Tuesday, 2 March 2021

CM welcomes budget for Year 2021-22 presented by DCM, Finance Minister


મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ નાણાંમંત્રી શ્રી નિતીનભાઇ પટેલે પ્રસ્તુત કરેલા રૂપિયા 2 લાખ 27 હજાર કરોડના વર્ષ 2021-2022ના બજેટને સર્વાંગી વિકાસ અને સર્વવ્યાપી વિકાસનું બજેટ ગણાવ્યું છે.

મુખ્યમંત્રીશ્રીએ આ બજેટ અંગે પોતાનો પ્રતિભાવ આપતા જણાવ્યું કે, આ બજેટમાં ગરીબ ખેડૂત, યુવાન, મહિલા, આદિવાસી, પીડિત-શોષિત લોકોના ઉત્થાન, શિક્ષણ આરોગ્ય, કૃષિ, સિંચાઇ તેમજ ગુજરાતના ઇન્ફ્રાસ્ટ્રકચર ઉદ્યોગો, ક્લાયમેન્ટ ચેન્જ જેવા તમામ ક્ષેત્રોને આવરી લઇને સર્વાંગી વિકાસ એટલે કે ગુજરાતની વિકાસયાત્રાને ઉત્તમથી સર્વોત્તમ તરફ લઇ જનારું આ બજેટ છે.

મુખ્યમંત્રીશ્રીએ વનબંધુ કલ્યાણ યોજના અંગે જણાવ્યું કે, આદિવાસીઓને પણ મૂળ ધારામાં વિકાસના ફળનો અનુભવ થાય અને ભવિષ્યના પડકારો પણ ઝિલતા થાય તેનું પણ આ બજેટમાં ધ્યાન રાખવામાં આવ્યું છે.

વધુ વાંચો ગુજરાતીમાં: વિકાસશીલ ગુજરાત બજેટ 2021-22

0 comments:

Post a Comment