Sunday, 3 May 2020

Special aerial salute of the Indian Air Force to Corona Warriors across The Country


સમગ્ર દેશમાં કોરોના મહામારી સામે જંગ લડી રહેલા તબીબો, નર્સ, પેરામેડિકલ સ્ટાફ, સેવકો અને ફરજ પરના તમામ લોકોના માનમાં, તેમનો જુસ્સો વધારવા ભારતીય વાયુદળ દ્વારા આજે સમગ્ર દેશમાં કોવિડ-19 હોસ્પિટલ ઉપર પુષ્પવર્ષા અને યુદ્ધ વિમાનોની ફ્લાય પાસ્ટ યોજવામાં આવી હતી. જેના ભાગરૂપે રાજ્યના પાટનગર ગાંધીનગરમાં સિવિલમાં આવેલી કોવિડ હોસ્પિટલ ઉપર ભારતીય વાયુસેનાના MI-17 V5 હેલિકોપ્ટર દ્વારા અંદાજે ૧૦૦ મીટરની ઊંચાઈએથી પુષ્પવર્ષા કરીને કોરોના વોરિયર્સનું સન્માન કરીને તેમનો જુસ્સો વધાર્યો હતો.

આ સાથે ભારતીય વાયુસેનાના સૌથી શક્તિશાળી એવા સુખોઈ-3૦ ત્રણ યુદ્ધ વિમાનો દ્વારા ફાઈટર એરક્રાફ્ટ ફોરમેશનમાં માત્ર ૫૦૦ મીટરની સૌથી નીચી ઊંચાઈએ ગુજરાત વિધાનસભા ઉપરથી સવારે ૧૧.૨૫ કલાકે પસાર થઈ ફ્લાય પાસ્ટ યોજીને સન્માન કર્યું હતું.

Saturday, 2 May 2020

CM ensured necessary arrangements to bring back Stranded Gujaratis amidst Lockdown


Chief Minister of the state Mr. Vijay Rupani directed the state administration to ensure the safe return of stranded Gujaratis amidst the lockdown.

Providing details of the CM’s instructions , Secretary to CM Mr. Ashwani Kumar said, “ The stranded Gujaratis can provide their details on the state’s control room number 079-23251900.  The appointed IAS and IPS officers for this task from Gujarat will contact their counterparts and regional administration in the concerned states for issuing a permit pass.”

Tuesday, 28 April 2020

CM Permits Vehicles for Transporting Borewells amidst Lockdown


મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ કોરોના વાયરસના વ્યાપને કારણે જાહેર થયેલા લોકડાઉન દરમ્યાન રાજ્યના ખેડૂતોને પિયત સિંચાઇ માટે સગવડતા આપતો કિસાન હિતલક્ષી નિર્ણય કર્યો છે.

મુખ્યમંત્રીશ્રીએ રાજ્યમાં જે ખેડૂતો પોતાના ખેતરમાં પિયત માટે બોરવેલ કરાવવા માંગતા હોય તેવા ધરતીપુત્રોને બોરવેલ શારકામ માટેના વાહનોને એક જિલ્લાથી બીજા જિલ્લા કે તાલુકાથી તાલુકા સુધી સમગ્ર રાજ્યમાં અવર-જવર માટેની છૂટછાટ આપી છે.

મુખ્યમંત્રીશ્રીના સચિવે આ સંદર્ભમાં વધુ વિગતો આપતાં જણાવ્યું કે, આવા બોરવેલ શારકામ માટેના ઉપયોગમાં લેવાતા વાહનોને સમગ્ર રાજ્યમાં અવર-જવર માટે કોઇ લોકડાઉન મુકિત પાસ સંબંધિત જિલ્લા વહિવટી તંત્ર પાસેથી લેવાના રહેશે નહિ.

Saturday, 25 April 2020

CM: Shops and Small Businesses to Resume from 26th April, 2020


મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્યના નાના-મોટા દુકાન ધારકો, ધંધા વ્યવસાયકારો માટે એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. ભારત સરકારના ગૃહ મંત્રાલયના જાહેરનામાના અનુસંધાને મુખ્યમંત્રીશ્રીએ રાજ્યમાં આ નિર્ણયની જાહેરાત કરી છે.

આ મહત્વપૂર્ણ નિર્ણય અનુસાર રાજ્યના તમામ જિલ્લાઓમાં આવતીકાલ, રવિવાર તા. ર૬ એપ્રિલથી મોલ તેમજ માર્કેટીંગ કોમ્પલેક્ષ સિવાય તમામ દુકાનોને પોતાના ધંધા વ્યવસાય કરવા માટે છૂટ આપવામાં આવશે. આવી છૂટછાટ નિયમો અને શરતોને આધિન આપવામાં આવી છે.

Friday, 24 April 2020

CM:Registration of documents shall be started in 98 Sub-Registrar offices except those in the limits of Municipalities and Municipal Corp


મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્યમાં મહાનગરપાલિકા-નગરપાલિકા વિસ્તાર સિવાયના વિસ્તારોની ૯૮ સબ રજીસ્ટ્રાર કચેરીઓમાં દસ્તાવેજ નોંધણી કામગીરી શરૂ કરવાનો નિર્ણય કર્યો છે.

મુખ્યમંત્રીશ્રીના આ નિર્ણય સહિત રાજ્ય સરકારના અન્ય મહત્વપૂર્ણ પગલાંઓની વિગતો મુખ્યમંત્રીશ્રીના સચિવ શ્રી અશ્વિનીકુમારે પ્રચાર માધ્યમો સમક્ષ આપી હતી.

Thursday, 23 April 2020

CM : Export Units Can Re-Start their Business activities from 25th April, 2020


મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ કોરોના વાયરસની સંક્રમણની સ્થિતીમાં જાહેર થયેલા લોકડાઉન દરમ્યાન રાજ્યના એકસપોર્ટ ઓરિએન્ટેડ ઊદ્યોગ એકમોને આર્થિક આધાર આપતો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે.

આ સંદર્ભમાં તેમણે એવા દિશાનિર્દેશો આપ્યા છે કે, રાજ્યમાં જે ઊદ્યોગ એકમો નિકાસ-એકસપોર્ટ કરતા હોય અને જેમની પાસે નિકાસ-એકસપોર્ટના ઓર્ડર્સ હાથ પર છે તેવા ઊદ્યોગ એકમો આગામી શનિવાર તા.રપમી એપ્રિલથી શરૂ કરી શકાશે.

Tuesday, 21 April 2020

Third Phase to Sujalam Sufalam Jal Abhiyan to be completed by 10th June, 2020:CM



મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્યમાં ભૂગર્ભ જળસ્તર ઊંચા લાવવાના  મહત્વાકાંક્ષી અભિયાન સુજલામ સુફલામ જળ અભિયાનનો રાજ્યવ્યાપી ત્રીજો તબક્કો તા. ર૦ એપ્રિલથી તા. ૧૦ જૂન-ર૦ર૦ દરમ્યાન પૂર્ણ કરવાનો નિર્ણય કર્યો છે.

આ હેતુસર રૂ. ૪૧૪ કરોડના ખર્ચે ૧૪,૬૯૪ કામો રાજ્ય સરકાર દ્વારા હાથ ધરવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ કામોમાં મુખ્યત્વે જળસંચયના કામો, મનરેગા અંતર્ગત તેમજ લોકભાગીદારીથી હાથ ધરાશે..