Tuesday, 20 April 2021

300 beds will be added for Corona patients in Dahod


કોરોનાની પરિસ્થિતિને પહોંચી વળવા માટે આરોગ્યતંત્રની સજ્જતાની જાતમાહિતી મેળવવા માટેના ઉપક્રમ અનુસંધાને મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી તથા નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલ આજે દાહોદ પહોંચ્યા હતા. તેમણે અહીં જિલ્લા વહીવટી તંત્ર સાથે વિસ્તૃત ચર્ચા કરી આગામી સપ્તાહમાં ૩૦૦ પથારીની સુવિધા ઉભી કરવાની જાહેરાત કરી છે.

ઉક્ત બાબતમાં મુખ્યમંત્રીશ્રી રૂપાણીએ જણાવ્યું કે, દાહોદમાં ઝાયડ્સ હોસ્પિટલ ખાતે ૨૦૦ પથારી અને જિલ્લામાં ૧૦૦ વધારાની પથારી તમામ સુવિધા સાથે દર્દીઓ માટે વધારવામાં આવશે. એટલે, દાહોદમાં કોરોનાના દર્દીઓની સારવાર માટે વધારાની ૩૦૦ પથારી આગામી એક સપ્તાહમાં વધી જશે.

વધુ વાંચો ગુજરાતીમાં: દાહોદમાં એક સપ્તાહમાં કોરોનાના દર્દીઓ માટે ૩૦૦ બેડ વધારવામાં આવશે – મુખ્યમંત્રીશ્રી

 

Monday, 19 April 2021

Vaccination of Youth above 18 Years in Gujarat


મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ તા. ૧લી મે, ૨૦૨૧થી ૧૮ વર્ષથી વધુ વયના યુવાનોને વેક્સિન આપવાના કેન્દ્ર સરકારના નિર્ણયને આવકારીને  પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીને અભિનંદન આપ્યા હતા. કોરોના સામે લડવા માટે વેક્સિન એક અમોઘ શસ્ત્ર છે ત્યારે રાજ્ય સરકાર ખૂબ જ ઝડપથી આયોજનબદ્ધ રીતે ૧૮ વર્ષથી વધુ વયના યુવાનોનું વેક્સિનેશન શરૂ કરશે એમ તેમણે કહ્યું હતું.

વેક્સિનેશનના ત્રીજા તબક્કામાં ૧૮ વર્ષથી વધુ વયના યુવાનોના વેક્સિનેશન અંગે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીની બેઠક બાદ કેન્દ્ર સરકારે નિર્ણય જાહેર કર્યો હતો.

વધુ વાંચો ગુજરાતીમાં: ૧લી મે, ૨૦૨૧થી ૧૮ વર્ષથી વધુ વયના યુવાનોને વેક્સિન આપવાના કેન્દ્ર સરકારના નિર્ણય

Sunday, 18 April 2021

RT-PCR cost reduced in Private Laboratory


નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઇ પટેલે જણાવ્યું છે કે, રાજ્યમાં પ્રવર્તી રહેલ કોરોનાની પરિસ્થિતિ સંદર્ભે કોરોનાના દર્દીઓના ખાનગી લેબોરેટરીમાં RT-PCR ટેસ્ટ કરવામાં આવે છે તેમાં ટેસ્ટીંગના દરોમાં નાગરિકોને ફાયદો થાય તે માટે મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી સાથે ચર્ચા-વિચારણા કર્યા બાદ ટેસ્ટીંગના ભાવમાં ઘટાડો કરવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે જે અંતર્ગત હોસ્પિટલમાંથી અથવા દર્દીના ઘરે જઇને જે સેમ્પલ લેવામાં આવે છે તેનો ચાર્જ અત્યારે રૂ. ૧૧૦૦ છે તેમાં રૂ. ૨૦૦ નો ઘટાડો કરી રૂ.૯૦૦ અને લેબોરેટરીમાં જે ટેસ્ટીંગ કરવામાં આવે છે તેનો ચાર્જ અત્યારે રૂ. ૮૦૦ છે તેમાં રૂ. ૧૦૦ નો ઘટાડો કરી રૂ. ૭૦૦ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ભાવ ઘટાડાના નિર્ણય તા.૨૦.૦૪.૨૦૨૧ થી રાજ્યની તમામ ખાનગી લેબોરેટરીઓએ અમલ કરવાનો રહેશે.

