મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ કોરોના વાયરસના સંક્રમણ સામે સતર્કતા રૂપે દેશભરમાં જાહેર થયેલા ર૧ દિવસના લોકડાઉનની સ્થિતીમાં રાજ્યના અંત્યોદય-શ્રમજીવી અને પી.એચ.એચ. રેશનકાર્ડ ધારકોને ખાદ્ય અન્ન વિનામૂલ્યે તા. ૧ એપ્રિલથી વિતરણ કરવા કરેલી જાહેરાતનો રાજ્યભરમાં અમલ શરૂ થઇ ગયો છે.
મુખ્યમંત્રીશ્રીના સચિવ શ્રી અશ્વિનીકુમારે આ અંગેની વિગતો સાથે રાજ્યમાં આવશ્યક ચીજવસ્તુઓના પૂરવઠા-ઉપલબ્ધિની વિગતો પ્રચાર માધ્યમો સમક્ષ આપી હતી.
તેમણે કહ્યું કે, રાજ્યની ૧૭ હજાર જેટલી સરકાર માન્ય સસ્તા અનાજની દુકાનો પરથી વિનામૂલ્યે વિતરણ માટે ઘઉં, ખાંડ અને ચોખાનો સંપૂર્ણ જરૂરિયાત મુજબનો જથ્થો પહોચાડી દેવાયો છે.
0 comments:
Post a Comment