Wednesday, 30 December 2020

Irrigation facility of tribal areas - Commitment to increase Water Richness


મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ રાજયના ૧૪ જિલ્લાઓના પ૪ તાલુકાના આદિજાતિ વિસ્તારોમાં વસતા વનબંધુઓને સિંચાઇના પાણી તથા જળ સમૃદ્ધિ આપવાની નિર્ણાયકતા સાથે ચાર વર્ષમાં નાની-મોટી સિંચાઇ યોજનાના ૧૬૪૧ કામો દ્વારા કુલ ૪ લાખ ર૪ હજાર પ૦૭ એકર જમીનમાં સિંચાઇ સવલતો પૂરી પાડી છે.

રાજ્યના ૧૪ જિલ્લાઓ સાબરકાંઠા, બનાસકાંઠા, અરવલ્લી, દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, મહિસાગર તેમજ ભરૂચ, નર્મદા, ડાંગ, તાપી, નવસારી અને વલસાડના પ૪ તાલુકાઓના આદિજાતિ વિસ્તારો મોટા ભાગે ઊંચાઇવાળા લેવલે કે ડુંગરાળ વિસ્તારમાં વસેલા છે.

વધુ વાંચો ગુજરાતીમાં: આદિજાતિ વિસ્તારોની સિંચાઇ સુવિધા-જળ સમૃદ્ધિ વૃદ્ધિની આગવી પ્રતિબદ્ધતા

Tuesday, 29 December 2020

New Gujarat Solar Power Policy 2021 announced


મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું છે કે, રાજ્યમાં રિન્યુએબલ એનર્જીના વિકાસને પ્રોત્સાહન આપી નવી ઊંચાઈ પર લઈ જવા માટે  રાજય સરકારે હકારાત્મક પ્રયાસો કરી અનેકવિધ નવતર આયામો હાથ ધર્યા છે જેના પરિણામે ગુજરાત રિન્યુએબલ એનર્જી ક્ષેત્રે દેશભરમાં અગ્રેસર છે.

રાજયમાં સોલાર ઉર્જાનો વ્યાપ વધે અને લોકોને સસ્તી વીજળી ઘર આંગણે મળી રહે એ માટે સોલાર પોલીસી વર્ષ ૨૦૧૫માં કાર્યાન્વિત કરી હતી. આ નીતિને મળેલ અપ્રતિમ પ્રતિસાદને ધ્યાને લઈ રાજ્યમાં સ્વચ્છ,  પર્યાવરણલક્ષી અને સાતત્યપૂર્ણ ઊર્જાને સુનિશ્ચિત કરવા માટે ગુજરાત સરકાર નવી “ગુજરાત સોલર પાવર પોલીસી ૨૦૨૧” ને અમલમાં મૂકવા જઈ રહી છે.

વધુ વાંચો ગુજરાતીમાં: ગુજરાત સરકારની નવી ગુજરાત સોલર પાવર પોલીસી ૨૦૨૧ જાહેર

 

Friday, 25 December 2020

State-level farmers’ welfare program to offer assistance to the Farmers


મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રુપાણીએ પૂર્વ પ્રધાનમંત્રી સ્વ. અટલ બિહારી વાજપાઇજીના જન્મદિવસ ‘સુશાસન દિવસ’ ના અવસરે રાજયવ્યાપી કિસાન કલ્યાણ કાર્યક્રમોનો ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતેથી પ્રારંભ કરાવ્યો હતો.

મુખ્યમંત્રીશ્રીએ ‘સાત પગલા ખેડૂત કલ્યાણના’ અભિયાનના ભાગરૂપે વિવિધ કૃષિલક્ષી યોજનાઓના સાધન-સહાયનું વિતરણ કર્યું હતું.

