Wednesday, 18 May 2022

Adequate Drinking Water to the Citizens


મુખ્યમંત્રીશ્રીએ આ નગરોમાં હાલના બેઇઝ ઇયર મુજબ આગામી ર૦પ૧-પર ના વર્ષની અંદાજિત વસ્તીની પાણી જરૂરિયાત ધ્યાને રાખીને પાણી પુરવઠાની આ યોજનાઓ માટેની ગુજરાત શહેરી વિકાસ મિશન દ્વારા રજુ કરાયેલી દરખાસ્તોને અનુમતિ આપી છે.

GUDM દ્વારા મુખ્યમંત્રીશ્રી સમક્ષ જે ચાર નગરો માટે પાણી પુરવઠા યોજનાના કામોની દરખાસ્ત રજુ કરવામાં આવી હતી તેમાં માંગરોળ માટે રૂ. રર.૬૪ કરોડ, વંથલી માટે રૂ. ૭.ર૧ કરોડ, ઓખા માટે રૂ. પ.૬૯ કરોડ અને માણાવદર માટે રૂ. ૯.પપ કરોડના કામોનો સમાવેશ કરવામાં આવેલો છે.

ગુજરાતીમાં વધુ વાંચો: રાજ્યના નગરોમાં પીવાનું પૂરતું પાણી નાગરિકોને પહોંચાડવાની મુખ્યમંત્રીશ્રીની પ્રતિબદ્ધતા

Thursday, 12 May 2022

Houses for the People of Nomadic Tribes

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે વિચરતી અને વિમુકત જાતિના લોકો સહિત વંચિત, છેવાડાના માનવી, અંત્યોદય પરિવારોને વિકાસની મુખ્ય ધારામાં લાવવાની વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીની પ્રતિબદ્ધતા સાકાર કરવામાં ગુજરાત અગ્રેસર રહેશે તેવી નેમ વ્યક્ત કરી છે.

આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, આવી વિચરતી જાતિઓને પાણી, લાઇટ, રસ્તાની સુવિધા સાથે પાકા આવાસ, તેમના બાળકોને શિક્ષણ અને અન્ય માળખાકીય સુવિધા આપવામાં સરકાર સદાય તત્પર છે.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે રાજકોટ જિલ્લાના રામપરા બેટીમાં વિચરતી અને વિમુકત જાતિના ૬પ પરિવારોને ‘‘વગડામાંથી વ્હાલપની વસાહત’’ અંતર્ગત આવાસોની ફાળવણી કરી હતી.

ગુજરાતીમાં વધુ વાંચો: રાજકોટ ખાતે વિચરતી જાતિના લોકો માટે મકાનો અર્પણ 

Wednesday, 4 May 2022

Chhota Udaipur Development works


મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે સ્પષ્ટ મત વ્યક્ત કર્યો છે કે હરેક સમાજ, જાતિ, વંચિત, પીડિત, શોષિત કે અંતરિયાળ વિસ્તારો સુધી સરકારની યોજનાઓનો લાભ સુપેરે પહોચાડી આપણે ગુજરાતને વિકાસનું ગ્રોથ એન્જીન બનાવ્યું છે.

વિકાસની ખૂટતી તમામ કડી પૂર્ણ કરી આદિજાતિ વિસ્તારોને પણ વિકાસની મુખ્યધારામાં લાવ્યા છીયે. હજુ પણ જરૂરિયાત મુજબના કામો પૂર્ણ કરવા રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે તેમ તેમણે ઉમેર્યુ હતું.

આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના માર્ગદર્શન અને વિઝનરી લીડરશીપમાં વિકાસની રાહે તેજ ગતિએ દોડતું ગુજરાત આજે એટલે જ દેશ-દુનિયામાં વિકાસનું ગ્રોથ એન્જીન સમું રોલ મોડેલ છે.

ગુજરાતીમાં વધુ વાંચો: છોટાઉદેપૂરમાં ૭૦ વિકાસ કામોની ભેટ આપતાં મુખ્યમંત્રીશ્રી

 

Monday, 2 May 2022

Ahmedabad Metropolis Development works

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદના નગરજનોને રૂ. ૧૪૩ કરોડના વિવિધ વિકાસકામોની પરશુરામ જયંતિએ ભેટ આપતાં સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, નગરો – મહાનગરોનો આધુનિક વિકાસ કેવો હોય તે સૌને ગુજરાતના નગરોએ બતાવ્યું છે.

