Saturday, 9 July 2022

CM launches GARIMA Cell


Chief Minister Shri Bhupendra Patel said that Garima Cell will play a catalytic role in giving new energy, new direction to the higher education system of the state. We have maintained the policy of Prime Minister Shri Narendra Modi to conduct result oriented programs in the public interest. The ‘Garima Cell’ will further enhance the dignity of the state’s education sector, he added.

Chief Minister Shri Bhupendra Patel virtually launched, To lead  higher education institutions in getting various ratings and rankings, Garima Cell, was virtually launched by Chief Minister Shri Bhupendra Patel  from Science City.

Read the whole latest news: Garima Cell will play a Stimulating Role in Giving New Energy

 

Friday, 8 July 2022

Gujarat Gyan Guru Quiz

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું છે કે, ગુજરાત જ્ઞાનગુરુ ક્વિઝ આપણી ભાવી પેઢીને જાણકાર, માહિતીસભર અને જ્ઞાની બનાવી વિશ્વ સાથે સ્પર્ધા માટે તૈયાર કરવાનું દૂરંદેશી પગલું છે. ક્વિઝ સ્પર્ધાથી નગરો-મહાનગરોની શાળા અને કોલેજોમાં એક જુવાળ ઊભો થશે. વાંચનની સાથે સાથે સ્પર્ધા કરવાનો ભાવ પણ પ્રબળ બનશે તેમ તેમણે ઉમેર્યું હતું.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલે અમદાવાદ સાયન્સ સિટી ખાતેથી દેશની સૌથી મોટી એવી ‘ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ’નો શુભારંભ કરાવ્યો હતો. આગામી 75 દિવસ દરમ્યાન તાલુકા, જિલ્લા અને રાજ્યકક્ષાએ આ ક્વિઝ યોજાશે. જેમાં શાળા-કોલેજના વિદ્યાર્થીઓ તેમજ સામાન્ય નાગરિકો સહિત 25 લાખથી વધુ સ્પર્ધકો ભાગ લેવાના છે.

ગુજરાતીમાં વધુ વાંચો: ગુજરાત જ્ઞાન ગુરૂ ક્વિઝનો રાજ્ય વ્યાપી શુભારંભ

 

Thursday, 7 July 2022

Divyang Samipe Scheme Highlights

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અમદાવાદ જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિની દિવ્યાંગ સમીપે યોજનાનો શુભારંભ કરાવતા જણાવ્યું કે, “દિવ્યાંગ સમીપે યોજનાની” પહેલ દિવ્યાંગજનોને લર્નિંગ લોસ માંથી બહાર કાઢવામાં આશીર્વાદરૂપ બની રહેશે.

મુખ્યમંત્રીશ્રીએ દિવ્યાંગ વિદ્યાર્થીઓ પ્રત્યે સંવેદના વ્યક્ત કરીને એક ઝળહળતા અવસરમાં સહભાગી બનવાની ખુશી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, શ્રી નરેન્દ્ર ભાઈએ ગુજરાતથી શરૂ કરેલી વિકાસની રાજનીતિ અને કાર્ય સંસ્કૃતિથી ગુજરાત આજે  વિકાસમાં અગ્રેસર બન્યું છે.

મુખ્યમંત્રીશ્રીએ વધુમાં ઉમેર્યું હતું કે, શ્રી નરેન્દ્રભાઈએ દિવ્યાંગજનો માટે ગુણવત્તાયુક્ત શિક્ષણ અને સન્માનપૂર્ણ જીવનનો સેવા યજ્ઞ શરૂ કરી જે જ્યોત જલાવી તે આજે પણ પ્રજ્વલિત છે અને તેને વધુ ઝળહળતી કરવાનો આ પ્રસંગ છે.

આખા નવીનતમ સમાચાર વાંચો: દિવ્યાંગ સમીપે યોજનાનો શુભારંભ

 

Monday, 4 July 2022

Vande Gujarat Vikas Yatra

 

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદથી વંદે ગુજરાત વિકાસ યાત્રાનો રાજ્યવ્યાપી પ્રારંભ કરાવતાં સ્પષ્ટપણે જણાવ્યું કે, ર૦ વર્ષનો વિકાસ અને ર૦ વર્ષનો વિશ્વાસ એ બેય શબ્દો એકબીજાના પર્યાય બની ગયા છે તે ગુજરાતે સિદ્ધ કરી બતાવ્યું છે.

આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ ગુજરાતની અવિરત વિકાસ યાત્રાના બે-અઢી દાયકા પહેલાં રોપેલાં બીજથી આજે ગુજરાત વિકાસનું રોલ મોડેલ-દેશનું ગ્રોથ એન્જીન બન્યુ છે.

વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં દેશ આગળ વધી રહ્યો છે અને ગુજરાત પણ તેજ ગતિથી અગ્રેસર રહ્યું છે. લોકોએ આપણામાં મૂકેલો વિશ્વાસ વિકાસ સ્વરૂપે આપણે પરત આપ્યો છે એમ મુખ્યમંત્રીશ્રીએ આ તકે જણાવ્યું હતું.

