Monday, 1 June 2020

CM, Cabinet Ministers and Government Employees Start Routine Office Activities from today


નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલે સ્વર્ણિમ સંકુલ ખાતે મીડિયા સાથે વાતચીત કરતાં જણાવ્યું કે, કોરોનાની મહામારી સામે સમગ્ર વિશ્વ, દેશ અને ગુજરાત લડી રહ્યું છે. છેલ્લા બે માસથી દેશ અને રાજ્યમાં લોકડાઉનનો ચુસ્ત અમલ થઇ રહ્યો હતો એના તમામ તબક્કા પૂર્ણ થતાં અનલોક-૧ અંતર્ગત પ્રજાકીય અને જનહિતના કામોને વેગવાન બનાવવા માટે યોગ્ય તકેદારી સાથે સ્વર્ણિમ સંકુલ અને આખું સચિવાલય સંકુલ રાબેતા મુજબ આજથી કાર્યરત થઇ ગયું છે.

Monday, 25 May 2020

18.24 Lakh Man Days Generated Through 1403 Works Under SSJA


શ્રી વિજયભાઇ રૂપાણીએ સુજલામ સુફલામ જળ અભિયાનની બે વર્ષની સતત જવલંત સફળતાને પગલે આ વર્ષે પણ તા.ર૦ એપ્રિલથી તા. ૧૦ જૂન દરમ્યાન સમગ્ર ગુજરાતમાં આ અભિયાનનું ત્રીજું સંસ્કરણ શરૂ કરાવ્યું છે.

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ આ અગાઉ વરસાદી પાણીના સંચયથી કુદરતી પાણીના સ્ત્રોત ઊંચા લાવવા અને જળ વ્યવસ્થાપનમાં ગુજરાતને અગ્રેસર રાખવા સુજલામ સુફલામ જળ અભિયાનનો તા.૧ મે-ર૦૧૮ના દિવસે ભરૂચ જિલ્લાના કોસામડીથી પ્રારંભ કરાવ્યો હતો.

Saturday, 23 May 2020

Welfare-Oriented Decision Taken by Chief Minister Mr. Vijay Rupani


મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ સૌરાષ્ટ્ર-કચ્છની જીવાદોરી સમાન ‘‘સૌની’’ યોજના અન્વયે સૌરાષ્ટ્રના રપ જળાશયો, ૧ર૦ તળાવો અને ૪૦૦ થી વધુ ચેકડેમમાં ૪ હજાર મીલીયન ઘનફૂટ પાણી ઉદવહન (લીફટ) કરીને આપવાનો નિર્ણય કર્યો છે.

મુખ્યમંત્રીશ્રીના આ નિર્ણયને પરિણામે સૌરાષ્ટ્ર પ્રદેશના ભૂગર્ભ જળસ્તર ઊંચા આવતાં ખેડૂતોને સિંચાઇ માટે પૂરતું પાણી મળશે. એટલું જ નહિ, લોકોની પીવાના પાણીની સમસ્યા હલ થશે તેમજ ઢોર-ઢાંખરને પણ પાણી મળી રહેશે.

મુખ્યમંત્રીશ્રીના આ મહત્વપૂર્ણ નિર્ણયની જાણકારી મુખ્યમંત્રીશ્રીના સચિવ શ્રી અશ્વિનીકુમારે આપી હતી.

Friday, 22 May 2020

Around 45 Lakh NFSA Card Holders in Gujarat (Except In Ahmedabad) received Free Food Grains on the 6th Day


મુખ્યમંત્રીશ્રીના સચિવ શ્રી અશ્વિનીકુમારે રાજ્યભરમાં પ્રવર્તમાન સ્થિતીમાં રાજ્ય સરકાર દ્વારા NFSA કાર્ડધારકોને કરવામાં આવી રહેલા વિનામૂલ્યે અનાજ વિતરણની વિગતો આપતા કહ્યું હતું કે, અમદાવાદ શહેર સિવાય રાજ્યમાં મે મહિના માટે વિનામૂલ્યે અનાજ વિતરણના છઠ્ઠા દિવસે અંદાજે ૪૫ લાખ જેટલાં NFSA કુટુંબોને આ અનાજ પહોંચાડવામાં આવ્યું છે.

