Sunday, 31 October 2021

Gota and Science City Flyover Inauguration


Union Home and Co-operation Minister Mr. Amit Shah inaugurated the Elevated corridor between Ahmedabad’s Gota flyover and Science City flyover in the presence of Gujarat Chief Minister Mr. Bhupendra Patel.

Minister of Road Building Mr. Purnesh Modi, Minister of State Mr. Jagdish Vishwakarma, Mayor Mr. Kirit Parmar, MLAs of Ahmedabad and Gandhinagar, Former Minister Mr. Pradipsinh Jadeja, MPs, Standing Committee Chairman, State General Secretary Pradipsinh Vaghela, Office bearers as well as leaders and road building secretary as well as department officials along with citizens joined on the occasion.

Read More in English: Diwali gift to ease traffic woes on key routes

Saturday, 30 October 2021

Various Development Works at Vapi

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલે વાપી નગરને મુખ્યમંત્રી શહેરી બસ પરિવહન યોજના, પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી), વાપી જૂથ પાણી પુરવઠા યોજના તેમજ ચાર રેલ્વે ઓવરબ્રિજના લોકાર્પણ અને ભૂમિપૂજન મળી પ૮૮ કરોડ રૂપિયાના લોકહિતના કામોની ભેટ દિપાવલી પૂર્વે વાપીની જનતાને આપી હતી.

વાપી નગરપાલિકાના વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્તના અવસરે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે સ્પષ્ટપણે કહ્યું કે, આજે વાપી નગરપાલિકામાં નાનામાં નાના અને છેવાડાના માણસનો વિચાર કરીને તેમને સુખ-શાંતિ અને સમુદ્ધિ મળે તેવા વિકાસના કામોની દિવાળી ભેટ મળી છે.

વધુ વાંચો ગુજરાતીમાં: વાપી નગરપાલિકાના વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત

 

Friday, 29 October 2021

Barrage on Sabarmati River at Hirpura

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે સ્પષ્ટપણે જણાવ્યું છે કે ખેડૂતો એ સરકારની પ્રાથમિકતા છે અને હંમેશા રહેવાના છે.

આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ સંઘર્ષ કરીને નર્મદા યોજના પૂર્ણ કરાવી અને તેમના દ્રષ્ટિવંત આયોજનથી સુકા, અછતવાળા વિસ્તારો હરિયાળા બન્યા છે.

મુખ્યમંત્રીશ્રીએ મહેસાણા જિલ્લાના વિજાપૂર તાલુકાના હિરપુરા ખાતે સાબરમતી નદી બેરેજ નિર્માણ અન્વયે રૂ. ર૧૪ કરોડના અંદાજિત ખર્ચે ૩.૪૭ મિલીયન ઘનમીટર સંગ્રહ ક્ષમતાના આકાર પામનારા હિરપૂરા બેરેજનું ખાતમૂર્હત સંપન્ન કર્યુ હતું.

ગુજરાતીમાં વધુ વાંચો: મહેસાણાના હિરપૂરામાં સાબરમતી નદી પર સાકાર થનારા બેરેજનું ખાતમૂર્હત

 

Tuesday, 26 October 2021

Go Green Yojana


રાજ્યના પ્રજાજનોની સુખાકારી અને યુવાનોને રોજગારી સરકારની પ્રાથમિકતા છે તેમ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે સ્પષ્ટપણે જણાવ્યું છે.

મુખ્યમંત્રીશ્રી રાજ્યની આઇ.ટી.આઇ ના વિવિધ ટ્રેડના સુપરવાઇઝર્સ-ઇન્સ્ટ્રકટર્સને નિમણૂંક પત્રો એનાયત તથા શ્રમયોગીઓ માટે ઇલેકટ્રીક દ્વિચક્રી વાહન ખરીદીની ગો-ગ્રીન યોજનાના લોંચીંગ અવસરે સંબોધન કરી રહ્યા હતા.

