Thursday, 13 October 2022

Gujarat on Top in LEADS-2022

Atmanirbhar Gujarat to Atmanirbhar Bharat, Index-LEADS-2022, Ministry of Commerce and Industry, Government of India, Logistics Ease across Different Status-2022, ઉદ્યોગ અને વાણિજ્ય મંત્રાલય, ભારત સરકાર

દેશમાં વિકાસના રોલ મોડેલ રહેલા ગુજરાતની ગૌરવગાથામાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં વધુ એક સિદ્ધિનું સિમાચિન્હ ઉમેરાયું છે.

ભારત સરકારના વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે ગુરુવારે પ્રસિદ્ધ કરેલા લોજિસ્ટીકસ ઇઝ અક્રોસ ડિફરન્ટ સ્ટેટસ ઇન્ડેક્ષ-LEADS-૨૦૨૨માં ગુજરાતે ટોપ પર્ફોર્મર સ્ટેટની અચિવર્સ કેટેગરીમાં સ્થાન મેળવ્યું છે

દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતે આયોજીત પી.એમ.ગતિશક્તિ નેશનલ માસ્ટર પ્લાન અંગેના વર્કશોપ દરમ્યાન કેન્દ્રીય મંત્રી શ્રી પિયુષ ગોયલ દ્વારા જાહેર કરાયેલા LEADS રિપોર્ટ મુજબ ગુજરાતે માલ-સામાનની સરળતાએ હેરફેરની કાર્યદક્ષતામાં સતત ચોથીવાર અગ્રિમ રાજ્યની શ્રેણીમાં સ્થાન જાળવી રાખ્યું છે

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારતની દિશાના આ વધુ એક સફળ કદમ માટે સંબંધિત વિભાગોને અભિનંદન પાઠવ્યા છે.

ગુજરાતીમાં વધુ વાંચો: LEADS-૨૦૨૨ ઇન્ડેક્ષમાં ગુજરાતનું ટોપ પર્ફોર્મર સ્ટેટની અચિવર્સ કેટેગરીમાં સ્થાન

 

Mining Rules amended

Gujarat Minor Mineral Concession (Amendment) Rules-2022, Mining Rules amended

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં ખાણ ખનિજ ક્ષેત્રે ઇઝ ઓફ ડૂઇંગ બિઝનેસને પ્રોત્સાહિત કરતો મહત્વપૂર્ણ અભિગમ અપનાવ્યો છે.

આ સંદર્ભમાં તેમણે ગુજરાત ગૌણ ખનિજ છૂટછાટ (સુધારા) નિયમો-ર૦રરમાં જાહેરહિત અને વહીવટી સરળીકરણના ધ્યેય સાથે ખાણકામ નિયમોમાં સુધારા જાહેર કર્યા છે.

મુખ્યમંત્રીશ્રીએ જે મહત્વપૂર્ણ સુધારા કર્યા છે તે મુજબ રાજ્યમાં હવેથી ખાનગી જમીન માલિકોને ૪ હેક્ટર સુધીના વિસ્તાર તમામ ગૌણ ખનિજો માટે જાહેર હરાજી વગર અરજી આધારિત નિયમાનુસારના પ્રીમીયમથી લીઝની ફાળવણી કરવામાં આવશે.

એટલું જ નહિ, જે-તે વિસ્તારમાં મળેલી મંજૂરી, એન.ઓ.સી, એન્વાયરમેન્ટ કલીયરન્સ, ફોરેસ્ટ કલીયરન્સ તેમજ મહેસૂલી અભિપ્રાય વગેરેને નવી મંજૂરી સમયે માન્ય ગણવામાં આવશે. એટલે કે આવી મંજૂરીઓ બીજીવાર લેવાની જરૂરિયાત રહેશે નહિ.

ગુજરાતીમાં વધુ વાંચો: ખાણ ખનિજ ક્ષેત્રે ઇઝ ઓફ ડૂઇંગ બિઝનેસને વેગ આપતો અભિગમ

 

Sunday, 9 October 2022

Modhera Surya Gram

Surya Gram, Modhera Sun Temple, મોઢેરા સૂર્ય ગ્રામ

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ  મહેસાણા ખાતેથી ભારતના સૌ પ્રથમ સતત સૌર ઊર્જાથી સંચાલિત મોઢેરા ‘સૂર્ય ગ્રામ’ રાષ્ટ્રને સમર્પણ કરતા જણાવ્યું કે , આ સૂર્ય ગામના સમર્પણ સાથે જ સમગ્ર ઉત્તર ગુજરાત વિકાસની નવી ઉર્જાનું કેન્દ્ર બન્યું છે. ભગવાન સૂર્યના ધામ મોઢેરામાં શરદ પૂર્ણિમા અને મહર્ષિ વાલ્મિકીની પૂર્ણ્યતિથીનો ત્રિ-વેણી સંગમ રચાયો છે. સૂર્યની જેમ વિકાસનો પ્રકાશ દેશભરમાં સર્વત્ર ફેલાય તે માટે સરકાર કટીબદ્ધ છે તેમ તેમણે ઉમેર્યું હતું.

