Thursday, 15 August 2019

GUJ CM Shri Rupani attended state-level celebration of 73rd Independence day at Chhota Udaipur

73rd Independence day at Chhota Udaipur

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ છોટા ઉદેપુર ખાતે રાષ્ટ્ર ધ્વજ ફરકાવીને ૭૩માં આઝાદી પર્વની ઉજવણી કરી છે. અહીં જનશક્તિના અદમ્ય ઉત્સાહ અને ઉમંગ સાથે થયેલી રાજ્ય ઉજવણીથી રાષ્ટ્રચેતનાનો અદ્દભૂત સંચાર થયો છે. મુખ્યમંત્રીશ્રીએ કાશ્મીરમાંથી અનુચ્છેદ ૩૭૦ અને ૩૫-એ કલમ નાબૂદ કરવાના કારણે આ વખતની ૧૫મી ઓગસ્ટની ઉજવણીને ઐતિહાસિક ગણાવી હતી.
ઉક્ત સંદર્ભમાં મુખ્યમંત્રી શ્રી રૂપાણીએ જણાવ્યું કે,  કાશ્મીરમાં ૩૭૦ની કલમ ૩૫એના કારણે જાણે કાશ્મીર ભારતથી અલગ હોય એવું સ્ટેટ બન્યું હોય એવું સમગ્ર દેશને લાગતું હતું. કાશ્મીરના અલગ દરજ્જાએ આપણા દેશમાં અલગતાવાદ ઉભો કર્યો. ર્ડા. શ્યામાપ્રસાદ મુખરજીએ શહાદત વહોરીને કાશ્મીર માટે લડાઇ લડ્યા હતા. કાશ્મીરી ઘાટીમાં સાત સાત દાયકા સુધી અલગતાવાદીઓ આતંકવાદને વધારતા ગયા. ૪૧ હજારથી વધુ નિર્દોષ લોકો આતંકનો ભોગ બન્યા, જાન ગુમાવ્યા. કાશ્મીર સાત દાયકાથી વિકાસથી વંચિત રહ્યું હતું.

0 comments:

Post a Comment