Sunday, 6 June 2021

Development works Worth Rs 232.50 Crore in Rajkot


રાજ્યના મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ સ્પષ્ટપણે જણાવ્યું છે કે રાજ્યના નાગરિકોની મકાન, પાણી, સ્વાસ્થ્ય, સ્વચ્છતા, વાહન વ્યવહાર, શિક્ષણ વગેરે જેવી તમામ પ્રાથમિક જરૂરિયાતો સંતોષવા રાજ્ય સરકાર સદા સંકલ્પબદ્ધ છે.

રાજકોટ ખાતે વિવિધ વિકાસ કામોના લોકાર્પણ પ્રસંગે મુખ્યમંત્રીશ્રીએ  જણાવ્યું હતું કે કોરોનાની ત્રીજી સંભવિત લહેરનો સામનો કરવા માટે રાજ્યસરકાર સંપૂર્ણ સજ્જ અને સજાગ છે. તથા પ્રતિદિન 3 લાખ નાગરિકોનું વેક્સિનેશન કરવા રાજ્ય સરકાર પ્રયત્નશીલ છે, જેમાં નાગરિકોના સહકારની મુખ્યમંત્રીશ્રીએ કામના સેવી હતી.

વધુ વાંચો ગુજરાતીમાં: રૂ. 232.50 કરોડના વિકાસકામોના ઈ-લોકાર્પણ અને ઈ-ખાતમૂહૂર્ત રાજકોટમાં

Friday, 4 June 2021

12 CNG City Bus Services starts Under CM Urban Bus Services


મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ વિશ્વ પર્યાવરણ દિવસે ભરૂચ શહેરના નાગરિકોને ૧૨ સિટી બસની મહત્વપૂર્ણ ભેટ આપી છે.

મુખ્યમંત્રીશ્રી એ ‘સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના’ અંતર્ગત ‘મુખ્યમંત્રી શહેરી બસ સેવા અન્વયે ભરૂચ નગર પાલિકા દ્વારા શરૂ કરાયેલી સિટી બસ સેવાનું આજે ગાંધીનગરથી ઈ-લોકાર્પણ કર્યું હતું. 

મુખ્યંત્રીશ્રીએ કહ્યું કે, ભરૂચના લોકોની સુવિધા માટે તેમજ પર્યાવરણને ધ્યાનમાં રાખીને પ્રદુષણ અટકાવવા માટે સી.એન.જી બસ સેવાનો આજથી પ્રારંભ કરવામાં આવ્યો છે. ભરૂચ શહેરમાં ૯ રૂટ પર કુલ ૧૨ સી.એન.જી શહેરી બસ, સેવા શહેરના નાગરિકો માટે શરૂ કરવામાં આવી છે.

વધુ વાંચો ગુજરાતીમાં: સ્વર્ણિમ જ્યંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના

Ecosystem Restoration Project in Gujarat


મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ સૃષ્ટિ પરના કુદરતી આવરણ-પર્યાવરણના સંતુલનથી અને તેની સુરક્ષાથી ગ્લોબલ વોર્મિંગના તેમજ વૈશ્વિક મહામારીના પડકારો સામે સામુહિક લડાઇ લડી વિજય મેળવવાની નેમ વ્યકત કરી છે.

આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, આપણી આવનારી પેઢી માટે શુદ્ધ વાતાવરણ, ઉજ્જવળ અને સ્વસ્થ ભવિષ્ય આપવાનો સૌએ વિશ્વ પર્યાવરણ દિવસે સંકલ્પ કરવો પડશે.

મુખ્યમંત્રીશ્રી પાંચમી જૂન, વિશ્વ પર્યાવરણ દિવસના ઉપલક્ષ્યમાં વન-પર્યાવરણ વિભાગના સહયોગથી યોજાયેલા સમારોહમાં સંબોધન કરી રહ્યા હતા.

વધુ વાંચો ગુજરાતીમાં: પ્રોજેકટ ફોર ઇકોસિસ્ટમ રિસ્ટોરેશન ઇન ગુજરાતનો પ્રારંભ

Thursday, 3 June 2021

E-launch of 8 New Bus Stands


મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું છે કે, ગુજરાતે સામાન્ય-મધ્યમવર્ગીય-ગરીબ માનવીઓ માટેના પરિવહન સેવા માધ્યમ એસ.ટી.ના બસ મથકોને અદ્યતન એરપોર્ટ જેવા સુવિધાસભર, સુઘડ બસપોર્ટ તરીકે વિકસાવીને એક નવું મોડેલ દેશમાં પ્રસ્થાપિત કર્યુ છે.

આ સંદર્ભમાં તેમણે સ્પષ્ટપણે જણાવ્યું કે અગાઉના જર્જરિત બસ મથકો, ખખડધજ બસીસની સ્થિતીનો અંત લાવી હવે આપણે સમયાનુકુલ સુવિધાસભર વોલ્વો, સ્લીપર કોચ, જી.પી.એસ સિસ્ટમ સાથેની બસ સેવાઓ અને અદ્યતન બસપોર્ટ પ્રજાની સેવામાં આપી રહ્યા છીએ.