ગાંધીનગરના મહાત્મા મંદિરમાં શ્રમ રોજગાર વિભાગ આયોજિત આ કાર્યક્રમમાં નવનિયુકત ૧૩૦૦ જેટલા સુપરવાઇઝર્સ-ઇન્સ્ટ્રકટર્સને નિમણૂંક પત્રો અર્પણ થયા હતા.

ગુજરાતીમાં વધુ વાંચો: ગો ગ્રીન સ્કીમનો પ્રારંભ

Monday, 25 October 2021

Awareness Campaign Cyber Safe Mission


મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે સ્પષ્ટ મત વ્યક્ત કર્યો છે કે, ગુજરાત પોલીસે અદ્યતન ટેકનોલોજી અને સાધનોનો મહત્તમ ઉપયોગ કરીને સાયબર ક્રાઇમ સહિતના ગુનાઓને ઉગતા જ ડામી દેવાની સજ્જતા કેળવી છે.

આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, ગુનો બને પછી તેની તપાસ કરવી અને ગુનેગારો સુધી પહોચવાની જગ્યાએ હવે નવા જમાના અને ટેકનોલોજીને અનુરૂપ પ્રો-એક્ટીવ પોલીસીંગનું કૌશલ્ય પોલીસ બેડા એ કેળવ્યું છે.

શ્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ શહેર પોલીસની ક્રાઇમ બ્રાન્ચ દ્વારા શરૂ કરાયેલા અવેરનેસ કેમ્પેઇન “સાયબર સેફ મિશન” નો પ્રારંભ કરાવ્યો હતો.

ગુજરાતીમાં વધુ વાંચો: સાયબર સેફ મિશન નો પ્રારંભ

Friday, 22 October 2021

Swarnim Jayanti Mukhyamantri Shaheri Vikas Yojana

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલે કચ્છના ગાંધીધામમાં ફ્લાય ઓવરબ્રીજના નિર્માણ કામ માટે કુલ ૫૯.૨૫ કરોડ રૂપિયાની મહાનગરપાલિકાની દરખાસ્તને સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. આ અંગેની રાજ્ય ફાળાની રકમ સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અન્વયે આપવામાં આવશે.

રાજ્યના નગરો-મહાનગરોમાં રેલ્વે ઓવરબ્રીજ-અંડરબ્રીજના નિર્માણ દ્વારા નાગરિકોને વાહન યાતાયાત અને અવર-જવરમાં સરળતા રહે તેમજ સમય અને ઇંધણની પણ બચત થાય તેવો ઉદાત આશય આવા કામોને મંજૂરી આપવા પાછળ રાખવામાં આવેલો છે.

ગુજરાતીમાં વધુ વાંચો: સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના

 

Seventh Phase of Statewide Seva Setu


મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યવ્યાપી સેવા સેતુના સાતમા ચરણ નો પ્રારંભ અમદાવાદ જિલ્લા ના સાણંદ ના મણિપુર ગામે થી કરાવ્યો હતો.

રાજ્યના પ્રજાજનો ને મળવા પાત્ર લાભ સહાય ઘર આંગણે મળી રહે તેવા  ઉદાત જન સેવા ભાવ થી આ સેવા સેતુ નો સાતમો તબ્બકો પાંચમી જાન્યુઆરી 2022 સુધી રાજ્યમાં યોજાશે.

2500 જેટલા સેવા સેતુ દ્વારા સરકાર ના વિવિધ વિભાગોની  56  જેટલી સેવાઓ આ અન્વયે સ્થળ પર ઉપલબ્ધ કરાવાશે.