વધુ વાંચો ગુજરાતીમાં: રાજયવ્યાપી કિસાન કલ્યાણ કાર્યક્રમોનો ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતેથી પ્રારંભ

 

Wednesday, 23 December 2020

Sardar Patel’s Statue of Unity, a Global Tourists Centre


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીની પ્રેરણાથી સરદાર સરોવર બંધ ખાતે નિર્માણ પામેલી વિશ્વની સૌથી ઊંચી સરદાર પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીના પરિસરમાં વિવિધ પ્રોજેકટસના સરળ અમલીકરણ, સંચાલન, જાળવણી માટે ૩૧૩ જેટલા અધિકારીઓ-કર્મચારીઓનું માનવબળ કાર્યરત થશે.

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીના દિશાનિર્દેશોને પગલે સામાન્ય વહીવટ વિભાગે સ્ટેચ્યુ ઓફ યુનિટી એરિયા ડેવલપમેન્ટ એન્ડ ટુરિઝમ ગર્વનન્સ ઓથોરિટી (કેવડીયા ઓથોરિટી) હેઠળ વિવિધ સંવગર્નું આ મહેકમ મંજૂર કર્યુ છે.

વધુ વાંચો ગુજરાતીમાં: કેવડીયા ઓથોરિટી માટે વિવિધ સંવર્ગના કર્મયોગીઓનું મહેકમ માળખું મંજૂર થયું

 

Monday, 21 December 2020

Gujarat, a special Education Region at Dholera


ગુજરાત સરકારના મહત્વપૂર્ણ flagship પ્રોજેકટ ધોલેરા સ્પેશ્યલ ઇન્વેસ્ટમેન્ટ રિજીયન (DSIR)માં વિશ્વ સ્તરીય એજ્યુકેશન સ્પેશ્યલ રિજીયનની સ્થાપના માટેના એમ.ઓ.યુ આજે ગાંધીનગરમાં કરવામાં આવ્યા હતા.

‘ગ્રીનફીલ્ડ ઇન્ડસ્ટ્રીયલ સિટી’ અંતર્ગત દિલ્હી-મુંબઇ ઇન્ડસ્ટ્રીયલ કોરિડર રિજીયનના ભાગ રૂપે નિર્માણ પામી રહ્યો છે. DSIR અત્યારે વિવિધ સેવાઓ સાથે સજ્જ છે અને અમદાવાદ-ધોલેરા એક્સપ્રેસ વે, ધોલેરા ઇન્ટરનેશનલ એરપોર્ટ અને ભીમનાથ – ધોલેરા રેલ લાઇનના માધ્યમથી વ્યૂહાત્મક રીતે ઉપયોગી કનેક્ટીવીટીના વિકલ્પો પણ ધરાવે છે.

વધુ વાંચો ગુજરાતીમાં: ધોલેરામાં ગુજરાત- સ્પેશ્યલ એજ્યુકેશન રિજીયન સ્થાપિત

Saturday, 19 December 2020

Laid foundation-stone for 58-Km long Budhel-Borda Bulk Pipeline Project


મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું છે કે, બુધેલ બોરડા બલ્ક પાઇપલાઇનના નિર્માણ બાદ ભાવનગરના તળાજા તથા મહુવા, અમરેલીના રાજુલા અને જાફરાબાદ તથા ગીર સોમનાથ જિલ્લાના ઉના અને કોડીનાર તાલુકા જૂન-૨૦૨૨ સુધી વોટર-ગ્રીડ થકી જોડાઈ જશે. ભવિષ્યમાં સોમનાથ મંદીર પરીસરમાં પીવાનું શુધ્ધ પાણી આ વોટર ગ્રીડથી પહોચશે.

મુખ્યમંત્રીશ્રીએ ભાવનગર ખાતે બુધેલથી બોરડા બલ્ક પાઇપલાઇના ખાતમુહૂર્ત પ્રસંગે કહ્યું કે, રૂપિયા ૩૭૬.૧૯ કરોડની આ યોજનાથી ભાવનગર, અમરેલી અને ગીર સોમનાથ જિલ્લાના ૨૦ શહેરો અને ૬૧૨ ગામોની કુલ ૪૩ લાખની વસ્તીને વધારાના પાણીનો લાભ મળશે.