ગુજરાતીમાં વધુ વાંચો: વંદે ગુજરાત વિકાસ યાત્રા

Sunday, 26 June 2022

66 KV 4 substations at Daskroi

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે સ્પષ્ટપણે જણાવ્યું છે કે, રાજ્યમાં અંતરિયાળ વિસ્તારમાં પણ ગુણવત્તાયુક્ત વીજળી આપવાની પ્રતિબદ્ધતા સાથે છેલ્લા ૨૦ દિવસમા ૨૨ વીજ સબસ્ટેશનના લોકાર્પણ અને ખાતમુહૂર્ત આ સરકારે કર્યા છે. એટલું જ નહીં, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના દિશાદર્શનમાં આદિવાસી વિસ્તારોમાં પાછલા બે દસકામાં ૨૭૭ નવા વીજ સબસ્ટેશનો ઊભા કર્યા છે.

મુખ્યમંત્રીશ્રી ભરૂચના ઝઘડીયા ખાતે આયોજિત સમારોહમા એક જ સ્થળેથી એક સાથે ૪ વીજ સબસ્ટેશનના લોકાર્પણ અને ૧ ના ભૂમિપૂજન અવસરે સંબોધન કરી રહ્યા હતા. મુખ્યમંત્રીશ્રીએ ભરૂચના વાલિયામાં રૂ.૭.૬૨ કરોડના ખર્ચે નિર્માણ થનારા ૬૬ કે.વી. સબસ્ટેશનનું ઈ-ભૂમિપૂજન પણ કર્યું હતું.

સંપૂર્ણ માહિતી ગુજરાતીમાં વાંચો: નવનિર્મિત ૬૬ કે.વી.ના ૪ સબસ્ટેશનોનું ઈ-લોકાર્પણ અને ૧ સબસ્ટેશનનું ભૂમિપૂજન

 

Saturday, 25 June 2022

Memnagar Smart School in Ahmedabad


મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદના મેમનગર સ્માર્ટ (અનુપમ) શાળાનું લોકાર્પણ કરતાં જણાવ્યું કે, ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રીશ્રી અને દેશના વર્તમાન વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા ૨૦૦૨-૨૦૦૩માં શરૂ કરાવવામાં આવેલા ‘કન્યા કેળવણી મહોત્સવ’ તેમજ ‘શાળા પ્રવેશોત્સવ’ને કારણે આજે સમગ્ર ગુજરાતમાં પ્રાથમિક શિક્ષણનો ગ્રાફ ઊંચો ગયો છે. ડ્રોપઆઉટ રેટ ૩ ટકા જેટલો અને શાળામાં બાળકોના દાખલ થવાનો દર ૯૫ ટકાથી પણ વધ્યો છે.

મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, આજે રાજ્યની સરકારી સ્કૂલમાં અદ્યતન અને ટેકનોલોજી યુકત શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. જેના પરિણામ સ્વરૂપે રિવર્સ ટ્રેન્ડ શરૂ થયો છે અને ખાનગી શાળાઓમાં બાળકો સરકારી શાળાઓમાં પ્રવેશ લેતા થયા છે.

સંપૂર્ણ માહિતી ગુજરાતીમાં વાંચો: શાળા પ્રવેશોત્સવ ૨૦૨૨, અમદાવાદમાં મેમનગર સ્માર્ટ (અનુપમ) શાળાનું લોકાર્પણ

 

Thursday, 23 June 2022

17th Kanya Kelavni Mahotsav

રાજ્ય સરકાર દ્વારા  સમગ્ર રાજ્યમાં  તારીખ 23 થી25 જૂન 2022 દરમ્યાન શાળા પ્રવેશોત્સવનો શુભારંભ કરવામાં આવ્યો છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાની મેમદપુર પ્રાથમિક શાળા ખાતેથી ૧૭ મા કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવનું નેતૃત્વ કરીને રાજ્યવ્યાપી પ્રારંભ કરાવ્યો હતો.

મુખ્યમંત્રીશ્રીએ મેમદપુર પ્રાથમિક શાળામાં ધોરણ- ૧ ના બાળકોને ચોકલેટ આપી મોં મીઠું કરાવી અને પ્રવેશકીટ આપી શાળા પ્રવેશ કરાવ્યો હતો.

મુખ્યમંત્રીશ્રીએ આ શાળાની મુલાકાત દરમ્યાન શાળા વ્યવસ્થાપન સમિતિના સભ્યો સાથે સંવાદ કરી  ગામમાં શિક્ષણની સ્થિતિની સમીક્ષા કરી તેને વધુ સારી બનાવવા માર્ગદર્શન પૂરું પાડ્યું હતું તથા શાળા પ્રાંગણમાં વૃક્ષારોપણ કર્યું હતું.

સંપૂર્ણ માહિતી ગુજરાતીમાં વાંચો: ૧૭મા રાજ્યવ્યાપી શાળા પ્રવેશોત્સવ, ૧૭મા કન્યા કેળવણી મહોત્સવ