મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ ર૦ર૧ સુધીમાં રાજ્યની તમામ ૧૪ હજાર ગ્રામ પંચાયતોમાં ડિઝીટલ સેવા સેતુનો વ્યાપ પહોચાડી ગ્રામીણ નાગરિકોને ઘર આંગણે સરળ અને ઝડપી સેવાઓ પહોચાડવાની નેમ વ્યકત કરી છે.
મુખ્યમંત્રીશ્રીએ રાજ્ય સરકારના સાયન્સ ટેકનોલોજી વિભાગે ભારત નેટ ફેઇઝ-ર સાથે જોડાણ દ્વારા પ્રથમ તબક્કે રાજ્યની ૩ હજારથી વધુ ગ્રામ પંચાયતોમાં લોકોને ર૭ જેટલી વિવિધ સરકારી સેવાઓ-યોજનાઓ ઘર આંગણે બેઠા પહોચાડવાના ઐતિહાસિક કદમ ડિઝીટલ સેવા સેતુનો ગાંધીનગરથી પ્રારંભ કરાવ્યો હતો.
વધુ વાંચો ગુજરાતીમાં: ડિઝીટલ સેવા સેતુનો રાજ્યવ્યાપી પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી
0 comments:
Post a Comment