Tuesday, 8 December 2020

Laid foundation stone for Narmada Canal Based Drinking Water Supply Projects


મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ઉત્તર ગુજરાતના આર્થિક-વેપારના કેન્દ્ર મહેસાણામાં ૨૮૭ કરોડ રૂપિયાની પાણી પુરવઠા યોજનાઓના ખાતુમુહર્ત કરતાં જણાવ્યું કે, ભારતીય જનતા પાર્ટીની સરકારે નાગરિકોની પ્રાથમિક જરૂરિયાતો પૂરી કરવા માટેની અનેક યોજનાઓ શરૂ કરી અને પૂર્ણ પણ કરી દીધી છે.

આ સંદર્ભમાં મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, ભૂતકાળમાં કોંગ્રેસના સાશનમાં લોકો ભુલાઈ ગયેલા, લોકોના પ્રશ્નો વિસરાઈ ગયેલા અમે લોકસમસ્યાના સમાધાન કરી પ્રશ્નો હલ કર્યા છે.

વધુ વાંચો ગુજરાતીમાં: ઉત્તર ગુજરાતના મહેસાણા જિલ્લા માટે પાણી પૂરવઠા યોજનાઓનું ખાતમુહૂર્ત

 

Monday, 7 December 2020

CM lays foundation stone of Drinking Water Project of Dhanera


મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે બનાસકાંઠા જિલ્લાના ધાનેરા મુકામે નર્મદા આધારિત કુલ-૪ જૂથ સુધારણા પાણી પુરવઠા યોજનાના રૂ.૨૪૧.૩૪ કરોડના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ કામોના લીધે ધાનેરા, દાંતીવાડા અને ડીસા તાલુકાના ૧૧૯ ગામો અને ધાનેરા શહેરની ૩,૯૧,૦૦૦ વસ્તીને પીવાના શુદ્ધ પાણીનો લાભ મળશે.

આ પ્રસંગે મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ પ્રાસંગીક પ્રવચન કરતા જણાવ્યું કે પ્રજાની સુવિધા, સુખાકારી અને સર્વાંગી વિકાસ માટે અમારી સરકાર મક્કમ રીતે કટિબદ્ધ છે. 

વધુ વાંચો ગુજરાતીમાં: બનાસકાંઠા જિલ્લાના નાગરિકો માટે સીપુ જૂથ સુધારણા યોજનાનું ખાતમુહૂર્ત

 

Sunday, 6 December 2020

CM gifts Drinking Water and Tourism Projects


મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું છે કે, ઊર્જા ક્ષેત્રની જેમ ગુજરાત પાણીના ક્ષેત્રમાં વોટર સરપ્લસ સ્ટેટ બન્યું છે. તેમણે કહ્યું કે, ગુજરાતમાં એક સમયે કૂલ બજેટનું કદ માત્ર આઠ હજાર કરોડનું હતું, તેની સામે હાલમાં માત્ર પીવાના શુદ્ધ પાણીના આયોજન માટે રૂ.૧૪ હજાર કરોડનું બજેટ છે. આ બાબત દર્શાવે છે કે,  રાજય સરકાર ગુજરાતમાંથી પાણીની સમસ્યાને ભૂતકાળ બનાવવા માટે કટિબદ્ધ છે. પાણી એ વિકાસની પ્રાથમિક શરત છે, તેમ તેમણે સ્પષ્ટપણે કહ્યું હતું.

વધુ વાંચો ગુજરાતીમાં: વડોદરા જિલ્લાને પીવાના પાણીના અને પ્રવાસનના વિકાસ કામોની ભેટ

 

Saturday, 5 December 2020

Laid stone of Rs 711 Crore Tapi-Karjan Link Pipeline Project


મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું છે કે, રાજય સરકારે આદિજાતિ ક્ષેત્રના સર્વતોમુખી વિકાસ માટે રૂા.૩૭૦૦ કરોડના ખર્ચે ૧૦ જેટલી સિંચાઇ યોજનાઓ અમલી બનાવી છે. આ યોજનાઓ આદિવાસી ક્ષેત્રમાં વિકાસના સમૃદ્વિના દ્વાર ખોલશે અને વનબંધુ વિસ્તારોમાં જળક્રાંતિથી વિકાસનો નવો યુગ શરૂ થશે.

