નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઇ પટેલે જણાવ્યું છે કે, રાજ્યમાં પ્રવર્તી રહેલ કોરોનાની પરિસ્થિતિ સંદર્ભે કોરોનાના દર્દીઓના ખાનગી લેબોરેટરીમાં RT-PCR ટેસ્ટ કરવામાં આવે છે તેમાં ટેસ્ટીંગના દરોમાં નાગરિકોને ફાયદો થાય તે માટે મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી સાથે ચર્ચા-વિચારણા કર્યા બાદ ટેસ્ટીંગના ભાવમાં ઘટાડો કરવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે જે અંતર્ગત હોસ્પિટલમાંથી અથવા દર્દીના ઘરે જઇને જે સેમ્પલ લેવામાં આવે છે તેનો ચાર્જ અત્યારે રૂ. ૧૧૦૦ છે તેમાં રૂ. ૨૦૦ નો ઘટાડો કરી રૂ.૯૦૦ અને લેબોરેટરીમાં જે ટેસ્ટીંગ કરવામાં આવે છે તેનો ચાર્જ અત્યારે રૂ. ૮૦૦ છે તેમાં રૂ. ૧૦૦ નો ઘટાડો કરી રૂ. ૭૦૦ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ભાવ ઘટાડાના નિર્ણય તા.૨૦.૦૪.૨૦૨૧ થી રાજ્યની તમામ ખાનગી લેબોરેટરીઓએ અમલ કરવાનો રહેશે.
વધુ વાંચો ગુજરાતીમાં: કોરોનાના ખાનગી લેબોરેટરીમાં RT-PCR ટેસ્ટના ભાવમાં ઘટાડો કરતી રાજ્ય સરકાર
0 comments:
Post a Comment