Saturday, 4 April 2020

Over 59-Lakh or 90% of 65-Lakh Eligible Ration Card Holders in Gujarat Took Benefit of Free Ration for Month of April-2020 on First Four Days


કોરોના વાયરસની પ્રવર્તમાન પરિસ્થિતીમાં જાહેર થયેલા લોકડાઉન દરમિયાન રાજ્યના અંત્યોદય અને પી.એચ.એચ. રેશનકાર્ડ ધરાવતા ૬૬ લાખ પરિવારોને વિનામૂલ્યે અનાજ વિતરણ કરવાનો રાજ્ય સરકારનો સંવેદનશીલ અભિગમ વ્યાપક સફળતા પામ્યો છે.

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ ગરીબ, શ્રમજીવી અને અંત્યોદય પરિવારોને વર્તમાન પરિસ્થિતીમાં ભૂખ્યા સૂવું ન પડે તે માટે રાષ્ટ્રિય અન્ન સુરક્ષા ધારા અન્વયે અનાજ મેળવવા પાત્રતા આ ૬૬ લાખ પરિવારોને એપ્રિલ માસ પૂરતું ઘઉં, ચોખા અને દાળ તેમજ ખાંડ અને મીઠું વિનામુલ્યે આપવાના દિશાનિર્દેશો અન્ન અને નાગરિક પુરવઠા વિભાગને આપ્યા હતા તે અન્વયે તા. ૧ એપ્રિલથી ૧૭ હજાર સસ્તા અનાજની દુકાનો પરથી હાથ ધરવામાં આવ્યું છે.

CM, DCM attend Testing of Dhaman-1 on Patient at Civil Hospital In Ahmedabad


વિશ્વવ્યાપી મહામારી કોરોના વાયરસ કોવિડ-૧૯ ના રોગગ્રસ્તોને સારવાર દરમ્યાન શ્વાચ્છોશ્વાસ માટે અત્યંત જરૂરી વેન્ટીલેટરની વ્યાપક વૈશ્વિક માંગના તારણોપાય રૂપે ગુજરાતે આગવી ગૌરવ સિદ્ધિ મેળવી છે.

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીના વતન શહેર-રાજકોટની એક ખાનગી ઉત્પાદન કંપનીએ માત્ર ૧૦ દિવસમાં જ તૈયાર કરેલા વેન્ટીલેટર ‘ધમણ-૧’ની સફળતાનું નિરીક્ષણ અમદાવાદ સિવીલ હોસ્પિટલ સંકુલની કોરોના કોવિડ હોસ્પિટલ ખાતે મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલે શનિવારે કર્યુ હતું.

Friday, 3 April 2020

GUJ CM Shri Vijaybhai Rupani decided to Provide Free 25,000 N-95 Masks to Private Doctors


રાજ્યમાં કોરોના વાયરસ કોવિડ-૧૯ની વર્તમાન સ્થિતીમાં સરકારી તબીબો, પેરામેડીકલ સ્ટાફ, નર્સ અને આરોગ્યકર્મીઓ સતત ખડેપગે સેવારત છે.

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ આવા સેવાકર્મીઓ સાથો સાથ રાજ્યમાં નાગરિકોની આરોગ્ય સેવા માટે કાર્યરત રહેલા ખાનગી તબીબોની હેલ્થ સેફટી માટે એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે.

મુખ્યમંત્રીશ્રીના સચિવ શ્રી અશ્વિનીકુમારે આ નિર્ણયની ભુમિકા આપતાં કહ્યું કે, કોરોના વાયરસના દરદીઓની સારવાર-સુશ્રુષામાં જોડાયેલા સરકારી તબીબો, આરોગ્ય રક્ષાકર્મીઓ, પેરામેડિકલ અને નર્સ વગેરેની સેવાઓ અતિ આવશ્યક છે.

આવા સેવા કર્મીઓને પોતાના આરોગ્યનું કોઇ જોખમ ઊભું ન થાય તે માટે મુખ્યમંત્રીશ્રીએ રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા આવા સરકારી તબીબી, મેડિકલ સ્ટાફ વગેરેની આરોગ્ય સુરક્ષાના પુરતો પ્રબંધ કરાવેલો છે.

Wednesday, 1 April 2020

Free Ration Distribution Started Through Fair Price Shops to PHH and ANTYODAY Families Across the State


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ કોરોના વાયરસની પ્રવર્તમાન પરિસ્થિતીમાં સમગ્ર દેશમાં ર૧ દિવસના જાહેર કરેલા લોકડાઉનના પગલે મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્યમાં શ્રમજીવી વર્ગો અને રોજનું કમાઇને રોજ ખાનારા અને જીવનનિર્વાહ કરનારા પરિવારો પ્રત્યે સંવેદના દાખવી એક મહત્વપૂર્ણ નિર્ણય તાજેતરમાં કર્યો છે.