ગુજરાતીમાં વધુ વાંચો: રાજ્યવ્યાપી સેવા સેતુના સાતમા ચરણનો પ્રારંભ

 

Thursday, 21 October 2021

National Education Policy 2020

આજે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ૨૦૨૦ના અમલીકરણના ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ માટેના રોડમેપ સંદર્ભે રાજ્યની તમામ યુનિવર્સિટીના કુલપતિશ્રીઓ સાથે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને ગાંધીનગર ખાતે બેઠક યોજાઇ હતી.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે બેઠકમાં ઉપસ્થિત યુનિવર્સિટીઓના કુલપતિશ્રીઓને સંબોધતા કહ્યું કે, નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિના સચોટ અમલીકરણથી ગુજરાત વૈશ્વિક સ્તરે જ્ઞાનની મહાસત્તા બનશે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના માર્ગદર્શન હેઠળ તૈયાર કરાયેલ નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ૨૦૨૦નો હેતુ દેશભરમાં શિક્ષણ માટે એક વ્યાપક માળખું સ્થાપિત કરવાનો છે.

ગુજરાતીમાં વધુ વાંચો: રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ૨૦૨૦

 

Wednesday, 20 October 2021

State-Wide Pneumococcal Conjugate Vaccination Program


દેશ અને ગુજરાતની ઉજ્જવળ આવતીકાલ સમા ભુલકાં-બાળકોને ન્યૂમોનિયા અને મગજના તાવ સામે આરોગ્ય સુરક્ષા કવચ આપતી ન્યૂમોકોકલ કોંજુગેટ વેકસીન-PCV થી સાર્વત્રિક રસીકરણ અભિયાન અન્વયે આવરી લેવાનો મહત્વપૂર્ણ આરોગ્ય સુરક્ષા સેવા યજ્ઞ બુધવાર તા.ર૦મી ઓકટોબરથી આરંભાયો છે

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે આ વેકસીનેશન કાર્યક્રમનો રાજ્યવ્યાપી પ્રારંભ આદિજાતિ વિસ્તાર છોટાઉદેપૂર જિલ્લાના આલ્હાદપૂરાના હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરથી કરાવ્યો હતો.

ગુજરાતીમાં વધુ વાંચો: PCV વેકસીનેશનનો રાજ્યવ્યાપી પ્રારંભ

 

Tuesday, 19 October 2021

Agricultural Relief Package for Farmers


  • મુખ્યમંત્રીશ્રી  ભૂપેન્દ્ર પટેલે આ કૃષિ રાહત પેકેજમાં અસરગ્રસ્ત વિસ્તારોના ખેડૂતોના પાક-નુકશાનને ધ્યાને રાખીને ઉદારતમ ધોરણે સહાય આપવાનો અભિગમ અપનાવ્યો છે
  • જામનગર,રાજકોટ જૂનાગઢ અને પોરબંદર જિલ્લાઓમાં સપ્ટેમ્બર-૨૦૨૧માં થયેલા ભારે વરસાદના કારણે જે પરિસ્થિતિ ઉદભવી હતી તેને ધ્યાને  લઈને આ નુકશાનગ્રસ્ત વિસ્તારોના ગામોના ખેડૂતોને આ રાહત પેકેજનો લાભ મળશે.
  • આવા અસરગ્રસ્ત ગામોના જે ખેડૂતોના પાકને ૩૩(તેત્રીસ) ટકા કે તેથી વધુ નુકશાની હોય તેવા ખેડૂતોને વધુમાં વધુ ૨(બે) હેક્ટરની મર્યાદામાં પ્રતિ હેક્ટર રૂ. ૧૩,૦૦૦ સહાય ચૂકવાશે

ગુજરાતીમાં વધુ વાંચો: કૃષિ રાહત પેકેજ જાહેર

 

Seventh Phase of Seva Setu


Gujarat Chief Minister Mr. Bhupendra Patel has decided to organize the Seventh phase of the state-wide Seva Setu program to ease and accelerate the process of resolving public queries.

2500 Seva Setu programs will be held in the state from 22nd October-2021 to 5th January-2022. As per this decision of the Chief Minister, Seva Setu will be organized for two days every week i.e. Friday and Saturday from 9 am to 5 pm. 56 services from 13 different departments of the state government will be provided.