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રુપાણીએ રૂા .૭૧૧ કરોડના ખર્ચે તૈયાર થનારી તાપી-કરજણ લીંક પાઇપલાઇન સિંચાઇ યોજનાનું સૂરત જિલ્લામાં ઉમરપાડા ખાતે યોજાયેલા કાર્યક્રમમાં ખાતમુહૂર્ત કરતા આદિવાસી વિસ્તારના વિકાસની નવી તકો સાથે નંદનવન બનશે, તેવી પ્રતિબદ્વતા વ્યકત કરી હતી.

વધુ વાંચો ગુજરાતીમાં: તાપી-કરજણ લિંક પાઈપલાઈન ઉદ્દવહન સિંચાઈ યોજનાનું ખાતમુહૂર્ત

 

Thursday, 3 December 2020

Online Development Permission System 2.0 Launched


મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્યમાં ઓન લાઇન ડેવલપમેન્ટ પરમિશન સિસ્ટમ (બાંધકામ પરવાનગી) 2.0નો પ્રારંભ કરાવતા કહ્યું કે આ સરકાર પારદર્શિતા અને સંવેદનશીલતાથી ગુડ ગવર્નન્સની દિશામાં કાર્યરત છે.

ગૃહ, મહેસૂલ, શહેરી વિકાસ જેવા પ્રજાને સીધા સ્પર્શતા વિભાગોમાં ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરીને ઓન લાઇન વ્યવસ્થા વિકસાવી કયાંય કોઇને એક રૂપિયો પણ આપવો ન પડે કે કચેરીના ધક્કા ન ખાવા પડે ઘરે બેઠા જ ઓન લાઇન કામ થઇ જાય તેવી પારદર્શી પરિસ્થિતિ નિર્માણ કરી છે.

વધુ વાંચો ગુજરાતીમાં: ગુજરાતમાં શહેરી વિકાસ ક્ષેત્રે ગુડ ગવર્નન્સ-પારદર્શીતાની અભિનવ પહેલનો પ્રારંભ

Wednesday, 2 December 2020

E-launching of two campaigns – Jal Sharakshan Jagruti and Bharatiya Sanskruti Sharakshan Abhiyaan


મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ યુવાનોના પ્રેરણા સ્ત્રોત અને વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશના સ્થાપક વૈષ્ણવાચાર્ય શ્રી વ્રજરાજકુમારજીને તેમના ૩૫માં જન્મદિવસની ઉજવણી નિમિત્તે શુભેચ્છાઓ આપતાં જણાવ્યું હતું કે, વૈષ્ણવ સંપ્રદાયની આંતરરાષ્ટ્રીય નેટવર્ક ધરાવતી સંસ્થા વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશને ધર્મ, સંસ્કૃતિ, પરંપરાઓ, જનસેવા, સમાજસેવા, રાષ્ટ્રસેવા અને સંસ્કૃતિનું જતન કરીને દેશના યુવાનોને પ્રેરિત કરી રાષ્ટ્રસેવામાં જોડ્યા છે.

વધુ વાંચો ગુજરાતીમાં: જલ સંરક્ષણ જાગૃતિ અને ભારતીય સંસ્કૃતિ સંરક્ષણ અભિયાનનો ઇ-શુભારંભ

 

Tuesday, 1 December 2020

Developmental works of Vadodara Municipal Corporation


મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું છે કે, ગુજરાતના શહેરો વિશ્વના આધુનિક શહેરોની સમકક્ષ બને તે માટે રાજ્ય સરકારે શહેરોના સર્વાંગી વિકાસ માટે પાયાની અને માળખાગત સુવિધાઓ વ્યાપક પ્રમાણમાં ઉભી કરી છે.

મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું કે, જ્યાં માનવી ત્યાં સુવિધાના ધ્યેય મંત્ર સાથે રાજ્ય સરકાર આગળ વધી રહી છે અને શહેરોમાં લોકોને મજબૂત અને પાકા સસ્તા આવાસ,લાઈટ-પાણી સહિતની બધી જ સુવિધાઓ સરળતાથી મળે તે માટે પ્રતિબદ્ધ છે.

વધુ વાંચો ગુજરાતીમાં: વડોદરા મહાનગરપાલિકાના વિવિધ કામોનું ઇ-ખાતમુહૂર્ત અને ઇ-શુભારંભ