Sunday, 17 May 2020

4688 Works In Progress Under Third Phase Of SSJA


Chief Minister of the state Mr. Vijay Rupani envisioned the SujalamSufalam Jal Abhiyan in order to increase the state’s water holding capacity through sustainable methods.

Providing details of the third phase of SSJA, Secretary to CM Mr.Ashwani Kumar said, “ 916 works have been completed and 4688 are under progress in 33 districts of Gujarat.

Friday, 15 May 2020

CM: 10 Lakh People Operating Small Businesses In Gujarat To Benefit From Aatmanirbhar Gujarat Sahay Yojana


કોરોના મહામારીના જંગમાં દેશના સામાન્ય લોકોને સહાયરૂપ થવા કેન્દ્ર સરકાર દ્વારા રૂ. ર૦ લાખ કરોડના પેકેજ સાથે આત્મનિર્ભર ભારત અભિયાનની જાહેરાત કરવામાં આવી છે. જેના ભાગરૂપે ગુજરાતના તમામ નાના વ્યવસાયકારોને મદદરૂપ થઇ શકાય તે હેતુથી મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ આત્મનિર્ભર ગુજરાત સહાય યોજના જાહેર કરી છે.

મુખ્યમંત્રીશ્રીએ રાજ્યમાં નાના વ્યવસાયકારો, દુકાનદારો, સ્ટ્રીટ વેન્ડર, ઓટો ડ્રાયવર સહિતના વ્યકિતગત ધંધા-વેપાર કરતા અને કારીગરોને લોકડાઉનની સ્થિતીમાંથી પૂન: બેઠા કરવા જાહેર કરેલી આ આત્મનિર્ભર ગુજરાત સહાય યોજના માટેના અરજી ફોર્મ આગામી તા. ર૧મી મે થી અપાશે.

68 Lakh BPL Families to Get Free Food Grains From 17th May,2020


મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ નિર્ણય કર્યો છે કે, વિશ્વવ્યાપી કોરોના વાયરસ કોવિડ-19ની સ્થિતીને કારણે પ્રવર્તમાન લોકડાઉનની પરિસ્થિતીમાં રાજ્યના NFSA અને અંત્યોદય એવા કુલ ૬૮.૮૦ લાખ ગરીબ પરિવારોને સતત બીજીવાર મે મહિના માટે પણ વિનામૂલ્યે અનાજ વિતરણનો આગામી તા. ૧૭મી મે રવિવારથી પ્રારંભ કરવામાં આવશે.

મુખ્યમંત્રીશ્રીના સચિવ શ્રી અશ્વિનીકુમારે આ અંગેની વિગતો આપતાં જણાવ્યું કે, આ વિતરણ વ્યવસ્થા અમદાવાદ શહેર સિવાય સમગ્ર રાજ્યમાં તા.૧૭થી તા. ર૬ મે દરમ્યાન ચાલુ રહેશે.

Tuesday, 12 May 2020

CM Congratulates Nurses For Their Devotion To Services In The Current Situation Of COVID-19 Outbreak


મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ કોરોના સંક્રમિતોની સેવા-સુશ્રુષામાં દિવસ-રાત જોયા વિના રાજ્યની હોસ્પિટલોમાં અવિરત ફરજરત પરિચારિકા નર્સ બહેનો પ્રત્યે તા. ૧રમી મે ઇન્ટરનેશનલ નર્સીસ ડે અવસરે કૃતજ્ઞતા વ્યકત કરી વિડીયો સંવાદ કર્યો હતો.

મુખ્યમંત્રીશ્રીએ આ નર્સ બહેનો પ્રવર્તમાન કોરોના વાયરસ સંક્રમણના કપરા કાળમાં પોતાના ઘર-પરિવાર બાળકો ભુલી જઇને માત્ર રોગી-દર્દીની સુશ્રુષા સેવાનો જે કર્તવ્ય પરાયણ ભાવ દર્શાવી રહી છે તેની વિશેષ નોંધ લઇ અભિનંદન આપ્યા હતા.

Monday, 11 May 2020

CM Launched The Country’s First Hot Air Seam Sealing Machine Through Video Conference


કોરોના વાયરસના સંક્રમણનો ભોગ બનેલા વ્યકિતઓની સારવાર-સુશ્રુષામાં જોડાયેલા તબીબો-પેરામેડિકલ જેવા રિયલ કોરોના વોરિયર્સની સંપૂર્ણ આરોગ્ય રક્ષા કવચનું એક નવિન કદમ દેશભરમાં પ્રથમવાર રાજકોટથી ગુજરાતે ઉઠાવ્યું છે.

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ આવા તબીબો-પેરામેડિકલ સ્ટાફની રક્ષા માટે ઉપયોગમાં લેવાતા પર્સનલ પ્રોટેકટીવ ઇકવીપમેન્ટ PPEને સ્પેશ્યલાઇઝડ ટેપથી સંપૂર્ણ સુરક્ષિત બનાવતા ભારતના સૌ પ્રથમ હોટ એર સીમ સિલીંગ મશીનનું લોચીંગ ગાંધીનગરથી વિડીયો કોન્ફરન્સના માધ્યમથી સંપન્ન કર્યુ હતું.

A Dedicated State Government To Ensure The Provision Of Free Food Grains To Apl-1 Families


મુખ્યમંત્રીશ્રીના સચિવ શ્રી અશ્વિનીકુમારે જણાવ્યું છે કે કોરોનાની મહામારીમાં કોઈપણ વ્યક્તિ ભૂખ્યું ન સુવે એવો રાજ્ય સરકારનો નિર્ધાર છે. રાજ્યના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ પણ આ માટે ખાસ ધ્યાન કેન્દ્રિત કરીને ૧લી મે, ગુજરાત સ્થાપના દિનથી રાજ્યના ૬૧ લાખ APL-1 પરિવારોને ૧૦ કિલો ઘઉં, ત્રણ કિલો ચોખા, એક કિલો ખાંડ અને એક કિલો દાળ આપવાની જાહેરાત કરી હતી. તેનો બીજો તબક્કો એટલે મે માસનો જથ્થો પણ એ જ રીતે તમામને વિનામૂલ્યે પૂરો પાડવામાં આવશે.

Saturday, 9 May 2020

CM Extends Electricity Bill Payment Due Date Following Lockdown Situation


Chief Minister Shri Vijaybhai Rupani has made an important decision for electricity users in the state. As per this decision, the deadline for payment of electricity bills for the month of March-April has been extended till May 30, 2020 to the electricity customers of all the electricity distribution companies in the state.