Read More in English: 56 different services to be provided in 2500 Seva Setu program in Urban-Rural area

Friday, 15 October 2021

Development works of SMC & Surat District

મુખ્ય મંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ભકિત, શકિત અને વિજયના પર્વ એવા દશેરાના દિને  સુરત શહેર-જિલ્લાને રૂા.૨૩૭ કરોડના વિકાસકામોની ભેટ આપતા જણાવ્યું હતું કે, છેવાડાના માનવીની સુખાકારી માટે કોઈ વહીવટી ગુંચ ન પડે અને તેમના કામ ઝડપથી થાય તેવા જનહિત  કાર્યો કરવાની આ સરકાર ની નેમ છે.

મહાનગરપાલિકા અને રાજ્ય સરકાર ખભેખભા મિલાવીને  શહેરો નગરો ના વિકાસની ગતિને વધુ તેજ ગતિએ આગળ લઈ જવા પ્રયત્નશીલ રહેશે તેવો વિશ્વાસ તેમણે વ્યકત કર્યો હતો.

ગુજરાતીમાં વધુ વાંચો: સુરત મનપા અને સુડાના વિકાસ પ્રકલ્પોનું મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ/ખાતમુહૂર્ત

 

Thursday, 7 October 2021

Six-lane road from Tarapur- Vasad


મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલે જણાવ્યું કે, ગુજરાતમાં એર, રેલ અને રોડ કનેક્ટિવિટીનું સુદ્રઢ માળખું ઉભુ કરવામાં આવ્યું છે. તેના કારણે ગુજરાતના વિકાસને નવી ગતિ અને નવા સીમાચિહ્નો મળ્યા છે. રાજ્યમાં છેક નાના ગામથી માંડીને મોટા શહેરોને ઉત્તમ પ્રકારના માર્ગોથી જોડવામાં આવ્યા છે. આ બાબતની પ્રતીતિ તમે ગુજરાત બહાર જાવ તો અથવા બહારના કોઇ ગુજરાતમાં આવે એટલે થયા વિના રહેતી નથી.

મુખ્યમંત્રીશ્રી પટેલે નવલા નોરતાના પ્રથમ દિવસે બોચાસણની પાવન ભૂમિ ઉપરથી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર વચ્ચે અંતર ટૂંકુ કરતા માર્ગ અને મકાન વિભાગ દ્વારા રૂા.૧૦૦૫ કરોડના ખર્ચે નવનિર્મિત તારાપુરથી વાસદ ૪૮ કિલો મીટર લંબાઈના છ માર્ગીય માર્ગનું લોકાર્પણ કર્યું હતું.

ગુજરાતીમાં વધુ વાંચો: તારાપુર થી વાસદ નવનિર્મિત છ માર્ગીય માર્ગનું લોકાર્પણ

Tuesday, 5 October 2021

Mukhyamantri Shaheri Sadak Yojana


મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે રાજયમાં ભારે વરસાદને કારણે આ વર્ષે રાજ્યના નગરોમાં માર્ગ  રસ્તાઓને થયેલા નુકસાનની મરામત અને રોડ રિસરફેસના કામો માટે ૭૪.૭૦ કરોડ રૂપિયા મુખ્યમંત્રી શહેરી સડક યોજના અંતર્ગત તત્કાલ મંજૂર કર્યા છે.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં આ ચોમાસા દરમ્યાન ભારે થયેલા વરસાદ અને હજુ પણ વરસાદની સ્થિતિ જોતાં શહેરી વિસ્તારોમાં રસ્તા માર્ગોને જે નુકસાન થયું છે તેનું રીપેરીંગ, રિસરફેસ તેમજ નાગરિક સુવિધા વૃદ્ધિના માર્ગ મરામત કામોમાં થર્મો પ્લાસ્ટિક રોડ પેઇન્ટ, કર્બ પેઇન્ટ, સ્ટ્રીટ લાઈટ બોર્ડ અને રોડ સેફ્ટીના કામો વગેરે માટે આ રકમ ફાળવવાનો નિર્ણય કર્યો છે.

