Tuesday, 16 June 2020

Under cm’s guidance gujarat’s msme units get rs. 2428-cr bank loans in just 15-day time


મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ કોવિડ-19 કોરોના વાયરસની સ્થિતી પછી ઉદભવનારી સ્થિતીમાં MSME એકમોને પૂન: ચેતનવંતા કરવાના કરેલા બહુવિધ આયોજનની ફલશ્રુતિ રૂપે રાજ્યના ૮૭૮૩૪ MSME એકમોએ વિવિધ રાષ્ટ્રિયકૃત બેન્કસને લોન-સહાય માટે કરેલી અરજીઓ માત્ર ૧પ દિવસના વિક્રમ સમયમાં મંજૂર થઇ ગઇ છે.

Monday, 15 June 2020

Gujarat Cm Vijay Rupani Approves 7 Tp Schemes For Ahmedabad, Incuding 6 Draft And 1 Preliminary, As Part Of Atmanirbhar Bharat


મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ પ્રવર્તમાન કોરોના કોવિડ-૧૯ના સંક્રમણ સાથે અને સંક્રમણ સામે જીવન પૂર્વવત બનાવવા અને દેશને આત્મનિર્ભરતાના માર્ગે લઇ જવા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ ‘આત્મનિર્ભર’ ભારતના આપેલા કોલને સાકાર કરવાની દિશામાં એક મહત્વપૂર્ણ કદમ ઉઠાવ્યું છે.

મુખ્યમંત્રીશ્રીએ આત્મનિર્ભરતા માટે અગત્યની એવી આંતરમાળખાકીય-ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુવિધાની વૃદ્ધિની નેમ પાર પાડવા અમદાવાદ સહિત રાજ્યના મહાનગરો વિસ્તારોના આયોજનબદ્ધ વિકાસની નવતર કેડી કંડારી છે.

Wednesday, 10 June 2020

For The Third Year In A Row Sujalam Sufalam Jal Abhiyan’s Fiery Success Under The Guidance Of The Chief Minister


મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીના અધ્યક્ષ સ્થાને મળેલી રાજ્ય મંત્રી મંડળની બેઠકમાં સુજલામ સુફલામ જળ અભિયાનની ત્રીજી કડીમાં મળેલી સફળતાની પ્રસ્તુતિ કરવામાં આવી હતી.

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્યમાં જળસંગ્રહ સ્ત્રોત વધારવા અને પાણીના સ્તર ઊંચા લાવવાનો મહત્વપૂર્ણ સફળ અભિગમ ૨૦૧૮થી સુજલામ-સુફલામ જળ અભિયાન અંતર્ગત અપનાવ્યો છે.

Sunday, 7 June 2020

Gujarat Chief Minister Approves Development Works On Day One Of Unlock-1


મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ પ્રવર્તમાન કોરોના સંક્રમણ સાથે સંક્રમણ સામે જનજીવન ઝડપભેર પૂર્વવત કરવા અનલોક-૧ અંતર્ગત ૧ જૂનથી રાજ્ય સરકારની કચેરીઓ સહિતની બહુધા રોજિંદી કામગીરી શરૂ કરાવી છે.

મુખ્યમંત્રીશ્રીએ કોરોનાના આ કાળમાં પણ વિકાસની ગતિ અટકે નહિ અને આંતરમાળખાકીય સુવિધા સાથોસાથ આવાસ, ઊર્જા, ઊદ્યોગના કામો પણ ત્વરાએ હાથ ધરી રાજ્યની વિકાસયાત્રાને પૂર્વવત વેગવાન બનાવવાના ઉદાત્ત ભાવથી એક જ દિવસમાં રાજ્યમાં મુખ્યમંત્રી ગૃહ યોજના અને પ્રધાનમંત્રી આવાસ યોજના માટે પ૦૮૭પ ચોરસ મીટર જમીન સુરત મહાનગરમાં ફાળવી છે.

Friday, 5 June 2020

Cm Vijay Rupani Announces Rs.200-Crore From Cm Relief Fund To ‘Gujarat Atmanirbhar Package’ To Fight Covid-19


મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ કોરોના કોવિડ-19 મહામારીથી ઉભી થયેલી પ્રતિકૂળ આર્થિક સ્થિતીમાંથી રાજ્યના અર્થતંત્રને પૂન: વેગવંતુ, જનજીવનને ધબકતું કરવા રૂ. ૧૪૦રર કરોડના ગુજરાત આત્મનિર્ભર પેકેજમાં કોરોના સામેની લાંબી લડાઇમાં જીત મેળવવા આરોગ્ય સુવિધાઓ સંગીન બનાવવાનો પણ ઉદાત્ત ભાવ દર્શાવ્યો છે.

મુખ્યમંત્રીશ્રીએ આ હેતુસર કોવિડ-19ની સ્થિતીના સામના માટે મુખ્યમંત્રી રાહતનિધિમાંથી કુલ રૂ. ર૦૦ કરોડ આરોગ્ય વિભાગને અને રાજ્યના ૭ મહાનગરોને ફાળવવાની જાહેરાત કરી છે.

Thursday, 4 June 2020

CM Announces Rs.14,000-Crore ‘Gujarat Atmanirbhar Package’ For Farmers, Traders, Industry To Revive Economy From Covid-19 Crisis


વાણિજ્યિક એકમોને વર્ષ ૨૦૨૦-૨૧ના વાર્ષિક પ્રોપર્ટી ટેક્સના ચુકવણામાં ૨૦%ની માફી આપવામાં આવશે. રૂપિયા ૬૦૦ કરોડની આ માફીનો લાભ રાજ્યના  અંદાજિત ૨૩ લાખ વાણિજ્યિક એકમોને મળશે. જેમાં શહેરી વિસ્તારના તમામ રહેણાંક મિલકતોના વર્ષ ૨૦૨૦-૨૧ના ભરવાના થતા પ્રોપર્ટી ટેક્સજો ૩૧ જુલાઈ ૨૦૨૦ સુધી ચુકવવામાં આવશે તો ૧૦%ની માફી આપવામાં આવશે. જેનો લાભ અંદાજીત ૭૨ લાખ પ્રોપર્ટી ધારકોને થશે અને તેમને રૂ. ૧૪૪ કરોડની રાહત મળશે.


Tuesday, 2 June 2020

Distribution Of Third Installment To Begin June 15, With Social Distancing


મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્યના અંત્યોદય પરિવારોને પ્રવર્તમાન સ્થિતીમાં અનાજ મેળવવામાં કોઇ તકલીફ ન પડે અને કોઇને ભૂખ્યા રહેવું ના પડે તેવી સંવેદના દર્શાવીને એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે.

કોરોના વાયરસને પરિણામે સર્જાયેલી લોકડાઉનની સ્થિતિમાં એપ્રિલ અને મે મહિના દરમિયાન રાજ્યના ૬૮.૮૦ લાખ અંત્યોદય-ગરીબ પરિવારો સરળતાએ વિનામૂલ્યે અનાજ મળી રહે તેવી વ્યવસ્થાઓ તેમણે સુનિશ્વિત કરી હતી.