મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ ભારતને ફાઇવ ટ્રીલિયન ઇકોનોમી બનાવવાનું વડાપ્રધાનશ્રીનું સપનું સાકાર કરવા માટે ગુજરાતે ઔદ્યોગિક ક્ષેત્રે વિકાસ કરી લીડ લેવાની સજ્જ છે તેવી નેમ વ્યકત કરતા રાજ્યના ઇન્ડસ્ટ્રીયલ સેક્ટર માટે મહત્વની જાહેરાત કરી છે.
મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ ગાંધીનગરથી વિડીયો કોન્ફરન્સના માધ્યમથી પાટણ જિલ્લાના ચારૂપ જી.આઇ.ડી.સી.ના ૨૬૪ પ્લોટની કોમ્પ્યુટરાઇઝ ડ્રો ફાળવણી કરતાં કહ્યું કે, ગુજરાતમાં પ્રત્યેક જિલ્લાની આગવી પ્રોડક્ટ ડેવલપ થાય અને વન ડીસ્ટ્રીક્ટ વન પ્રોડક્ટનો સંકલ્પ સાકાર થાય તે માટે રાજ્યમાં કારખાના-ઉત્પાદન એકમોને અનુકુળ માહોલ આપી રહ્યા છીએ.
વધુ વાંચો ગુજરાતીમાં: મુખ્યમંત્રીએ રાજ્યમાં 8 નવા જીઆઈડીસી બનાવવાની ઘોષણા કરી
0 comments:
Post a Comment