Thursday, 6 August 2020

Guj CM distributed Rs.1,065-Cr for development works to 8 Municipal Corporations and 155 Municipalities


મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ શાસન દાયિત્વના પાંચમા વર્ષ પ્રવેશ અવસરે રાજ્યની ૮ મહાનગરપાલિકાઓ અને ૧પપ નગરપાલિકાઓને એક સાથે એક જ દિવસમાં ૧૦૬પ કરોડ રૂપિયાની રાશિ નગર વિકાસ કામો માટે નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલની ઉપસ્થિતીમાં અર્પણ કરી હતી.

મુખ્યમંત્રીશ્રીએ નાણાં-ગ્રાન્ટના અભાવે શહેરી સુખાકારીના કોઇ કામ સરકાર અટકવા દેતી નથી તેવો સ્પષ્ટ મત આ વેળાએ વ્યકત કર્યો હતો.

ગુજરાતીમાં વધુ વાંચો: રાજ્યના ૮ મહાનગરો-૧પપ નગરપાલિકાઓને એક સાથે એક જ દિવસમાં વિકાસ કામો માટે રૂ. ૧૦૬પ કરોડની રાશિ વિતરણ કરતા મુખ્યમંત્રીશ્રી

Guj CM shri Vijaybhai Rupani announced special assistance for these families


મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ સફળ શાસનના પાંચમા વર્ષ પ્રવેશ દિને દિવંગત કોરોના વોરિયર્સ પ્રત્યે આગવી સંવેદના દર્શાવતાં ૩૫ જેટલા સ્વર્ગસ્થ કોરોના વોરિયર્સના પરિજનો સાથે મોકળા મને સંવાદનો ઉપક્રમ મુખ્યમંત્રી નિવાસસ્થાને યોજ્યો હતો.

મુખ્યમંત્રીશ્રીએ કોરોના સંક્રમણ નિયંત્રણની કામગીરીમાં સંકળાયેલા અને રાજ્ય સરકારના વિવિધ સંવર્ગના કર્મયોગીઓ જેમણે પોતાની આવી ફરજ દરમ્યાન કોરોના સંક્રમણથી જાન ગુમાવ્યા છે તેમના પરિવારજનોને સાંત્વના પાઠવવા સાથે રાજ્ય સરકાર દ્વારા કેટલીક વધુ સહાયની મહત્વપૂર્ણ જાહેરાત પણ કરી હતી.

ગુજરાતીમાં વધુ વાંચો: દિવંગત કોરોના વોરિયર્સના પરિવારજનો માટે મહત્વપૂર્ણ સહાય જાહેરાતો કરતા શ્રી વિજયભાઇ રૂપાણી

Wednesday, 5 August 2020

Guj CM shri Vijaybhai Rupani dedicated various development in Junagadh through Video Conferencing


મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્યની મહાનગર પાલિકાઓને શહેરોના ઘન કચરાનું સેગ્રીગેશન કરીને વેસ્ટના બાયોફ માઇનીંગ પદ્ધતિથી નિકાલ દ્વારા સસ્તી ઊર્જા અને CNG ઉત્પાદન માટે પ્રેરિત થવા અનુરોધ કર્યો છે.

આ સંદર્ભમાં તેમણે કહ્યું કે રાજ્યના મહાનગરોમાં કચરાના યોગ્ય વ્યવસ્થાપનથી નેશનલ ગ્રીન ટ્રિબ્યૂનલના દિશાનિર્દેશો મુજબ પર્યાવરણ જાળવણી થાય તે સમયની માંગ અનુરૂપ જરૂરિયાત છે.

ગુજરાતીમાં વધુ વાંચો: નાગઢ મહાનગરમાં અમૃત મિશન-સ્વચ્છ ભારત મિશન અન્વયે ર૪.૧પ કરોડના વિકાસ કામોનું ઇ-ખાતમૂર્હત

Guj CM shri Vijaybhai Rupani dedicated 360 houses in Unjha, Mahesana through video conferencing


શ્રી નિતીનભાઇ પટેલે જણાવ્યું કે  વિશ્વમાં ઉંઝા શહેર વેપાર,સહકારી પ્રવૃતિ તેમજ પવિત્ર ઉમિયા માતાજી યાત્રાધામ તરીકે જાણીતું છે. ઉંઝા પાલિકા દ્વારા લોકોની સુખાકારી માટે તમામ કામગીરી પ્રો-એક્ટીવ કરાઇ રહી છે જે માટે પાલિકાના અધિકારીઓ અને પદાધિકારીઓને અભિનંદન આપ્યા હતા.