10 Lakh 15 Thousand Migrants Sent Home Through 699 Shramik Trains as of 21stmay 2020


રાજ્ય સરકારના વહિવટી તંત્રએ ભારત સરકાર સાથેના સંકલન દ્વારા તા.૨૨મી મે, શુક્રવારની મધ્યરાત્રિ સુધીમાં દેશભરમાં સૌથી વધુ ૭૫૪ વિશેષ ટ્રેન દ્વારા આશરે ૧૧ લાખ જેટલા અન્ય રાજ્યોના શ્રમિકો-કામદારોને તેમના વતન રાજ્યમાં મોકલવાની સફળતાપૂર્વક વ્યવસ્થા કરી છે.

મુખ્યમંત્રીશ્રીના સચિવ શ્રી અશ્વિનીકુમારે આ અંગેની વધુ વિગતો આપતા જણાવ્યું કે, પરપ્રાંતિય શ્રમિકો-કામદારોને વતન રાજ્ય મોકલવા માટે તા.૨૧મી મે મધ્યરાત્રિ  સુધીમાં  સમગ્ર દેશમાંથી દોડેલી  કુલ ૨,૩૧૭  શ્રમિક સ્પેશ્યલ ટ્રેનો મારફત આશરે ૩૧ લાખ જેટલા શ્રમિક ભાઈઓ-બહેનો પોતાના વતન રાજ્યમાં પહોંચ્યા છે.

Tuesday, 19 May 2020

Chief Minister Vijay Rupani Directs St Bus Service to Start From May 20, 2020


મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું હતુ કે, કેન્દ્ર સરકારની માર્ગદર્શિકા મુજબ લૉકડાઉન-૪માં નાગરિકો માટેની કન્ટેન્ટમેન્ટ ઝોન સિવાયના વિસ્તારોમાં નિયમોને આધિન વિવિધ છૂટછાટો આપવામાં આવી છે. જેના ભાગરૂપે ગુજરાત એસ.ટી. નિગમ દ્વારા રાજયમાં આવતીકાલ તા.૨૦મી મેથી સંપૂર્ણ સોશિયલ ડિસ્ટન્સ સાથે રાજ્યના પાંચ ઝોનમાં સવારના ૮ થી સાંજના ૬ કલાક સુધી નાગરિકોને પરિવહન સેવાઓ પૂરી પાડવામાં આવનાર છે.

રાજ્યભરમાં ૧૧૪૫ શીડ્યુલ અને ૭૦૩૩ ટ્રીપથી એસ.ટી. બસોનું સંચાલન કરવામાં આવશે. જેમાં કોઈ પણ રૂટ કન્ટેન્ટમેન્ટ વિસ્તારમાંથી પસાર થશે નહિ.


Monday, 18 May 2020

CM Issued Guidelines For Lockdown 4.0 In Gujarat


મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્યમાં સૌ નાગરિકોનો કોરોના મહામારીના સંક્રમણ નિયંત્રણ માટેના પગલાંઓમાં સહયોગ-સહકાર માટે આભાર વ્યકત કર્યો છે.

તેમણે આ સંદર્ભમાં કહ્યું કે, પ૪ દિવસથી લોકડાઉનની સ્થિતીમાં નિયમોના અનુપાલન કોરોના વોરિયર્સ એવા તબીબો, પોલીસ, નર્સ સ્ટાફ, સફાઇ કર્મીઓની સેવા ભાવનાને પણ તેમણે બિરદાવી હતી.

મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, લોકડાઉન ૧,ર અને ૩ ના નિયમોના પાલન બાદ હવે લોકડાઉન-૪ માટે કેન્દ્ર સરકારે રાજ્ય સરકારોને ગ્રીન, રેડ, યલો, ઓરેન્જ ઝોનના આધારે લોકડાઉન અનુપાલન કરવા સૂચવેલું છે.