Thursday, 26 May 2022

Free Bamboo distribution to Vanbandhu of the tribal area


રાજપીપલા,ગુરૂવાર:- મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના ૧૪ જિલ્લાના આદિજાતિ બાંધવોને વાંસ આધારિત રોજગારી આપી આત્મનિર્ભર બનાવવાની નવતર પહેલના ભાગરૂપે, અંબાજીથી ઉમરગામ સુધીના સમગ્ર આદિજાતિ બેલ્ટના વનબંધુઓને રૂ. ર૦ કરોડના ૪ર લાખ વાંસના વિનામૂલ્યે વિતરણનો ડેડીયાપાડાથી પ્રારંભ કરાવ્યો હતો.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, ‘ગ્રીન ગોલ્ડ’ એવા વાંસના ઉછેર અને વાંસ-ઉદ્યોગની ઇકોસિસ્ટમ ઉભી કરવાની ગુજરાતે દિશા લીધી છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ વાંસને વૃક્ષ ગણવાના ૯૦ વર્ષ જૂના કાયદાને દૂર કરીને આદિજાતિઓના સર્વગ્રાહી વિકાસના નવા દ્વાર ખોલી આપ્યા છે જેને પગલે દેશના અનેક રાજ્યોમાં ‘બામ્બુ ઇન્ડસ્ટ્રી’- વાંસ આધારિત ઉદ્યોગોનો વિકાસ થઇ રહ્યો છે, તેમ તેમણે ઉમેર્યું હતું.

ગુજરાતીમાં વધુ વાંચો: વનબંધુઓને ડેડીયાપાડાથી ૪ર લાખ વાંસના વિનામૂલ્યે વિતરણ

 

Tuesday, 24 May 2022

CM launches Krushi Vaividhyakaran Scheme 2022


મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના અંબાજીથી ઉમરગામ સુધીના આદિવાસી બેલ્ટમાં વસતા આદિજાતિ ખેડૂતોની ખેત આવકમાં વધારો કરી ખેતી વૈવિધ્યપૂર્ણ અને સસ્ટેઇનેબલ બનાવવાની નેમ વ્યક્ત કરી છે.

મુખ્યમંત્રીશ્રીએ રાજ્યના આ ૧૪ જિલ્લાઓના ૧ લાખ ર૩ હજાર જેટલા આદિજાતિ ખેડૂતોને કૃષિ વૈવિધ્યકરણ યોજના ૨૦૨૨-૨૩ અન્વયે ખાતર-બિયારણ કિટ્સ વિતરણનો ગાંધીનગરથી વર્ચ્યુઅલ પ્રારંભ કરાવ્યો હતો.

કૃષિ વૈવિધ્યકરણની આ યોજના અંતર્ગત આ વર્ષે ખરીફ સિઝન માટે ઉત્તર અને મધ્ય ગુજરાતના સાત જિલ્લાના ૭પ હજાર જેટલા આદિજાતિ ધરતીપુત્રોને મકાઇનું બિયારણ અને ખાતર કિટ વિતરણ કરાશે.

ગુજરાતીમાં વધુ વાંચો: આદિવાસી ખેડૂતો માટે કૃષિ વૈવિધ્યકરણ યોજના ર૦રર-ર૩ નો પ્રારંભ

 

Sunday, 22 May 2022

Appointment letters to Anganwadi Workers

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલે ભારપૂર્વક જણાવ્યું છે કે, રાજ્યની મહિલાઓ અને બાળકોના વિકાસ માટે સમાજ અને સરકારની વિશેષ જવાબદારી છે. મહિલાઓના સર્વાંગી વિકાસ માટે એક હજાર દિવસની કાળજી, માં-બાળક આજીવન રાજી એ ધ્યેયને સાકાર કરવા રાજ્ય સરકારે બજેટમાં રૂ. ૮૦૦ કરોડની ફાળવણી કરી છે. જેમાં સુપોષિત માતા – સ્વસ્થ બાળક યોજના હેઠળ એક હજાર દિવસ સુધી સગર્ભા બહેનોને પોષક આહાર આપવાનો રાજ્ય સરકારે મહિલાલક્ષી ઉદ્દાત નિર્ણય કર્યો છે.

મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ તેમના વડાપ્રધાન તરીકેના કાર્યકાળના પ્રથમ દિવસથી જ દેશ અને દુનિયાને બતાવી દીધું છે કે, દ્રઢ નિર્ણય શક્તિ અને સૌને સાથે લઇ વિકાસની ગતિ કેમ બમણી કરી શકાય. તેમણે સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌના પ્રયાસથી ગુજરાત પણ વડાપ્રધાનશ્રીના દિશાદર્શનમાં વિકાસ તરફ વધુ તેજ ગતિથી આગળ વધે તેવો અમારી ટીમનો પ્રયાસ છે.