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ-એસ.ટી. દ્વારા રાજ્યના પ્રજાજનોની સેવામાં ૪૩.૭ર કરોડ રૂપિયાના વિવિધ લોકાર્પણ-ખાતમૂર્હત ગાંધીનગરથી વિડીયો કોન્ફરન્સ દ્વારા સંપન્ન કર્યા હતા.

વધુ વાંચો ગુજરાતીમાં: રાજ્યમાં 8 નવા બસ મથકોના ઇ-લોકાર્પણ પાંચ એસ.ટી વર્કશોપના ઇ-ખાતમૂર્હત ગાંધીનગરથી

 

Wednesday, 2 June 2021

e-Inaugurates of Districts Panchayat Bhavan of Morbi


મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ સ્પષ્ટપણે જણાવ્યું છે કે, પંચાયત ભવનો, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ પંચાયતી રાજના મંદિર સમાન છે. પંચાયતો મિની સચિવાલય બને તેવી ગાંધીજીની કલ્પનાને સાકાર કરવા રાજ્ય સરકારે ગામડાં તાલુકા અને જિલ્લા કક્ષાએ અત્યાધુનિક, સુવિધાસભર પંચાયત ભવનોના નિર્માણ કર્યા છે.

તેમણે કહ્યું કે, સત્તાના વિકેન્દ્રીકરણ એટલે કે ડીસેન્ટ્રલાઇઝેશન ઓફ પાવરને પરિણામે સ્થાનિક સ્તરે જ વિકાસ કામોના નિર્ણયો થવાથી રાજ્યમાં વિકાસની ગતિને નવી દિશા મળી છે.

વધુ વાંચો ગુજરાતીમાં: મોરબીના જીલ્લા પંચાયત ભવનનું ઈ-લોકાર્પણ

 

3 Lakh free Vaccination to People Everyday


મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્યમાં કોરોનાને ઝડપથી નિયંત્રણમાં લાવવાના ઉદેશ્યથી અને વધુને વધુ લોકોને કોરોનાથી રક્ષણ આપવા આવતીકાલ શુક્રવાર તા. ૪ જૂનથી રાજ્યના તમામ જિલ્લા-તાલુકામાં ૧૮ થી ૪૪ની વયના લોકોને કોરોના વેક્સિનેશન વિનામૂલ્યે આપવાનો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે.

મુખ્યમંત્રીશ્રીના અધ્યક્ષસ્થાને તેમજ શિક્ષણ મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, ઊર્જા મંત્રી શ્રી સૌરભભાઇ પટેલની ઉપસ્થિતીમાં મળેલી કોર કમિટીની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે.

મુખ્યમંત્રીશ્રીએ આ નિર્ણયના સંદર્ભમાં જણાવ્યું કે, રાજ્યમાં મહત્તમ લોકોને કોરોના રસીકરણથી આવરી લઇ કોરોનાને ઝડપથી નિયંત્રણમાં લેવાનો નિર્ધાર કરેલો છે.

વધુ વાંચો ગુજરાતીમાં: દરરોજ કુલ ૩ લાખ લોકોને નિ:શુલ્ક વેક્સિન અપાશે

Tuesday, 1 June 2021

Relief Package against damage to Ports and Fisherman


મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીની અધ્યક્ષતામાં મળેલી કોર કમિટીની બેઠેકે રાજ્યમાં તાજેતરમાં તાઉતે વાવાઝોડાને કારણે ખેતી-બાગાયતી પાકો ઉપરાંત દરિયા કિનારાના સાગરખેડૂ-માછીમારોને થયેલા વ્યાપક નુક્સાનમાંથી તેમને પૂર્ન:બેઠા કરવા અને મત્સ્યોદ્યોગ પ્રવૃતિમાં પૂર્વવત કરવાના હેતુથી સર્વગ્રાહી સમીક્ષા કરીને રૂપિયા ૧૦૫ કરોડનું ઉદારતમ રાહત-સહાય પેકેજ જાહેર કર્યું છે.

નાયબ મુખ્ય મંત્રી શ્રી નિતીનભાઇ પટેલ, ઉર્જામંત્રીશ્રી સૌરભભાઇ પટેલ, મત્સ્યોદ્યોગ મંત્રીશ્રી જવાહરભાઇ ચાવડા અને મુખ્ય સચિવશ્રી અનિલ મૂકીમ, મુખ્યમંત્રીશ્રીના મુખ્ય અગ્રસચિવશ્રી કૈલાસનાથન, એસી.એસ.શ્રી પંકજકુમાર અને વરિષ્ઠ સચિવોની ઉપસ્થિતિમાં મત્સ્યોદ્યોગ અને પશુપાલન સચિવ શ્રી નલિન ઉપાધ્યાય અને કમિશ્નરશ્રી ડી.પી.દેસાઇએ આ કોર કમિટીમાં રજૂ કરેલા વિસ્તૃત પ્રેઝેન્ટેશનની વિવિધ બાબતોનો અભ્યાસ કરીને આ ઉદારતમ રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું છે.

વધુ વાંચો ગુજરાતીમાં: માછીમારોને અને નાના-મોટા બંદરોને થયેલા નુક્સાન સામે રૂ.૧૦૫ કરોડનું રાહત પેકેજ