રાષ્ટ્રીય પર્વો રાજ્યના પાટનગરમાં ઉજવવાના બદલે જૂદા જૂદા જિલ્લા મથકે ઉજવવાની પરંપરાના ભાગ રૂપે રાજ્યના ઉત્તર ગુજરાતના મહત્વના એવા પાટણ જિલ્લ્લામાં ૧લી મે-સ્થાપના દિવસની ઉજવણી યોજાઇ છે.
આ ઉજવણીના ભાગરૂપે રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલે વિવિધ વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું. મુખ્યમંત્રીશ્રીએ ભૂપેન્દ્રભાઇ પટેલે જણાવ્યું છે કે, આપણા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ છેલ્લા 2 દાયકાથી વિકાસની રાજનીતિનો યુગ શરૂ કર્યો છે. તેની પ્રતિતી જનસમુહને પણ થઇ છે. શ્રી નરેન્દ્રભાઇએ રાજ્યના વિકાસમાં જનભાગીદારીને જોડવાના કરેલા અભિયાનને ગુજરાત વધુ તેજ ગતિથી આગળ વધારી રહ્યું છે.
ગુજરાતીમાં વધુ વાંચો: ગુજરાત ગૌરવ દિવસ ઉજવણીના ઉપલક્ષ્યમાં પાટણ ખાતે યોજાયેલ કાર્યક્રમ
0 comments:
Post a Comment