મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું છે કે, રાજય સરકારે આદિજાતિ ક્ષેત્રના સર્વતોમુખી વિકાસ માટે રૂા.૩૭૦૦ કરોડના ખર્ચે ૧૦ જેટલી સિંચાઇ યોજનાઓ અમલી બનાવી છે. આ યોજનાઓ આદિવાસી ક્ષેત્રમાં વિકાસના સમૃદ્વિના દ્વાર ખોલશે અને વનબંધુ વિસ્તારોમાં જળક્રાંતિથી વિકાસનો નવો યુગ શરૂ થશે.
મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રુપાણીએ રૂા .૭૧૧ કરોડના ખર્ચે તૈયાર થનારી તાપી-કરજણ લીંક પાઇપલાઇન સિંચાઇ યોજનાનું સૂરત જિલ્લામાં ઉમરપાડા ખાતે યોજાયેલા કાર્યક્રમમાં ખાતમુહૂર્ત કરતા આદિવાસી વિસ્તારના વિકાસની નવી તકો સાથે નંદનવન બનશે, તેવી પ્રતિબદ્વતા વ્યકત કરી હતી.
વધુ વાંચો ગુજરાતીમાં: તાપી-કરજણ લિંક પાઈપલાઈન ઉદ્દવહન સિંચાઈ યોજનાનું ખાતમુહૂર્ત
0 comments:
Post a Comment