આવા ગરીબ, શ્રમજીવીઓના કુલ ૬૬ લાખ જેટલા પરિવારોના ૩.રપ કરોડ લોકોને આ લોકડાઉન દરમિયાન ખાવા-પીવાની ચીજવસ્તુ અને અનાજની કોઇ તકલીફ ન પડે તે માટે અંત્યોદય અને પી.એચ.એચ. રેશનકાર્ડ ધારક પરિવારોને ૧ એપ્રિલથી એક મહિના માટે સમગ્ર રાજ્યની સરકાર માન્ય સસ્તા અનાજની દુકાન પરથી ઘઉં, ચોખા, ખાંડ, દાળ અને મીઠું વિનામૂલ્યે આપવાની તેમણે સંવેદના દર્શાવી છે.

Gujarat CM Shri Vijaybhai Rupani announce Free Foodgrains for Poor During Lockdown


મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ કોરોના વાયરસ કોવિડ-૧૯ની પ્રવર્તમાન સ્થિતીમાં જાહેર થયેલા રાષ્ટ્રવ્યાપી લોકડાઉનને પગલે ગરીબો, અંત્યોદય પરિવારો, નિરાધારોને ભૂખ્યા ન સુવું પડે તે માટે વિનામૂલ્યે અનાજ વિતરણ વ્યવસ્થા સુનિશ્ચિત કરી છે.

આ સંદર્ભમાં રાજ્યના અંત્યોદય અને P.H.H રેશન કાર્ડ ધરાવતા ૬૬ લાખ પરિવારોના ૩.રપ કરોડ લોકોને આવતીકાલ, ૧ એપ્રિલ-ર૦ર૦થી ૧૭૦૦૦ જેટલી સરકાર માન્ય સસ્તા અનાજની દુકાનો પરથી ઘઉં, ચોખા, ખાંડ, મીઠું અને દાળનું એપ્રિલ માસ પૂરતું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવશે.

મુખ્યમંત્રીશ્રીના સચિવ શ્રી અશ્વિનીકુમારે આ અંગેની વિગતો આપતાં સ્પષ્ટપણે જણાવ્યું કે, આ અનાજ વિતરણ વ્યવસ્થામાં પણ સોશિયલ ડિસ્ટન્સનો અભિગમ નાગરિકોની આરોગ્ય સલામતિ હેતુસર જાળવવાની તાકીદ સસ્તા અનાજના દુકાનધારકોને અને તંત્રવાહકોને મુખ્યમંત્રીશ્રીએ કરી છે.

66 Lakh Families to get Essential Commodities from Rationing Shops in Gujarat


મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ કોરોના વાયરસના સંક્રમણ સામે સતર્કતા રૂપે દેશભરમાં જાહેર થયેલા ર૧ દિવસના લોકડાઉનની સ્થિતીમાં રાજ્યના અંત્યોદય-શ્રમજીવી અને પી.એચ.એચ. રેશનકાર્ડ ધારકોને ખાદ્ય અન્ન વિનામૂલ્યે તા. ૧ એપ્રિલથી વિતરણ કરવા કરેલી જાહેરાતનો રાજ્યભરમાં અમલ શરૂ થઇ ગયો છે.

મુખ્યમંત્રીશ્રીના સચિવ શ્રી અશ્વિનીકુમારે આ અંગેની વિગતો સાથે રાજ્યમાં આવશ્યક ચીજવસ્તુઓના પૂરવઠા-ઉપલબ્ધિની વિગતો પ્રચાર માધ્યમો સમક્ષ આપી હતી.

તેમણે કહ્યું કે, રાજ્યની ૧૭ હજાર જેટલી સરકાર માન્ય સસ્તા અનાજની દુકાનો પરથી વિનામૂલ્યે વિતરણ માટે ઘઉં, ખાંડ અને ચોખાનો સંપૂર્ણ જરૂરિયાત મુજબનો જથ્થો પહોચાડી દેવાયો છે.

Gujarat CM Vijay Rupani acquaints himself about 1,200-Bed Isolation Hospital at Ahmedabad


મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ આજે અમદાવાદમાં સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં યુધ્ધના ધોરણે ઉભી કરાયેલી  કોરોના માટેની અલાયદી હોસ્પિટલની જનસંવાદ કેન્દ્રના માધ્યમથી જાત માહિતી મેળવી હતી.
મુખ્યમંત્રીશ્રીએ આજે નવી સિવિલ હોસ્પિટલ ખાતે કોરોનાની સારવાર- સુશ્રૂષા માટે ઉભી કરાયેલ સુવિધાઓની જાણકારી મેળવવા માટે જનસંવાદ કેન્દ્ર માધ્યમથી સીધા સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટશ્રી ડો. જી. એચ. રાઠોડ સાથે સંવાદ સાધી હોસ્પિટલમાં ઉભી કરવામાં આવેલી સુવિધાઓ- સગવડોની જાણકારી મેળવી  મેળવી હતી.

સિવિલ સુપ્રિન્ટેન્ડેન્ટશ્રી ડો. જી. એચ. રાઠોડે નવી સિવિલ હોસ્પિટલ ખાતે ઉભી કરાયેલ ૧૨૦૦ બેડની હોસ્પિટલની તલસ્પર્શી વિગતો મુખ્યમંત્રીશ્રીને જણાવી હતી.