ઉંઝા નગરપાલિકા દ્વારા શહેરના રામનગર વિસ્તારમાં પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત ટીપી-૦૭ ફાઇનલ પ્લોટ નં-૨૭૦ ખાતે ૩૬૦ આવાસોનું નિર્માણ કરાયેલ છે.૧૭૪૦૮.૧૧ ચોરસ મીટરના વિસ્તારમાં રૂ ૩૦.૬૦ કરોડના ખર્ચે ૩૬૦ ઇ.ડબલ્યુ.એસ-૨ આવાસોનું નિર્માણ કરાયું છે.

ગુજરાતીમાં વધુ વાંચો: મહેસાણાના ઉંઝામાં ૩૬૦ આવાસોનું મુખ્યમંત્રીશ્રી દ્વારા ઇ-લોકાર્પણ

Tuesday, 4 August 2020

All Governmental Resources have been activated for sustainable growth of Tribal, Tribal Areas – CM


મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ આદિજાતિ-વનબંધુ વિસ્તાર અને સમાજના સસ્ટેઇનેબલ ડેવલપમેન્ટ માટે માવજતપૂર્વક વિચાર સાથે સરકારના બધા જ સંશાધનો ટોપ પ્રાયોરિટીથી કાર્યરત કરવામાં આવ્યા છે તેવો સ્પષ્ટ મત વ્યકત કર્યો છે.

આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, રાજ્ય સરકારનો સ્પષ્ટ અભિગમ છે કે દરેક સમાજના અસ્તિત્વનો સમાનતાપૂર્વક સ્વીકાર કરીને થાગડ-થીગડ વિકાસ નહિ, ભાવિ પેઢી સમૃદ્ધ-સુખી અને વિકાસમાં સહભાગી બને તેવી આપણી પ્રતિબદ્ધતા છે.

ગુજરાતીમાં વધુ વાંચો: મુખ્યમંત્રીશ્રીના અધ્યક્ષસ્થાને આદિજાતિ સલાહકાર પરિષદ બેઠક ગાંધીનગરમાં યોજાઇ

Sunday, 2 August 2020

State government is committed to extend Financial Support as a Loan-Assistance to Businesses who have suffered losses due to lockdown


આત્મનિર્ભર ગુજરાત સહાય અન્વયે રાજકોટ નાગરિક સહકારી બેંકે 100 કરોડની સહાયના ચેક વિતરણ કર્યા :ગાંધીનગરથી વિડીયો કોન્ફરન્સ દ્વારા ચેક અર્પણ કરતા મુખ્યમંત્રીશ્રી

મુખ્યમંત્રીશ્રીના જન્મદિવસની સંવેદનાપૂર્ણ ઉજવણી કરી નાના માણસને બેઠા કરવાનો સેવાયજ્ઞ રાજકોટમાં થયો

રાજ્યની 196 નાગરિક સહકારી બેંકો સહિત 17 જિલ્લા મધ્યસ્થ બેંક 169 શરાફી સહકારી મંડળીઓએ 53952 નાના કારીગરો-ધંધા વ્યવસાયકારોને અત્યાર સુધીમાં 539 કરોડની લોન સહાય આપી

ગુજરાતીમાં વધુ વાંચો: લોકડાઉનમાં આર્થિક નુકસાન થયેલા નાના ધંધા-રોજગાર કરનારા કારીગરોને લોન-સહાય આપી પહેલા કરતા સવાયા બેઠા કરવાની પ્રતિબધ્ધતા છે



 

CM inaugurated 71st Van Mahotsav and dedicated Ram Van in Rajkot through video conference from Gandhinagar

 


મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ 71માં રાજ્યવ્યાપી વન મહોત્સવનો પ્રારંભ કરાવતા રાજ્યની વિકાસની ચરમસીમા પાર કરાવવામાં પણ પર્યાવરણ જાળવણી સાથે શુદ્ધ હવા-પાણીવાળા પ્રદુષણમુક્ત ગુજરાતની કલ્પના પાર પાડી છે તેવો સ્પષ્ટ મત વ્યક્ત કર્યો છે.

આ સંદર્ભમાં તેમણે કહ્યું કે આપણી સ્પષ્ટ નેમ છે કે, ગુજરાતમાં ઔદ્યોગિક આર્થિક વ્યાપારી સર્વગ્રાહી વિકાસ સાથે પર્યાવરણને પણ જાળવી શુદ્ધ હવા પાણી દ્વારા ગુજરાતને રહેવાલાયક, માણવાલાયક રાજ્ય બનાવવું છે.

ગુજરાતીમાં વધુ વાંચો: રાજ્યના 71માં વન મહોત્સવનો વિડિયો કોન્ફરન્સથી પ્રારંભ કરાવતા મુખ્યમંત્રીશ્રી