Sunday, 25 October 2020

Sardar Dham – Madhya Gujarat Project near Vadodara


Chief Minister Mr. Vijaybhai Rupani today categorically stated that the state government would support and encourage the organizations that are working in the fields of education, health and society for the betterment of the society in the state.

Giving live instance of his government’s support to such organizations, the Chief Minister said for ‘The Sardar Dham – Madhya Gujarat’, the government has deducted only 10 % of land area rather than 40 % land deduction as per the rules and norms.

Read more in English: The Sardar Dham – Madhya Gujarat - a center for educational, social, economical and other activities

Tuesday, 20 October 2020

GUJ CM e-dedicated 232 bed of Guru Gobind Singh Hospital


Chief Minister Mr. Vijaybhai Rupani today stated that the state government is turning the current adverse situation into an opportunity to strengthen the health infrastructure in the hospitals of Gujarat.

In this context, the Chief Minister had praised the Guru Gobind Singh Hospital of Jamnagar for its successful attempts in making the hospital a dedicated COVID hospital with 232 bed facilities, including latest state-of-art machinery for the treatment of Cancer, an X-ray machine, and Plasma Bank.

Read More in English: dedicated COVID hospital with 232 bed facilities

 

Saturday, 17 October 2020

Foundation stone Of ABAJ Q Three Techpark


મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ સ્પષ્ટપણે જણાવ્યું છે કે, ગુજરાતના યુવાઓની રગેરગમાં ઉદ્યોગ સાહસિકતા, સૂઝ અને ધગશ પડેલા છે તેના સહારે વૈશ્વિક પડકારો ઝિલવાની ક્ષમતા સાથે યુવાશકિત આત્મનિર્ભર ભારત, મેઇક ઇન ઇન્ડીયા અને નયા ભારતના સંકલ્પો સાકાર કરશે.

આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, ગુજરાત એફ.ડી.આઇ, પ્રોડકશન અને મેન્યૂફેકચરીંગ ક્ષેત્રમાં દેશનું મોડલ બન્યું છે. હવે આ યુવાશકિતના આધુનિક વિઝન અને નવા કોન્સેપ્ટના પરિણામે ઉદ્યોગ જગતને ૩૬૦ ડિગ્રી ચેન્જની નવી ઉડાન મળી છે.

વધુ વાંચો ગુજરાતીમાં: અબજ કયૂ થ્રી ટેક પાર્કનો ઇ-શિલાન્યાસ કરતા શ્રી વિજયભાઇ રૂપાણી

 

Friday, 16 October 2020

CM virtually inaugurated 15th GIHED CREDAI Property Show


મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ બાંધકામ ઉદ્યોગને દેશની ઇકોનોમી-અર્થતંત્રનો આધાર ગણાવતાં સ્પષ્ટપણે જણાવ્યું કે, અનેક લોકોને રોજગારી આપવા સાથે આ ઉદ્યોગ આવાસ-મકાન નિર્માણ દ્વારા માનવીના ઘરના ઘરનું સપનું, જીવનનો હાશકારો પણ સાકાર કરે છે

મુખ્યમંત્રીશ્રીએ ગાયહેડ-ક્રેડાઇ આયોજીત ૧પમાં પ્રોપર્ટી શો નું વર્ચ્યુઅલ ઉદઘાટન ગાંધીનગરથી વિડીયો કોન્ફરન્સ દ્વારા કર્યુ હતું

વધુ વાંચો ગુજરાતીમાં: GIHED CREDAI પ્રોપર્ટી શો નું વર્ચ્યુએલ ઉદઘાટન કરતા મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી

 

Wednesday, 14 October 2020

Gujarat Government signs MoU with Hindustan Zinc Limited of Vedanta Group


દક્ષિણ ગુજરાતના આદિજાતિ વિસ્તાર તાપી જિલ્લાના દોસવાડામાં વિશ્વના સૌથી મોટા ઝિંક સ્મેલ્ટર કોમ્પ્લેક્ષની સ્થાપના માટેના MoU ગુજરાત સરકાર અને વેદાન્તા ગૃપની હિન્દુસ્તાન ઝિંક લિમિટેડ વચ્ચે ગાંધીનગરમાં મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીની ઉપસ્થિતિમાં સંપન્ન થયા હતા.

