગામો અને વિસ્તારોમાં દરિયાઈ ખારાશ પ્રવેશતી અટકાવવાની આગવી સંવેદના દર્શાવી છે.

મુખ્યમંત્રીશ્રીએ સૌરાષ્ટ્રના દરિયા કિનારાના ગીર સોમનાથ જિલ્લાના ગામોમાં દરિયાઈ ક્ષાર પ્રવેશ નિયંત્રણ અને જમીનની વધતી ખારાશ અટકાવવા માટે રૂ. ૧૦૨ કરોડની બહુહેતુક યોજનાને સૈધાંતિક મંજૂરી આપી છે.

આ યોજના અંતર્ગત આદરી બંધારાથી મૂળ દ્વારિકા બંધારા સુધીના સમગ્ર વિસ્તારમાં દરિયાઇ ક્ષાર પ્રવેશ અટકાવવા ૪૦ કી.મીની સ્પ્રેડીંગ કેનાલના કામો હાથ ધરાશે.

વધુ વાંચો ગુજરાતીમાં: દરિયાઈ ક્ષાર પ્રવેશ નિયંત્રણ માટે બહુહેતુક યોજનાને મંજૂરી