મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે, નાણામંત્રી શ્રી કનુભાઇ દેસાઇએ ગુજરાત વિધાનસભામાં વર્ષ ર૦રર-ર૩ માટે રજુ કરેલા બજેટને સંતુલિત, સર્વગ્રાહી, સર્વસમાવેશી અને સૌ સમાજ વર્ગોના ઉન્નત વિકાસની રાજ્ય સરકારની પ્રતિબદ્ધતા દર્શાવતું પ્રજાલક્ષી બજેટ ગણાવ્યું છે.
શ્રી ભૂપેન્દ્ર પટેલે “બહુજન હિતાય બહુજન સુખાય”, ના કેંદ્રીય વિચાર સાથે સમાજના તમામ વર્ગોને આવરી લેતું આ બજેટ ઐતિહાસિક સિદ્ધ થશે એવો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશ આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવી રહ્યો છે ત્યારે આ બજેટ ‘આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારત’ના સંકલ્પને સાકાર કરશે એવો વિશ્વાસ પણ તેમણે દર્શાવ્યો છે.
ગુજરાતીમાં વધુ વાંચો: રાજ્ય સરકારની પ્રતિબદ્ધતા દર્શાવતું પ્રજાલક્ષી બજેટ 2022-23
0 comments:
Post a Comment