મુખ્યમંત્રીશ્રીના અધિક મુખ્ય સચિવ અને ઊદ્યોગ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી એમ. કે. દાસ તથા હિન્દુસ્તાન ઝિંક લિમિટેડના સી.ઇ.ઓ શ્રી અરૂણ મિશ્રાએ આ MoU પર હસ્તાક્ષર કર્યા હતા.

વધુ વાંચો ગુજરાતીમાં: દક્ષિણ ગુજરાતના આદિજાતિ જિલ્લા તાપીના દોસવાડામાં સ્થપાશે વિશ્વનું સૌથી મોટું ઝીંક સ્મેલ્ટર કોમ્પ્લેક્ષ

 

Tuesday, 13 October 2020

Dedicates Various Development Work of Anand


મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ આણંદ નગરમાં પૂર્વ પ્રધાનમંત્રી ભારતરત્ન સ્વ. અટલબિહારી બાજપેયીજીની પ્રતિમાનું ગાંધીનગરથી ઇ-અનાવરણ કરતાં અટલજીના રાષ્ટ્ર સમર્પિત ભાવને આજની યુવા પેઢી માટે પ્રેરણાસ્ત્રોત ગણાવ્યો હતો.

મુખ્યમંત્રીશ્રીએ આણંદ નગરપાલિકા આયોજિત વિકાસ ઉત્સવમાં આણંદ શહેર માટે કુલ રૂ. ૪ર કરોડના વિવિધ વિકાસ કામોના ઇ-લોકાર્પણ ગાંધીનગરથી વિડીયો કોન્ફરન્સ દ્વારા કર્યા હતા.

વધુ વાંચો ગુજરાતીમાં: આણંદ નગરમાં રૂ. ૪ર કરોડના વિવિધ વિકાસ કામોના ઇ-લોકાર્પણ

 

Monday, 12 October 2020

Dedicates Various Development Work of Bhavnagar


મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્યના સર્વગ્રાહી વિકાસના પાયામાં સુદ્રઢ કાયદો વ્યવસ્થાની સ્થિતી છે તેવો સ્પષ્ટ મત વ્યકત કર્યો છે.

તેમણે આ સંદર્ભમાં રાજ્ય પોલીસદળને અભિનંદન આપતાં જણાવ્યું કે, કાયદો વ્યવસ્થાની જાળવણીમાં શાંતિ-સલામતિ ડહોળનારાઓ સામે રાજ્યનું પોલીસદળ ઝિરો ટોલરન્સથી કાર્યરત છે.

મુખ્યમંત્રીશ્રીએ ભાવનગર રેન્જ આઇ.જી.કચેરીના રૂ. ૩.૯૦ કરોડના ખર્ચે બનનારા અદ્યતન ભવન સહિત ત્રણ પોલીસ લાઇન, ડોગ કેનાલના ખાતમૂર્હત અને સનેસ પોલીસ મથકના લોકાર્પણ સહિત રૂ. ૪૧.૩૬ કરોડના વિકાસ કામોની ભેટ ઇ-લોકાર્પણ-ખાતમૂહર્ત દ્વારા ભાવનગરને આપી હતી.

વધુ વાંચો ગુજરાતીમાં: રાજ્યના સર્વગ્રાહી વિકાસના પાયામાં સુદ્રઢ કાયદો વ્યવસ્થાની સ્થિતી છે – મુખ્યમંત્રી

 

Saturday, 10 October 2020

E-dedicates of Town-Hall at Viramgam under Swarnim Jayanti Mukhya Mantri Shaheri Vikas Yojna


મુખ્ય મંત્રીશ્રી વિજય ભાઈ રૂપાણી એ રાજ્યના નગરોમાં માળખાકીય સુવિધા વધારીને  ઇઝ ઓફ લિવિંગ દ્વારા નગરો ને રહેવા લાયક માણવા લાયક બનાવવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે

