Monday, 20 April 2020

8 Senior Secretaries to Oversee Management for Curbing Covid-19 In Gujarat: CM


મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ સમગ્ર રાજ્યમાં વધી રહેલા કોરોના વાયરસ કોવિડ-૧૯ના સંક્રમણને નિયંત્રણમાં રાખવા સાથે સારવારમાં એકસૂત્રતા અને સંકલન માટે રાજ્યના ૮ જેટલા વરિષ્ઠ IAS અધિકારીઓને વધારાની જવાબદારી સોંપી છે.

મુખ્યમંત્રીશ્રીએ કોરોના વાયરસ કોવિડ-૧૯ના સંક્રમિત વ્યકિતઓને શોધી કાઢવા સઘન ટેસ્ટીંગ અને પોઝિટીવ કેસોની ગહન સારવાર સુશ્રુષા માટેનું સંકલન કરીને રાજ્યમાં કોરોના નિયંત્રણમાં રાખવાની વ્યૂહરચના ઘડી છે.

મુખ્યમંત્રીશ્રીએ આ હેતુસર મુખ્ય સચિવ શ્રી અનિલ મૂકીમ અને મુખ્યમંત્રીશ્રીના મુખ્ય અગ્ર સચિવ શ્રી કૈલાસનાથન સાથે અગત્યની બેઠક યોજીને આ વરિષ્ઠ અધિકારીઓને તાત્કાલીક અસરથી જવાબદારીઓ સોંપવાના આદેશો કર્યા છે.


Saturday, 18 April 2020

66 Lakh NFSA Card Holders to Get Rs.1000 as Financial Aid For April : CM


મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલે પ્રવર્તમાન લોકડાઉનની સ્થિતીમાં રાજ્યના ગરીબ, શ્રમજીવી પરિવારોને આર્થિક આધાર આપતો એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે.

આ નિર્ણય અનુસાર, રાજ્યમાં ૬૬ લાખ જેટલા ગરીબ, મધ્યમવર્ગીય, શ્રમિકોના પરિવારો-કાર્ડધારકો જેઓ રાષ્ટ્રિય અન્ન સુરક્ષા ધારા NFSA અન્વયે અનાજ મેળવવા પાત્રતા ધરાવે છે તેમના બેન્ક ખાતામાં સોમવાર તા. ર૦ એપ્રિલથી રાજ્ય સરકાર રૂ. ૧ હજારની રકમ જમા કરાવશે.

Thursday, 16 April 2020

Industrial and Commercial Activities to Resume from 20th April, 2020 In Accordance with Guidelines Issued by Government of India: CM



વિશ્વવ્યાપી મહામારી કોરોનાના વધતા સંક્રમણ અટકાવવાની તકેદારી રૂપે ભારત સરકારે લોકડાઉનનો સમયગાળો ૩ મે સુધી લંબાવ્યો છે. ગુજરાત રાજ્યમાં પણ તા. ૩ મે સુધી લોકડાઉન અમલમાં રહેવાનું છે.

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ ભારત સરકારે વાણિજ્યીક અને ઊદ્યોગ એકમો સંબંધિત છૂટછાટો તા. ર૦ એપ્રિલથી અમલમાં આવે તે રીતે જાહેર કરી છે તેના અનુસંધાને ગુજરાતમાં પણ આવી છૂટછાટો આપવાનો નિર્ણય કર્યો છે.

મુખ્યમંત્રીશ્રીના સચિવ શ્રી અશ્વિનીકુમારે આ નિર્ણયની વિસ્તૃત ભૂમિકા આપી હતી.

Sunday, 12 April 2020

Friday, 10 April 2020

Free Food Grain Distribution for 60 Lakh Non NFSA APL-1 Card Holders to Begin From 13th April: CM


મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલની અધ્યક્ષતામાં ગત બુધવાર તા. ૮ એપ્રિલે મળેલી વિડીયો કોન્ફરન્સીંગ કેબિનેટ બેઠકમાં રાજ્યના ૬૦ લાખથી વધુ APL-1 રેશન કાર્ડધારકો-મધ્યમવર્ગીય પરિવારોને એપ્રિલ માસ પૂરતું વિનામૂલ્યે અનાજ વિતરણનો નિર્ણય કરવામાં આવ્યો હતો.

આ પ્રજાહિતલક્ષી ક્રાંતિકારી નિર્ણયના પગલે હવે, રાજ્યભરમાં આગામી તા. ૧૩ એપ્રિલ-ર૦ર૦ થી ૧૭ હજાર જેટલી સરકાર માન્ય સસ્તા અનાજની દુકાનો પરથી ૬૦ લાખ APL-1 કાર્ડધારકો એટલે કે ર.પ૦ થી ૩ કરોડ જેટલા મધ્યમવર્ગીય લોકોને વિનામૂલ્યે અનાજ વિતરણનો પ્રારંભ કરવામાં આવશે.

Thursday, 9 April 2020

Up to 31 private hospitals will be designated as COVID-19 hospitals in 26 districts of the state


મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલની અધ્યક્ષતામાં મળેલી રાજ્ય મંત્રીમંડળની વિડીયો કોન્ફરન્સીંગ કેબિનેટ બેઠકે રાજ્યમાં કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા અને કોરોના કોવિડ-19 અસરગ્રસ્તોની સઘન સારવાર સુશ્રુષા માટે રાજ્યના ર૬ જિલ્લાઓમાં ૩૧ જેટલી હોસ્પિટલોને ડેઝિગ્નેટેડ કોવિડ-19 હોસ્પિટલ તરીકે કાર્યરત કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે.

આ હોસ્પિટલો એપીડેમિક એકટ ૧૮૯૭ અને ધી ગુજરાત એપીડેમિક કોવિડ-19 રેગ્યુલેશન ર૦ર૦ અંતર્ગત કાર્યરત કરવામાં આવી છે.

મુખ્યમંત્રીશ્રીના સચિવ શ્રી અશ્વિનીકુમારે રાજ્ય મત્રીમંડળના આ મહત્વપૂર્ણ નિર્ણયની વિગતો પ્રચાર માધ્યમોને આપી હતી.

Tuesday, 7 April 2020


મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ કોરોના વાયરસની પ્રવર્તમાન સ્થિતીમાં પોતાના આરોગ્યનું જોખમ વ્હોરીને કોરોના સંદર્ભે ફરજ બજાવતા સરકારી કર્મચારીઓ માટે સંવેદનાપૂર્ણ નિર્ણય કર્યો છે.

આ નિર્ણય અનુસાર, રાજ્ય સરકારના કોઈપણ કર્મચારી જે કોરોના વાયરસ કૉવિડ-19 ની કામગીરી સાથે સંકળાયેલા હોય અને કોરોના અસરગ્રસ્ત થવાથી કૉવિડ-19 ના કારણે તેનું અવસાન થાય તો રાજ્ય સરકાર આવા કર્મચારીના પરિવારને ૨૫ લાખ રૂપિયાની સહાય રાજ્ય સરકાર આપશે.