વડાપ્રધાનશ્રીએ વધુમાં કહ્યું કે, આસ્થા અને ટેક્નોલોજીનો સમન્વય થતા અનેક લોકોના સપના સાકાર થઇ રહ્યા છે. સાથે-સાથે સ્માર્ટ ગુજરાત – ભારતનો સંકલ્પ સાકાર થઇ રહ્યું છે. મોઢેરા ‘સૂર્યગ્રામ’ જાહેર થતા મોઢેરા સહિત સમગ્ર ઉત્તર ગુજરાત માટે આ અનેરો અવસર આવ્યો છે. સૂર્ય મંદિર માટે  ઓળખાતું ગામ હવે ‘સૂર્ય ગ્રામ’ તરીકે પ્રખ્યાત બન્યું છે

ગુજરાતીમાં વધુ વાંચો: ભારતનું સૌ પ્રથમ સતત સૌર ઊર્જાથી સંચાલિત મોઢેરા સૂર્ય ગ્રામ

Wednesday, 5 October 2022

AatmaNirbhar Gujarat Schemes 2022

The Aatmanirbhar Gujarat Schemes 2022, assistance to Industries, Aatmanirbhar Bharat by 2047

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ દેશની આઝાદીના ૭પ વર્ષ પૂર્ણ થવા અવસરે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત આત્મનિર્ભર ભારતનું આહવાન કર્યુ છે.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાતે આ આહવાન ઝિલી લઇને આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારતના નિર્માણ માટે ઉદ્યોગોને પ્રોત્સાહિત કરવા એક મહત્વપૂર્ણ યોજના-સ્કીમ જાહેર કરી છે.

ઉદ્યોગોને આત્મનિર્ભરતા માટે સહાયની આ ‘‘ધ આત્મનિર્ભર ગુજરાત સ્કીમ્સ ફોર આસીસ્ટન્સ ટુ ઇન્ડસ્ટ્રીઝ’’ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ઉદ્યોગ રાજ્યમંત્રી શ્રી જગદીશ વિશ્વકર્માની ઉપસ્થિતીમાં જાહેર કરી હતી.

વડાપ્રધાનશ્રીએ આગામી ર૦૪૭માં દેશ આઝાદીની શતાબ્દી મનાવે ત્યાં સુધીમાં આત્મનિર્ભર ભારતનો કોલ સાકાર કરવાનું વિઝન આપ્યું છે.

ગુજરાતીમાં વધુ વાંચો: ધ આત્મનિર્ભર ગુજરાત સ્કીમ્સ ફોર આસીસ્ટન્સ ટુ ઇન્ડસ્ટ્રીઝ જાહેર

Sunday, 2 October 2022

Special Encouragement Assistance

Special Market Encouragement Assistance, Khadi for Fashion, Khadi for Nation, Khadi Utsav

Gujarat Chief Minister Shri Bhupendra Patel has taken a generous approach to increase the sale of Khadi in the state by deciding to provide economic support to the rural artisans of the hinterland areas involved in Khadi weaving of Khadi production.

Chief Minister has decided to provide 30 percent special market encouragement assistance on the production cost of Khadi and Poly garments from Gandhi Jayanti i.e. 2nd October 2022 to 31st December 2022. Chief Minister has announced to give 10% more special market encouragement assistance this year as the nation is celebrating Azadi ka Amrit Mahotsav under the inspiration of Prime Minister Shri Narendra Modi.

Read the whole news in English: Financial support to the rural artisans 

Friday, 30 September 2022

New Vande Bharat Express Train


વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આજે કેપિટલ રેલ્વે સ્ટેશન,ગાંધીનગરથી ‘વંદે ભારત એક્સપ્રેસ’ ટ્રેનને લીલીઝંડી આપી શુભારંભ કરાવ્યો હતો.આ નવીન ટ્રેન કેપીટલ રેલવે સ્ટેશન, ગાંધીનગરથી મુંબઈ સેન્ટ્રલ વચ્ચે દોડશે.

વડાપ્રધાન શ્રી મોદીએ આ પ્રસંગે રેલવે સ્ટેશન ખાતે વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનનું તલસ્પર્શી નિરીક્ષણ કરીને ગાંધીનગરથી અમદાવાદ સુધી ટ્રેનની સફર માણી હતી.

ટ્રેન શુભારંભ પ્રસંગે ગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ,રેલવે મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવ , રેલવે રાજ્ય મંત્રી શ્રી દર્શનાબેન જરદોશ  સહિત મહાનુભાવોએ ઉપસ્થિતિ રહીને અમદાવાદ સુધી ટ્રેનની સફર માણી હતી.

ગુજરાતીમાં વધુ વાંચો: વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને લીલીઝંડી 

Wednesday, 28 September 2022

First Sports Conclave-2022


Gujarat Chief Minister Shri Bhupendra Patel addressing the ‘First Sports Conclave-2022’ said that, participation in sports is the most important thing, losing and winning are the next. To increase the passion of the players, he gave the mantra of victory to the players to not lose courage. He further said that Prime Minister Shri Narendrabhai Modi has done great work in the field of sports in Gujarat by laying the foundation of Khel Mahakumbh. Today the players of Gujarat are making Gujarat proud.

A Sports Conclave was organized at the Sanskardham complex at Godhavi, Ahmedabad before the opening ceremony of the National Games with the motto “Judega India, Jeetega India”.The Chief Minister, who was presiding over the program, further added that with the political will and teamwork of the Gujarat government, the organization of the National Games has been realized in the shortest possible time.

First Sports Conclave-2022: 36th National Games opening ceremony