મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદના મેમનગર સ્માર્ટ (અનુપમ) શાળાનું લોકાર્પણ કરતાં જણાવ્યું કે, ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રીશ્રી અને દેશના વર્તમાન વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા ૨૦૦૨-૨૦૦૩માં શરૂ કરાવવામાં આવેલા ‘કન્યા કેળવણી મહોત્સવ’ તેમજ ‘શાળા પ્રવેશોત્સવ’ને કારણે આજે સમગ્ર ગુજરાતમાં પ્રાથમિક શિક્ષણનો ગ્રાફ ઊંચો ગયો છે. ડ્રોપઆઉટ રેટ ૩ ટકા જેટલો અને શાળામાં બાળકોના દાખલ થવાનો દર ૯૫ ટકાથી પણ વધ્યો છે.
મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, આજે રાજ્યની સરકારી સ્કૂલમાં અદ્યતન અને ટેકનોલોજી યુકત શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. જેના પરિણામ સ્વરૂપે રિવર્સ ટ્રેન્ડ શરૂ થયો છે અને ખાનગી શાળાઓમાં બાળકો સરકારી શાળાઓમાં પ્રવેશ લેતા થયા છે.
સંપૂર્ણ માહિતી ગુજરાતીમાં વાંચો: શાળા પ્રવેશોત્સવ ૨૦૨૨, અમદાવાદમાં મેમનગર સ્માર્ટ (અનુપમ) શાળાનું લોકાર્પણ
0 comments:
Post a Comment