વધુ વાંચો ગુજરાતીમાં: કોરોનાના ખાનગી લેબોરેટરીમાં RT-PCR ટેસ્ટના ભાવમાં ઘટાડો કરતી રાજ્ય સરકાર

Thursday, 15 April 2021

3k rate fixed for Conducting HRTC Thorax test in Gujarat


ગુજરાત સરકારે સમગ્ર રાજ્યમાં કોરોનાના દર્દીઓ માટે આવશ્યક એવા સીટી સ્કેન- HRCT THORAX  ના પરિક્ષણનો મહત્તમ ભાવ રૂપિયા 3,000 નક્કી કર્યો છે. આજથી જ સમગ્ર રાજ્યમાં આ ભાવ અમલી થશે.

મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ આજે કોર કમિટીની બેઠકમાં લેવાયેલા આ નિર્ણયની જાહેરાત કરતાં જણાવ્યું હતું કે કોરોનાના દર્દીઓને સીટી સ્કેનની આવશ્યકતા ઊભી થાય છે, અને HRCT  રિપોર્ટ કરાવવો પડે છે. રાજ્ય સરકારના ધ્યાને આવ્યું હતું કે, અલગ-અલગ શહેરોમાં કાર્યરત ડાયગ્નોસ્ટિક સેન્ટર મનફાવે તે રીતે દર્દીઓ પાસેથી ભાવો લે છે.

વધુ વાંચો ગુજરાતીમાં: HRTC સીટી સ્કેનનો મહત્તમ ભાવ રૂ. 3000 નક્કી કરાયો

 

Examinations of Std. 10th and 12th has Postponed due to COVID


રાજ્ય સરકારે ગુજરાતમાં ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ની બોર્ડની પરીક્ષાઓ જે આગામી તા. ૧૦મી મે થી તા. ૨૫મી મે સુધી યોજાવાની હતી તે કોરોનાની પ્રવર્તમાન પરિસ્થિતિને અનુલક્ષીને હાલ પૂરતી સ્થગિત રાખવા નિર્ણય કર્યો છે.

રાજ્ય સરકારે આગામી તારીખ ૧૫મી મે ના રોજ કોરોના સંક્રમણ સ્થિતિની પુનઃસમીક્ષા કરીને આ પરીક્ષાની નવી તારીખો જાહેર કરવામાં આવશે તેમ જણાવ્યું છે.

વધુ વાંચો ગુજરાતીમાં: રાજ્યના વિદ્યાર્થીઓના વિશાળ હિતમાં રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય

 

Tuesday, 13 April 2021

900-Bed COVID Care Hospital to be set up at University Convention Center, Ahmedabad In collaboration with GOI and DRDO


કોરોનાના વધતા જતા સંક્રમણને ધ્યાનમાં રાખીને દર્દીઓને સારામાં સારી સારવાર આપવાની પ્રતિબદ્ધતા સાથે ગુજરાત સરકારે ભારત સરકારના ગૃહ મંત્રાલયના ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન (DRDO)ના સહયોગથી અમદાવાદમાં ૯૦૦ બેડની સંપૂર્ણ સુવિધાસજ્જ ડેડીકેટેડ કોવિડ કેર હોસ્પિટલ ઉભી કરવાની અભૂતપૂર્વ પહેલ કરી છે.

અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટીના કન્વેન્શન સેન્ટરમાં આગામી બે અઠવાડિયામાં આ હોસ્પિટલ કાર્યરત કરાશે. મુખ્ય મંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્ય મંત્રી શ્રી નીતિનભાઈ પટેલે આજે ગાંધીનગરમાં કોર કમિટીની બેઠકમાં હોસ્પિટલના નિર્માણની કામગીરીની વિસ્તૃત સમીક્ષા કરી હતી.

વધુ વાંચો ગુજરાતીમાં: ભારત સરકાર અને DRDOના સહયોગથી અમદાવાદમાં યુનિવર્સિટી કન્વેન્શન સેન્ટરમાં 900 બેડની કોવિડ કેર હોસ્પિટલ ઉભી કરાશે

Sunday, 11 April 2021

Adequate Quota of life Resources arranged in Gujarat, Said Gujarat CM


Ahmedabad: In wake of surge in Corona cases in its second wave in Gujarat, Chief Minister Mr. Vijaybhai Rupani, in the presence of Deputy Chief Minister Mr. Nitinbhai Patel, today categorically stated that the state government has been working on “war footing” to control the surge of ‘Covid-19’ and has built 15,000 news beds in last 10-days across Gujarat for treating the Corona patients.

Both Mr. Rupani and Mr. Patel today held a high-level review meeting with district administration of Patan to take the stock of ‘Covid-19’ situation in the district.

