Friday, 22 January 2021

Strong law and order Is the Priority of our Government to Make the Citizens of the State More and More Aware of Peace and Security


આજે ગૃહ વિભાગની કામગીરીની વિગતો આપવા માટે યોજાયેલ પત્રકાર પરિષદમાં મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્યના પોલીસ વિભાગમાં આર.આર.સેલને બંધ કરવાની જાહેરાત કરતાં જણાવ્યું હતું કે, પોલીસ વિભાગને હવે ટેકનોલોજીથી વધુ સુસજ્જ કરવામાં આવી રહ્યું છે. ૧૯૯૫થી કાર્યરત આ આર.આર.સેલ બંધ કરીને પોલીસ અધિક્ષકશ્રીઓને વધુ સત્તાઓ આપી મજબૂત કરવાનો અમારો નિર્ધાર છે. પોલીસની ગુનેગારો સાથેની સાંઠગાંઠ ચલાવી લેવાશે નહિ. એ માટે સતત સર્વેલન્સ કરીને યોગ્ય વ્યવસ્થા ઉભી કરાશે. 

સાયબર ક્રાઇમના નિયંત્રણ માટે રેન્જ વિસ્તારમાં સાયબર પોલીસ સ્ટેશન કાર્યરત કરી દેવાયા છે અને જિલ્લા મથકોએ વિસ્તારવાનું અમારુ આયોજન છે. એ જ રીતે ગુનેગારો ગુનો કરીને ભાગી ન જાય એ માટે રાજ્યભરમાં કેમેરાનું નેટવર્ક બીછાવી લીધુ છે જેનું ત્રિ-નેત્ર પ્રોજેક્ટ દ્વારા પોલીસ કન્ટ્રોલરૂમમાં સતત મોનીટરીંગ કરવામાં આવી રહ્યું છે.

વધુ વાંચો ગુજરાતીમાં: રાજ્યના પોલીસ વિભાગમાં આર.આર.સેલને બંધ કરવાની જાહેરાત

 

0 comments:

Post a Comment