ગુજરાતીમાં વધુ વાંચો: આંગણવાડી કાર્યકર-તેડાગરો બહેનોને નિમણૂંક પત્ર

 

Friday, 20 May 2022

Nomadic Caste Accommodations and Hostel at Kakar

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના કાકર ખાતે વિચરતી જાતિની વસાહત અને છાત્રાલયનું લોકાર્પણ કર્યુ હતું. એક જગ્યાએથી બીજી જગ્યાએ ખુલ્લા આકાશ નીચે જીવન જીવતા ઘરવિહોણા વિચરતી જાતિના પરિવારોને કાકરના વાદીપૂરા ખાતે મુખ્યમંત્રીશ્રીએ મકાનની ચાવી અર્પણ કરી ગૃહ પ્રવેશ કરાવતાં હવે તેમને કાયમી સરનામું મળ્યું છે.

આ પ્રસંગે મુખ્ય મંત્રીશ્રીએ જણાવ્યું કે, આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આપેલા વિકાસ મંત્ર, સૌનો સાથ… સૌનો વિકાસ અને સૌના વિશ્વાસ સાથે આ સરકાર કામ કરે છે. તેમણે કહ્યું કે રાજ્ય સરકારની ઘણી બધી યોજનાઓ છે પરંતુ વિચરતી જાતિ માટે કામ કરવાથી વિશેષ આત્મસંતોષ મળે છે.

ગુજરાતીમાં વધુ વાંચો: કાંકરેજ તાલુકાના કાકર ખાતે વિચરતી જાતિની વસાહત અને છાત્રાલયનું લોકાર્પણ 

Wednesday, 18 May 2022

Adequate Drinking Water to the Citizens


મુખ્યમંત્રીશ્રીએ આ નગરોમાં હાલના બેઇઝ ઇયર મુજબ આગામી ર૦પ૧-પર ના વર્ષની અંદાજિત વસ્તીની પાણી જરૂરિયાત ધ્યાને રાખીને પાણી પુરવઠાની આ યોજનાઓ માટેની ગુજરાત શહેરી વિકાસ મિશન દ્વારા રજુ કરાયેલી દરખાસ્તોને અનુમતિ આપી છે.

GUDM દ્વારા મુખ્યમંત્રીશ્રી સમક્ષ જે ચાર નગરો માટે પાણી પુરવઠા યોજનાના કામોની દરખાસ્ત રજુ કરવામાં આવી હતી તેમાં માંગરોળ માટે રૂ. રર.૬૪ કરોડ, વંથલી માટે રૂ. ૭.ર૧ કરોડ, ઓખા માટે રૂ. પ.૬૯ કરોડ અને માણાવદર માટે રૂ. ૯.પપ કરોડના કામોનો સમાવેશ કરવામાં આવેલો છે.

ગુજરાતીમાં વધુ વાંચો: રાજ્યના નગરોમાં પીવાનું પૂરતું પાણી નાગરિકોને પહોંચાડવાની મુખ્યમંત્રીશ્રીની પ્રતિબદ્ધતા

Thursday, 12 May 2022

Houses for the People of Nomadic Tribes

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે વિચરતી અને વિમુકત જાતિના લોકો સહિત વંચિત, છેવાડાના માનવી, અંત્યોદય પરિવારોને વિકાસની મુખ્ય ધારામાં લાવવાની વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીની પ્રતિબદ્ધતા સાકાર કરવામાં ગુજરાત અગ્રેસર રહેશે તેવી નેમ વ્યક્ત કરી છે.

આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, આવી વિચરતી જાતિઓને પાણી, લાઇટ, રસ્તાની સુવિધા સાથે પાકા આવાસ, તેમના બાળકોને શિક્ષણ અને અન્ય માળખાકીય સુવિધા આપવામાં સરકાર સદાય તત્પર છે.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે રાજકોટ જિલ્લાના રામપરા બેટીમાં વિચરતી અને વિમુકત જાતિના ૬પ પરિવારોને ‘‘વગડામાંથી વ્હાલપની વસાહત’’ અંતર્ગત આવાસોની ફાળવણી કરી હતી.

ગુજરાતીમાં વધુ વાંચો: રાજકોટ ખાતે વિચરતી જાતિના લોકો માટે મકાનો અર્પણ 

Wednesday, 4 May 2022

Chhota Udaipur Development works


મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે સ્પષ્ટ મત વ્યક્ત કર્યો છે કે હરેક સમાજ, જાતિ, વંચિત, પીડિત, શોષિત કે અંતરિયાળ વિસ્તારો સુધી સરકારની યોજનાઓનો લાભ સુપેરે પહોચાડી આપણે ગુજરાતને વિકાસનું ગ્રોથ એન્જીન બનાવ્યું છે.

વિકાસની ખૂટતી તમામ કડી પૂર્ણ કરી આદિજાતિ વિસ્તારોને પણ વિકાસની મુખ્યધારામાં લાવ્યા છીયે. હજુ પણ જરૂરિયાત મુજબના કામો પૂર્ણ કરવા રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે તેમ તેમણે ઉમેર્યુ હતું.

આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના માર્ગદર્શન અને વિઝનરી લીડરશીપમાં વિકાસની રાહે તેજ ગતિએ દોડતું ગુજરાત આજે એટલે જ દેશ-દુનિયામાં વિકાસનું ગ્રોથ એન્જીન સમું રોલ મોડેલ છે.

ગુજરાતીમાં વધુ વાંચો: છોટાઉદેપૂરમાં ૭૦ વિકાસ કામોની ભેટ આપતાં મુખ્યમંત્રીશ્રી