Read More in English: Adequate quota for Bed, Oxygen, Remedivisor Injection is now available In Gujarat

Thursday, 8 April 2021

Purnashakti Holistic Wellness Centre launches by CM


સમગ્ર વિશ્વ જ્યારે કોરોના જેવી મહામારી સામે સંઘર્ષ કરી રહ્યું છે ત્યારે જૂનાગઢના ચાંપરડા ખાતે શરૂ થયેલા કુદરતી ઉપચાર કેન્દ્ર- પૂર્ણશક્તિ હોલિસ્ટિક વેલનેસ સેન્ટર એ ‘રાઇટ ટાઇમ ફોર રાઇટ જોબ’ સાબિત થશે તેમ મુખ્યમંત્રીશ્રી વિજય રૂપાણીએ ગાંધીનગરથી જણાવ્યું હતું.

મુખ્યમંત્રીશ્રી વિજય રૂપાણીએ આજે ગાંધીનગરથી વીડિયો કોન્ફરન્સના માધ્યમથી જૂનાગઢના ચાંપરડા ખાતે વિવિધ સંતોની ઉપસ્થિતિમાં “પૂર્ણશક્તિ હોલિસ્ટિક વેલનેસ”નું ઇ-લોકાર્પણ કર્યું હતું.

વધુ વાંચો ગુજરાતીમાં: પૂર્ણશક્તિ હોલિસ્ટિક વેલનેસનું ગાંધીનગરથી ઇ-લોકાર્પણ

Monday, 5 April 2021

Gujarat Freedom of Religion Amendment Bill 2021


“ગુજરાત ધર્મ સ્વાતંત્ર્ય (સુધારા) વિધેયક-૨૦૨૧” પસાર કરવા બદલ ગાંધીનગર ખાતે આજે મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણીનું અખિલ ભારતીય સંત સમિતિ દ્વારા “અભિનંદન આશીર્વાદ પત્રમ્” આપી સન્માન કરાયું હતું.

સંતોએ આશીર્વાદ આપતા કહ્યું હતું કે, મુખ્યમંત્રીશ્રીએ સબળ, નીડર અને સલામતીના વિજય સાથે ગુજરાતમાં ધર્મ સ્વાતંત્ર્ય વિધયક-૨૦૨૧ પસાર કરાવીને સંતુલિત સમાજ વ્યવસ્થાનો રાજમાર્ગ કંડાર્યો છે. મુખ્યમંત્રીશ્રીએ સત્તાને સેવાનું માધ્યમ બનાવીને ગુજરાતમાં સુશાસનને કીર્તિમાન સ્થાપિત કર્યો છે.

વધુ વાંચો ગુજરાતીમાં: ગુજરાત ધર્મ સ્વાતંત્ર્ય (સુધારા) વિધેયક-૨૦૨૧ પસાર

Friday, 2 April 2021

Fourth phase of State Wide Sujlam Suflam Jal Abhiyan launches


મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ જળ સમૃદ્ધ ગુજરાતની નેમ સાથે સુજલામ-સુફલામ જળ અભિયાનના ચોથા ચરણનો પાટણના વડાવલીથી આરંભ કરાવતા આ અભિયાનમાં જન-જનને જોડીને જળ અભિયાન જન અભિયાન બનાવવાનું પ્રેરક આહવાન કર્યુ છે.

આ સંદર્ભમાં મુખ્યમંત્રીશ્રીએ સ્પષ્ટપણે જણાવ્યું કે, આ રાજ્યવ્યાપી અભિયાન બે મહિના રાજ્યમાં ગામ-જિલ્લા-તાલુકા સ્તર સુધી ચાલવાનું છે ત્યારે હરેક નાગરિક, યુવાનો સૌ કોઇ અઠવાડિયામાં બે દિવસ શ્રમ યક્ષથી અભિયાનમાં જોડાય.

ગુજરાતીમાં વધુ વાંચો: સુજલામ સુફલામ જળ અભિયાનના ચોથા તબક્કાનો રાજ્યવ્યાપી પ્રારંભ

 

Thursday, 1 April 2021

Passenger Ropeway would be built at Famous Chamunda dham Chotila


Ahmedabad: With a view to promote religious tourism in Gujarat, particularly in Saurashtra region, Gujarat Chief Minister Mr. Vijaybhai Rupani today announced to commence ropeway passenger services for religious tourists at famous Chamunda Temple, located on Chotila Hills, in Surendranagar district.

This announcement was made by the Chief Minister on the last day of the current budget session of the Gujarat Legislative Assembly in Gandhinagar.

Read More in English: Chamunda dham Chotila Ropeway facility