મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્યના છેવાડાના અંતરિયાળ ગામોમાં વસતા માનવી, ગરીબ, વંચિત લોકોને વધુ સુવિધાસભર જીવન આપવા ‘જ્યાં માનવી ત્યાં સુવિધા’નો મંત્ર સાકાર કરવાનો અનોખો સેવાયજ્ઞ ગ્રામીણ વિસ્તારોમાં ડિઝીટલ યુગના ક્રાંતિકારી મંડાણથી શરૂ કર્યો છે.
મુખ્યમંત્રીશ્રીએ રાજ્યના દૂર-દરાજના ગ્રામીણ વિસ્તારોમાં સરકારના વિવિધ વિભાગોની જનહિતલક્ષી સેવાઓ ગ્રામ્ય સ્તરેથી ગ્રામ પંચાયતમાં જ મળી રહે તે માટે આધુનિક ટેકનોલોજીના ઉપયોગથી ડિઝીટલ સેવા સેતુનો અભિનવ પ્રયોગ રાજ્યમાં શરૂ કરવાનો નિર્ણય કર્યો છે.
વધુ વાંચો ગુજરાતીમાં: ગુજરાતના ગ્રામીણ વિસ્તારોમાં ડિઝીટલ ક્રાંતિનું નવું સોપાન
0 comments:
Post a Comment