ગુજરાતીમાં વધુ વાંચો: મુખ્યમંત્રી શહેરી સડક યોજના

 

Monday, 4 October 2021

Swarnim Jayanti Mukhya Mantri Shaheri Vikas Yojna


મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલે સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા નગરમાં નગરપાલિકાના ૧૯.ર૭ કરોડ રૂપિયાના ભૂગર્ભ ગટર યોજનાના કામોને સૈદ્ધાંતિક મંજૂરી આપી છે.

સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અન્વયે આ ભૂગર્ભ ગટરના કામોની મંજૂરી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલે આપી છે. ધ્રાંગધ્રા નગરમાં આ ભૂગર્ભ ગટરના કામો પૂર્ણ થતાં નાગરિક સુવિધામાં વૃદ્ધિ થશે.

ધ્રાંગધ્રા નગરપાલિકાએ આ ભૂગર્ભ ગટર યોજના માટે ૮૦ કિ.મી. કલેકટીંગ સીસ્ટમ સાથેના ૧૯.ર૭ કરોડ રૂપિયાના અંદાજો રાજ્ય સરકાર સમક્ષ રજૂ કર્યા હતા તેને મુખ્યમંત્રીશ્રીએ મંજૂરી આપી છે.

ગુજરાતીમાં વધુ વાંચો: સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના

 

Gujarat Govt approved 29 Railway Overbridges and Under Bridges in the state


મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલે જામનગર મહાનગરમાં બે રેલ્વે ઓવરબ્રીજ અને ૧ રેલ્વે અંડરબ્રીજના નિર્માણ કામો માટે કુલ ૧૦૦.૯૮ કરોડ રૂપિયાની મહાનગરપાલિકાની દરખાસ્તને સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. આ અંગેની રાજ્ય ફાળાની રકમ સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અન્વયે આપવામાં આવશે.

રાજ્યના નગરો-મહાનગરોમાં રેલ્વે ઓવરબ્રીજ-અંડરબ્રીજના નિર્માણ દ્વારા નાગરિકોને વાહન યાતાયાત અને અવર-જવરમાં સરળતા રહે તેમજ સમય અને ઇંધણની પણ બચત થાય તેવો ઉદાત આશય આવા કામોને મંજૂરી આપવા પાછળ રાખવામાં આવેલો છે.

ગુજરાતીમાં વધુ વાંચો: જામનગરમાં બે રેલ્વે ઓવરબ્રીજ-૧ રેલ્વે અંડરબ્રીજ નિર્માણ માટેની દરખાસ્તને સૈદ્ધાંતિક મંજૂરી             

Sunday, 3 October 2021

Award for Outstanding Performance in COVID-19 Vaccination Drive


કોવિડ-૧૯ વેકસીનેશનમાં ગુજરાતે દેશભરના મોટા રાજયોની કેટેગરીમાં શ્રેષ્ઠ તમ દેખાવ દ્વારા બેસ્ટ વેકસીનેશન કોમ્બેટીંગ કોવિડ-૧૯ નો એવોર્ડ મેળવવાની ગૌરવ સિદ્ધિ મેળવી છે.

નવી દિલ્હીમાં આયોજીત એવોર્ડ વિતરણ સમારોહમાં ગુજરાતને ‘‘ઇન્ડીયા ટુ ડે હેલ્થગીરી એવોર્ડ ૨૦૨૧’’ અંતર્ગત આ ગૌરવ સન્માન કેન્દ્રીય આરોગ્ય મંત્રી શ્રી મનસુખભાઇ માંડવીયાએ એનાયત કર્યું હતું.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલે કોરોના વેકસીનેશન સાથે સંકળાયેલા રાજયના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના સૌ કર્મયોગીઓની કર્તવ્યનિષ્ઠાને બિરદાવી આ સિદ્ધિ માટે અભિનંદન પાઠવ્યા છે.

