આજે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ૨૦૨૦ના અમલીકરણના ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ માટેના રોડમેપ સંદર્ભે રાજ્યની તમામ યુનિવર્સિટીના કુલપતિશ્રીઓ સાથે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને ગાંધીનગર ખાતે બેઠક યોજાઇ હતી.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે બેઠકમાં ઉપસ્થિત યુનિવર્સિટીઓના કુલપતિશ્રીઓને સંબોધતા કહ્યું કે, નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિના સચોટ અમલીકરણથી ગુજરાત વૈશ્વિક સ્તરે જ્ઞાનની મહાસત્તા બનશે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના માર્ગદર્શન હેઠળ તૈયાર કરાયેલ નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ૨૦૨૦નો હેતુ દેશભરમાં શિક્ષણ માટે એક વ્યાપક માળખું સ્થાપિત કરવાનો છે.
ગુજરાતીમાં વધુ વાંચો: રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ૨૦૨૦
0 comments:
Post a Comment