તેમણે કહ્યું કે ગુજરાત ના નગરો સ્માર્ટ સિટી બને અને વિશ્વના નગરો શહેરો ની સરખામણીએ ઊભા રહે તેવું સુદ્રઢ નગર વિકાસ આયોજન વિકસાવ્યું છે

વધુ વાંચો ગુજરાતીમાં: સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત વિરમગામમાં 2.88 કરોડના નવ નિર્મિત ટાઉનહોલનું ઇ-લોકાર્પણ

 

Friday, 9 October 2020

Various development work of Vadodara


મુખ્ય મંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું છે કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીનો  શાસન યુગ ઈમાનદારીનો યુગ છે એટલે  સમગ્ર દેશ સહિત ગુજરાતનો સર્વાંગીણ વિકાસ થઈ રહ્યો છે.

મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે દેશમાં વિકાસની રાજનીતિના યુગથી શ્રી નરેન્દ્રભાઈએ સૌના સાથ સૌના વિકાસ અને સૌના વિશ્વાસને સાકાર કરી ગુડ ગવર્નન્સની નવી દિશા આપી છે.

વધુ વાંચો ગુજરાતીમાં: વડોદરા મહાનગરપાલિકા આયોજિત રૂ.૨૩૨ કરોડના વિકાસ કામોના ઇ લોકાર્પણ

 

Thursday, 8 October 2020

GUJ CM Shri Vijaybhai Rupani Launched Digital Seva Setu


મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ ર૦ર૧ સુધીમાં રાજ્યની તમામ ૧૪ હજાર ગ્રામ પંચાયતોમાં ડિઝીટલ સેવા સેતુનો વ્યાપ પહોચાડી ગ્રામીણ નાગરિકોને ઘર આંગણે સરળ અને ઝડપી સેવાઓ પહોચાડવાની નેમ વ્યકત કરી છે.

મુખ્યમંત્રીશ્રીએ રાજ્ય સરકારના સાયન્સ ટેકનોલોજી વિભાગે ભારત નેટ ફેઇઝ-ર સાથે જોડાણ દ્વારા પ્રથમ તબક્કે રાજ્યની ૩ હજારથી વધુ ગ્રામ પંચાયતોમાં લોકોને ર૭ જેટલી વિવિધ સરકારી સેવાઓ-યોજનાઓ ઘર આંગણે બેઠા પહોચાડવાના ઐતિહાસિક કદમ ડિઝીટલ સેવા સેતુનો ગાંધીનગરથી પ્રારંભ કરાવ્યો હતો.

વધુ વાંચો ગુજરાતીમાં: ડિઝીટલ સેવા સેતુનો રાજ્યવ્યાપી પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી

 

E-Sanjeevani OPDS launched In Gujarat


મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્યમાં ઇ-સંજીવની ઓપીડીનો પ્રારંભ કરાવતાં દવાખાના-હોસ્પિટલોમાં દર્દીઓની ઓપીડીનું ભારણ ઓછું કરી ઘરેબેઠાં સારવાર માટે આ ઇ-સંજીવની ઓપીડી મહત્તમ લાભદાયી નિવડશે તેવો સ્પષ્ટ મત વ્યકત કર્યો હતો.

મુખ્યમંત્રીશ્રીએ નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલની ઉપસ્થિતીમાં ગાંધીનગરથી વિડીયો કોન્ફરન્સ દ્વારા આ ઇ-સંજીવની ઓપીડીનો ઇ લોકાર્પણ-કાર્યારંભ કરાવ્યો હતો.

વધુ વાંચો ગુજરાતીમાં: દરદીઓ-નાગરિકોને ઘરેબેઠાં સારવાર-નિદાનની ઇ-સંજીવની ઓપીડી

 

Wednesday, 7 October 2020

Foundation Stone of various developmental works of 23 Municipalities


મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના ‘નળ સે જલ – હર ઘર જલ’ના લક્ષ્યાંકને સિદ્ધ કરવા રાજ્યના લોકોને પીવા માટે ૧૦૦ ટકા સરફેસ વોટર મળતું થાય તેવા ઉદ્દેશ સાથે આગામી છ માસમાં રાજ્યની તમામ નગરપાલિકાઓ દરેક ઘરોમાં ૧૦૦ ટકા નળ દ્વારા પીવાનું શુદ્ધ પાણી મળી રહે તેવું આયોજન કરવાનું આહ્વાન કર્યુ છે.

મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે આજે ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડના અનુદાનમાંથી ફાળવવામાં આવેલ રૂ. ૧૦૫ કરોડના ખર્ચે કુલ ૨૩ નગરપાલિકાઓના વિવિધ વિકાસ કામોનું ઇ-લોકાર્પણ અને ઇ-ખાતમૂર્હુત કરાયું હતું.

વધુ વાંચો ગુજરાતીમાં: ૨૩ નગરપાલિકાઓના વિવિધ વિકાસ કામોનું ઇ-લોકાર્પણ અને ઇ-ખાતમૂર્હુત

 

Tuesday, 6 October 2020

Digital Seva Setu in rural areas

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્યના છેવાડાના અંતરિયાળ ગામોમાં વસતા માનવી, ગરીબ, વંચિત લોકોને વધુ સુવિધાસભર જીવન આપવા ‘જ્યાં માનવી ત્યાં સુવિધા’નો મંત્ર સાકાર કરવાનો અનોખો સેવાયજ્ઞ ગ્રામીણ વિસ્તારોમાં ડિઝીટલ યુગના ક્રાંતિકારી મંડાણથી શરૂ કર્યો છે.

મુખ્યમંત્રીશ્રીએ રાજ્યના દૂર-દરાજના ગ્રામીણ વિસ્તારોમાં સરકારના વિવિધ વિભાગોની જનહિતલક્ષી સેવાઓ ગ્રામ્ય સ્તરેથી ગ્રામ પંચાયતમાં જ મળી રહે તે માટે આધુનિક ટેકનોલોજીના ઉપયોગથી ડિઝીટલ સેવા સેતુનો અભિનવ પ્રયોગ રાજ્યમાં શરૂ કરવાનો નિર્ણય કર્યો છે.

વધુ વાંચો ગુજરાતીમાં: ગુજરાતના ગ્રામીણ વિસ્તારોમાં ડિઝીટલ ક્રાંતિનું નવું સોપાન


 

Monday, 5 October 2020

E-Launching of various Panchayat Bhavans of Tehsil and district panchayats of Gujarat


મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ સ્પષ્ટપણે જણાવ્યું છે કે પંચાયતી રાજવ્યવસ્થા ગુજરાતનો આત્મા છે.

મહાત્મા ગાંધીજીએ ગ્રામ પંચાયતથી લઇને સંસદ સુધી સત્તાના વિકેન્દ્રીકરણ અને ગામડાને જ મિની સચિવાલય બનાવી ગ્રામ સ્વરાજ્યનો જે ખ્યાલ આપ્યો છે તેને ગુજરાતે પંચાયતી રાજ વ્યવસ્થાના સફળ અમલીકરણથી સાકાર કર્યો છે એમ પણ તેમણે ઉમેર્યુ હતું.

વધુ વાંચો ગુજરાતીમાં: તાલુકા પંચાયતની નવનિર્મિત કચેરીઓના લોકાર્પણ ગાંધીનગરથી

 

Sunday, 4 October 2020

Subsidized Food Grains to 10 lakh families of the state under Food Security Act


મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ રાજ્યના વધુ ૧૦ લાખ પરિવારોને ફૂડ સિક્યોરિટી એક્ટ-NFSA અંતર્ગત રાહત દરે અનાજ આપવાનો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે.

રાજ્યમાં કોઈને પણ ભૂખ્યા સૂવું ન પડે અને કોરોના સંક્રમણની, લોકડાઉન, અનલૉકની સ્થિતિમાં સૌને અનાજ મળી રહે તેવા ઉદાત્ત ભાવથી મુખ્યમંત્રીશ્રીએ આ વધુ ૧૦ લાખ પરિવારોને NFSAનો લાભ આપવાની સંવેદના દર્શાવી છે.