વધુ વાંચો ગુજરાતીમાં: રૂ. ૩૭૬ કરોડના ખર્ચે બુધેલથી બોરડા બલ્ક પાઇપલાઇનનું ખાતમુહૂર્ત

 

Friday, 18 December 2020

Lays foundation stones of 5 Water Supply Improvement Scheme


મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ વલસાડ જિલ્લાના ૧૨૪ ગામ અને ૪૦૪ ફળીયાને પીવાનું પુરતું શુદ્ધ પાણી પુરૂં પાડનારી રૂ. ૧૪૫.૧૪ કરોડની પાંચ પાણી પુરવઠા સુધારણા યોજનાના ખાતમૂર્હત સંપન્ન કર્યા હતા.

મુખ્યમંત્રીશ્રીએ રાજ્યમાં વિશાળ વોટરગ્રીડના નિર્માણથી દક્ષિણ ગુજરાતના અંતરિયાળ ગામો સુધી પીવાનું શુદ્ધ પાણી પહોચાડવામાં ગુજરાતે સફળતા મેળવી છે તેવો સ્પષ્ટ મત આ વેળાએ વ્યકત કર્યો હતો.

વધુ વાંચો ગુજરાતીમાં: વલસાડ જિલ્લાના ત્રણ તાલુકાના ૧૧૪ ગામોની ૩.૮૨ લાખ વસતીને પીવાનું શુદ્ધ પાણી મળશે

 

Saturday, 12 December 2020

Lays stone of Four Water Supply Schemes for Tribal areas


મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ દક્ષિણ ગુજરાતના ભરૂચમા રૂ. ૩૮૫ કરોડની વિવિધ પાણી પુરવઠા યોજનાના ખાતમુહુર્ત કરતા જણાવ્યું  કે “કોરોના કાળ”મા પણ આ સરકારે આ વર્ષના બજેટમા થયેલા વિકાસ આયોજનો પાર પાડવાનો યજ્ઞ આદર્યો છે. ભરૂચ જિલ્લાની આ યોજનાઓ પૂર્ણ થતા ૧૯૮ ગામો, ૪ શહેરોને શુદ્ધ જળ મળતુ થશે.

તેમણે કહ્યું કે, સરકારનું બજેટ માર્ચ મહિનામા પસાર થયુ ને તુંરત જ કોરોના સંક્રમણ વિશ્વમા વ્યાપી ગયું, આમ છતા “જાન હે, જહાન ભી હે” ના પ્રધાનમંત્રીશ્રીના ધ્યેયને વાચા આપી રાજ્ય સરકારે આર્થિક ગતિવિધિઓ, વિકાસના કામો સમયબદ્ધ ઉપાડ્યા છે.

વધુ વાંચો ગુજરાતીમાં: દક્ષિણ ગુજરાતના ભરૂચમા વિવિધ પાણી પુરવઠા યોજનાના ખાતમુહુર્ત

 

Thursday, 10 December 2020

E-khatmuhurt for three Water Supply Augmentation Schemes


મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીને અમદાવાદ ગ્રામ્ય જિલ્લાના ૧ર૮ ગામોની ૩.૭૪ લાખ જનસંખ્યાને પીવાનું શુદ્ધ પુરતું પાણી પુરૂં પાડનારી રૂ. ૪૮.૬ર કરોડની ત્રણ પાણી પુરવઠા સુધારણા યોજનાના ઇ-ખાતમૂર્હત ગાંધીનગરથી વિડીયો કોન્ફરન્સ દ્વારા સંપન્ન કર્યા હતા.

મુખ્યમંત્રીશ્રીએ રાજ્યમાં વિશાળ વોટરગ્રીડના નિર્માણથી સૌરાષ્ટ્ર, કચ્છ-ઉત્તર ગુજરાત સહિત અંતરિયાળ ગામો સુધી પીવાનું શુદ્ધ પાણી પહોચાડવામાં ગુજરાતે અગ્રેસરતા મેળવી છે તેવો સ્પષ્ટ મત આ વેળાએ વ્યકત કર્યો હતો.