મુખ્યમંત્રીશ્રીએ આ સંદર્ભમાં કહ્યું કે, અગાઉ નગરો – મહાનગરો શહેર સુધરાઈ તરીકે ઓળખાતા હતા. શહેરી સુવિધા એટલે નળ, ગટર અને રસ્તા એવી જ વ્યાખ્યા હતી.

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ આવી શહેર સુધરાઈને નગર સેવા સદન તરીકે નગર સુખાકારી અને જનહિત કાર્યોની અનેક સેવા પ્રવૃત્તિથી ધમધમતા કેન્દ્રો બનાવ્યા છે તેમ તેમણે ઉમેર્યું હતું.

મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, ખાનગી સોસાયટીઓમાં જનભાગીદારીથી પેવર બ્લોક, રસ્તા સહિતના કામો પણ હવે થાય છે.

ગુજરાતીમાં વધુ વાંચો: અમદાવાદ મહાનગરને વિકાસ કામોની ભેટ આપતા મુખ્યમંત્રી શ્રી

Sunday, 1 May 2022

Asia’s Biggest Tourism Award 2022


અમદાવાદ સાયન્સ સિટી ખાતે મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં  ‘એશિયા બિગેસ્ટ ટુરિઝમ એવોર્ડ 2022’આયોજન કરવામાં આવ્યું હતું.

આ અવસરે એવોર્ડ વિજેતાઓને સૌને અભિનંદન પાઠવતા શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલે જણાવ્યું હતું, કોરોનાકાળમાં ટુરિઝમ સેક્ટરને ખૂબ મોટો ફટકો પડ્યો હતો પણ હવે આ સેક્ટરને સુખ જોવાનો સમય આવ્યો છે એટલે જ આ દુઃખ પછીનું સુખનો આનંદ છે.

તેમણે ઉમેર્યું હતું કે ગુજરાતમાં ટુરિઝમનો ગ્રોથ બે દાયકા પહેલાં 1.25 ટકા હતો. તત્કાલીન મુખ્યમંત્રીશ્રી હાલના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના સતત માર્ગદર્શન અને પ્રયાસથી આજે આ ગ્રોથ 18% પહોંચી ગયો છે. આમ આજે ગુજરાતે દરેક ક્ષેત્રે વિકાસ કર્યો તેમાં એક મહત્વનું ક્ષેત્ર પ્રવાસન ક્ષેત્ર પણ સતત પ્રગતિ કરી રહ્યું છે.

ગુજરાતીમાં વધુ વાંચો: એશિયા બિગેસ્ટ ટુરિઝમ એવોર્ડ 2022




Development works in the Patan district

રાષ્ટ્રીય પર્વો રાજ્યના પાટનગરમાં ઉજવવાના બદલે જૂદા જૂદા જિલ્લા મથકે  ઉજવવાની પરંપરાના ભાગ રૂપે રાજ્યના ઉત્તર ગુજરાતના મહત્વના એવા પાટણ જિલ્લ્લામાં ૧લી મે-સ્થાપના દિવસની ઉજવણી યોજાઇ છે.

આ ઉજવણીના ભાગરૂપે રાજ્યના  મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલે વિવિધ વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું.  મુખ્યમંત્રીશ્રીએ ભૂપેન્દ્રભાઇ પટેલે જણાવ્યું છે કે, આપણા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ છેલ્લા 2 દાયકાથી વિકાસની રાજનીતિનો યુગ શરૂ કર્યો છે. તેની પ્રતિતી જનસમુહને પણ થઇ છે. શ્રી નરેન્દ્રભાઇએ રાજ્યના વિકાસમાં જનભાગીદારીને જોડવાના કરેલા અભિયાનને ગુજરાત વધુ તેજ ગતિથી આગળ વધારી રહ્યું છે.

ગુજરાતીમાં વધુ વાંચો: ગુજરાત ગૌરવ દિવસ ઉજવણીના ઉપલક્ષ્યમાં પાટણ ખાતે યોજાયેલ કાર્યક્રમ

 

CM dedicates Regional Science Center in Patan


Regional Science Centers have been set up at four places in the state for the promotion and dissemination of science and technology in the state through the guidance and efforts of Chief Minister Shri Bhupendrabhai Patel, embodying Prime Minister Shri Narendrabhai Modi’s goal of developing technology.

Today, on the occasion of ‘Gujarat Gaurav Divas’, the world-famous ‘Regional Science Center’ was inaugurated by Chief Minister Shri Bhupendrabhai Patel at Patan. The Chief Minister looked at all the galleries of the entire center with great interest and also attended 5D theater activities with the children.

Read more in English: The world-famous ‘Regional Science Center’ was inaugurated by the CM