વધુ વાંચો ગુજરાતીમાં: રાજ્યમાં કોઇને ભૂખ્યા સુવું ન પડે તેવો સંવેદનાસ્પર્શી વધુ એક નિર્ણય

 

Saturday, 3 October 2020

Hand washing-sanitization campaign launched with Rashtriya Swachhta Diwas


મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ ૧૫૧મી ગાંધી જયંતિની રાષ્ટ્રીય સ્વચ્છતા દિવસ તરીકેની રાજ્યવ્યાપી ઉજવણીમાં ૩૮૦૦થી વધુ સ્થળોએ પાંચ લાખ બહેનો – માતાઓના હેન્ડ વોશિંગ કેમ્પેઇનના અભિનવ પ્રયોગનો વિડીયો કોન્ફરન્સથી પ્રારંભ કરાવ્યો હતો.

મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે મહાત્મા ગાંધીજીએ આપેલા સ્વચ્છતા – સ્વસ્થતા ત્યાં પ્રભુતાના મંત્રને કોરોના સંક્રમણના આ કાળમાં અપનાવી હેન્ડ વોશિંગ – હાથ સેનેટાઇઝ કરવા, માસ્કનો ઉપયોગ અને સોશિયલ ડિસ્ટન્સના પાલનથી કોરોના સામેની લડાઇ આપણે જીતવી છે.

વધુ વાંચો ગુજરાતીમાં: ગાંધી જયંતિએ રાષ્ટ્રીય સ્વચ્છતા દિવસની અનોખી ઉજવણી

Friday, 2 October 2020

Nal Se Jal yojna to supply drinking waters to 100 houses


મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ ૧૫૧મી ગાંધી જયંતિએ પૂજ્ય બાપુના ગ્રામોત્થાનના સંકલ્પને સાકાર કરતા રાજ્યના ચાર જિલ્લાના ગામોમાં ૧૦૦ ટકા હર ઘર જલ – નલ સે જલનો શુભારંભ કરાવ્યો હતો.

આ ચાર જિલ્લાઓમાં ગાંધીનગરના ગ્રામીણ વિસ્તારના ૩,૦૯,૮૨૬ ઘરોને, મહેસાણાના ૫,૧૦,૫૦૩ ઘરોને, આણંદના ૪,૦૧,૪૦૯ ઘરોને તથા મહાત્મા ગાંધીની જન્મભૂમિ પોરબંદરના ૬૭,૫૭૨ ગ્રામીણ ઘરોને ઘર આંગણે જ શુદ્ધ પીવાલાયક પાણી નળ દ્વારા મળતું થવાનું છે.

વધુ વાંચો ગુજરાતીમાં: રાજ્યના ૧૦૦ ટકા ગ્રામીણ ઘરોને મળશે નલ સે જલ

 

Thursday, 1 October 2020

Launch of Employment Guidance Center for athletes to guide athletes in jobs including government services


મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ રાજ્યના હોનહાર પ્રતિભાવંત રમતગમત ખેલાડીઓ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય કક્ષાએ રાજ્યનું નામ રોશન કરે તેવી સઘન તાલીમ અને તેમની રોજગારીની ચિંતા રાજ્ય સરકાર કરશે તેવી પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે.

આ સંદર્ભમાં તેમણે કહ્યું કે રાજ્યના યુવાનો રમતગમત ખેલકૂદમાં કૌશલ્ય દાખવી ગુજરાતનું નામ ઉજાળે સાથોસાથ તેમણે સરકારી નોકરીઓની તકો માટે યોગ્ય માર્ગદર્શન મળી રહે તે માટે જિલ્લાઓમાં રમત વીરો માટે રોજગાર માર્ગદર્શન કેન્દ્ર શરૂ કર્યા છે.

વધુ વાંચો ગુજરાતીમાં: રમતવીરો માટેના રોજગાર માર્ગદર્શન કેન્દ્રનો પ્રારંભ