ગુજરાતીમાં વધુ વાંચો: ગુજરાતને કોરોના વેકસીનેશનમાં શ્રેષ્ઠ કામગીરીનો એવોર્ડ

 

Saturday, 2 October 2021

The Newly Constructed Building of Children Home for Boys


મુખ્ય મંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આજે ગાંધી જયંતી અવસરે પોરબંદરની ભૂમિ પર રાજ્ય સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ હસ્તકના સમાજ સુરક્ષા ખાતા દ્વારા ૪ કરોડ ૨૬ લાખના ખર્ચે નિર્માણ થયેલા ‘ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ’ના નવનિર્મિત મકાનનું લોકાર્પણ કર્યું હતું.

રાજ્ય સરકાર અનાથ, નિરાધાર, પરિવારથી વિખૂટા પડેલા બાળકો, મા-બાપથી વિખૂટા પડેલા બાળકો, બાળ મજૂરીમાંથી મુક્ત કરાયેલા બાળકો, ભિક્ષા માંગતા બાળકો, માનસિક બીમાર, માતા-પિતા કાળજી લેવા સક્ષમ ન હોય, ઘર છોડીને આવેલા, જાતિય શોષણનો ભોગ બનેલા, જે બાળકનો વાલી ન હોય તેવા બાળકો માટે સમગ્ર રાજ્યમાં ચિલ્ડ્રન હોમના નિર્માણથી આવા બાળકોની સાર સંભાળ અને સમાજમાં પુનઃસ્થાપનની કામગીરી કરતી રહે છે.

ગુજરાતીમાં વધુ વાંચો: ચિલ્ડ્રન હોમ ફોર બોયઝના નવનિર્મિત મકાનનું લોકાર્પણ

Friday, 1 October 2021

Income certificate issued by e-Gram will remain valid for three years


 મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલે રાજ્ય સરકારના વિવિધ વિભાગોની યોજનાઓનો લાભ મેળવવામાં એકસૂત્રતા જળવાય તે માટે એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે.

મુખ્યમંત્રીશ્રીના આ નિર્ણય અનુસાર રાજ્યમાં ‘‘ડિજીટલ ગુજરાત’’ અન્વયે આવકના જે પ્રમાણપત્રો ગ્રામ્ય કક્ષાએ તલાટી-કમ-મંત્રી દ્વારા ઇ-ગ્રામ વિશ્વગ્રામ કેન્દ્ર પરથી કાઢી આપવામાં આવે છે તેની સમયમર્યાદા હવે ૧ વર્ષથી વધારીને ત્રણ વર્ષની કરવામાં આવી છે

શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના આ જનહિતકારી નિર્ણયને પરિણામે રાજ્યના ગ્રામ્ય વિસ્તારના લાખો લાભાર્થીઓને હવે વિવિધ સરકારી યોજનાઓના લાભ મેળવવાની સરળતા થશે

ગુજરાતીમાં વધુ વાંચો: ગ્રામ્ય કક્ષાએ ઇ–ગ્રામ વિશ્વગ્રામ કેન્દ્રો દ્વારા અપાતાઆવકના પ્રમાણપત્રો ત્રણ વર્ષ સુધી માન્ય

First pediatric COVID Hospital set up by Reliance Foundation


મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલે સ્પષ્ટપણે જણાવ્યું છે કે દેશ અને રાજ્યના ઉજ્જવળ ભાવિ સમાન બાળકોની સંપૂર્ણ આરોગ્ય સુરક્ષા આપણી પ્રાથમિક ફરજ છે.

આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, કોરોનાની બંને લહેરમાં બાળકોને સુરક્ષિત રાખવાના આરોગ્ય સંભાળના પૂરતા પગલાં રાજ્ય સરકારે લીધા છે.

એટલું જ નહિ, રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ, આયુષ્યમાન ભારત, મા-કાર્ડ, શાળા આરોગ્ય તપાસણી જેવા કાર્યક્રમોથી બાળ આરોગ્યની વિશેષ ચિંતા પણ કરી છે.

ગુજરાતીમાં વધુ વાંચો: રાજ્યની પ્રથમ અલાયદી પિડીયાટ્રીક કોવિડ હોસ્પિટલનો પ્રારંભ