વધુ વાંચો ગુજરાતીમાં: ત્રણ પાણી પુરવઠા સુધારણા યોજનાઓના ઇ-ખાતમૂર્હત

 

Tuesday, 8 December 2020

Laid foundation stone for Narmada Canal Based Drinking Water Supply Projects


મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ઉત્તર ગુજરાતના આર્થિક-વેપારના કેન્દ્ર મહેસાણામાં ૨૮૭ કરોડ રૂપિયાની પાણી પુરવઠા યોજનાઓના ખાતુમુહર્ત કરતાં જણાવ્યું કેભારતીય જનતા પાર્ટીની સરકારે નાગરિકોની પ્રાથમિક જરૂરિયાતો પૂરી કરવા માટેની અનેક યોજનાઓ શરૂ કરી અને પૂર્ણ પણ કરી દીધી છે.

આ સંદર્ભમાં મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કેભૂતકાળમાં કોંગ્રેસના સાશનમાં લોકો ભુલાઈ ગયેલાલોકોના પ્રશ્નો વિસરાઈ ગયેલા અમે લોકસમસ્યાના સમાધાન કરી પ્રશ્નો હલ કર્યા છે.

વધુ વાંચો ગુજરાતીમાં: ઉત્તર ગુજરાતના મહેસાણા જિલ્લા માટે પાણી પૂરવઠા યોજનાઓનું ખાતમુહૂર્ત

 

Monday, 7 December 2020

CM lays foundation stone of Drinking Water Project of Dhanera


મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે બનાસકાંઠા જિલ્લાના ધાનેરા મુકામે નર્મદા આધારિત કુલ-૪ જૂથ સુધારણા પાણી પુરવઠા યોજનાના રૂ.૨૪૧.૩૪ કરોડના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ કામોના લીધે ધાનેરા, દાંતીવાડા અને ડીસા તાલુકાના ૧૧૯ ગામો અને ધાનેરા શહેરની ૩,૯૧,૦૦૦ વસ્તીને પીવાના શુદ્ધ પાણીનો લાભ મળશે.

આ પ્રસંગે મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ પ્રાસંગીક પ્રવચન કરતા જણાવ્યું કે પ્રજાની સુવિધા, સુખાકારી અને સર્વાંગી વિકાસ માટે અમારી સરકાર મક્કમ રીતે કટિબદ્ધ છે. 

વધુ વાંચો ગુજરાતીમાં: બનાસકાંઠા જિલ્લાના નાગરિકો માટે સીપુ જૂથ સુધારણા યોજનાનું ખાતમુહૂર્ત

 

Sunday, 6 December 2020

CM gifts Drinking Water and Tourism Projects


મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું છે કે, ઊર્જા ક્ષેત્રની જેમ ગુજરાત પાણીના ક્ષેત્રમાં વોટર સરપ્લસ સ્ટેટ બન્યું છે. તેમણે કહ્યું કે, ગુજરાતમાં એક સમયે કૂલ બજેટનું કદ માત્ર આઠ હજાર કરોડનું હતું, તેની સામે હાલમાં માત્ર પીવાના શુદ્ધ પાણીના આયોજન માટે રૂ.૧૪ હજાર કરોડનું બજેટ છે. આ બાબત દર્શાવે છે કે,  રાજય સરકાર ગુજરાતમાંથી પાણીની સમસ્યાને ભૂતકાળ બનાવવા માટે કટિબદ્ધ છે. પાણી એ વિકાસની પ્રાથમિક શરત છે, તેમ તેમણે સ્પષ્ટપણે કહ્યું હતું.

