Tuesday, 18 January 2022

Narmada water to supply for Irrigation in Kutch


મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના સરહદી જિલ્લા કચ્છ માટે નર્મદાના વધારાના ૧ મિલીયન એકર ફીટ પાણીના ઉપયોગ માટે ફેઝ-૧ના કામો માટે રૂપિયા ૪૩૬૯ કરોડના કામો મંજૂર કર્યા છે
નર્મદાના પૂરના વહી જતા વધારાના પાણીનો આ એક મિલિયન એકર ફીટ પાણીનો જથ્થો કચ્છ પ્રદેશ માટે ફાળવવામાં આવેલો છે.
આ વધારાના પાણીના ઉપયોગ માટે કુલ ૩૩૭.૯૮ કિલોમીટરની લંબાઇની પાઇપ લાઇન દ્વારા ૪ લિંકનું આયોજન કરાયું છે.
કચ્છના ધરતીપુત્રોને જરૂરિયાત મુજબ સિંચાઇનું પાણી મળી રહે તે હેતુથી આવી પાઇપલાઇન મારફતે ૩૮ જેટલી નાની તથા મધ્યમ સિંચાઈ યોજનાઓમાં આ પાણી નાખવાનું રાજ્યના જળસંપત્તિ વિભાગનું આયોજન છે.

ગુજરાતીમાં વધુ વાંચો: કચ્છમાં સિંચાઇ માટે નર્મદાના પાણી

 

0 comments:

Post a Comment