વધુ વાંચો ગુજરાતીમાં: વડોદરા જિલ્લાને પીવાના પાણીના અને પ્રવાસનના વિકાસ કામોની ભેટ

 

Saturday, 5 December 2020

Laid stone of Rs 711 Crore Tapi-Karjan Link Pipeline Project


મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું છે કે, રાજય સરકારે આદિજાતિ ક્ષેત્રના સર્વતોમુખી વિકાસ માટે રૂા.૩૭૦૦ કરોડના ખર્ચે ૧૦ જેટલી સિંચાઇ યોજનાઓ અમલી બનાવી છે. આ યોજનાઓ આદિવાસી ક્ષેત્રમાં વિકાસના સમૃદ્વિના દ્વાર ખોલશે અને વનબંધુ વિસ્તારોમાં જળક્રાંતિથી વિકાસનો નવો યુગ શરૂ થશે.

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રુપાણીએ રૂા .૭૧૧ કરોડના ખર્ચે તૈયાર થનારી તાપી-કરજણ લીંક પાઇપલાઇન સિંચાઇ યોજનાનું સૂરત જિલ્લામાં ઉમરપાડા ખાતે યોજાયેલા કાર્યક્રમમાં ખાતમુહૂર્ત કરતા આદિવાસી વિસ્તારના વિકાસની નવી તકો સાથે નંદનવન બનશે, તેવી પ્રતિબદ્વતા વ્યકત કરી હતી.

વધુ વાંચો ગુજરાતીમાં: તાપી-કરજણ લિંક પાઈપલાઈન ઉદ્દવહન સિંચાઈ યોજનાનું ખાતમુહૂર્ત

 

Thursday, 3 December 2020

Online Development Permission System 2.0 Launched


મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્યમાં ઓન લાઇન ડેવલપમેન્ટ પરમિશન સિસ્ટમ (બાંધકામ પરવાનગી) 2.0નો પ્રારંભ કરાવતા કહ્યું કે આ સરકાર પારદર્શિતા અને સંવેદનશીલતાથી ગુડ ગવર્નન્સની દિશામાં કાર્યરત છે.

ગૃહ, મહેસૂલ, શહેરી વિકાસ જેવા પ્રજાને સીધા સ્પર્શતા વિભાગોમાં ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરીને ઓન લાઇન વ્યવસ્થા વિકસાવી કયાંય કોઇને એક રૂપિયો પણ આપવો ન પડે કે કચેરીના ધક્કા ન ખાવા પડે ઘરે બેઠા જ ઓન લાઇન કામ થઇ જાય તેવી પારદર્શી પરિસ્થિતિ નિર્માણ કરી છે.

વધુ વાંચો ગુજરાતીમાં: ગુજરાતમાં શહેરી વિકાસ ક્ષેત્રે ગુડ ગવર્નન્સ-પારદર્શીતાની અભિનવ પહેલનો પ્રારંભ

Wednesday, 2 December 2020

E-launching of two campaigns – Jal Sharakshan Jagruti and Bharatiya Sanskruti Sharakshan Abhiyaan


મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ યુવાનોના પ્રેરણા સ્ત્રોત અને વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશના સ્થાપક વૈષ્ણવાચાર્ય શ્રી વ્રજરાજકુમારજીને તેમના ૩૫માં જન્મદિવસની ઉજવણી નિમિત્તે શુભેચ્છાઓ આપતાં જણાવ્યું હતું કે, વૈષ્ણવ સંપ્રદાયની આંતરરાષ્ટ્રીય નેટવર્ક ધરાવતી સંસ્થા વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશને ધર્મ, સંસ્કૃતિ, પરંપરાઓ, જનસેવા, સમાજસેવા, રાષ્ટ્રસેવા અને સંસ્કૃતિનું જતન કરીને દેશના યુવાનોને પ્રેરિત કરી રાષ્ટ્રસેવામાં જોડ્યા છે.

વધુ વાંચો ગુજરાતીમાં: જલ સંરક્ષણ જાગૃતિ અને ભારતીય સંસ્કૃતિ સંરક્ષણ અભિયાનનો ઇ-શુભારંભ

 

Tuesday, 1 December 2020

Developmental works of Vadodara Municipal Corporation


મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું છે કે, ગુજરાતના શહેરો વિશ્વના આધુનિક શહેરોની સમકક્ષ બને તે માટે રાજ્ય સરકારે શહેરોના સર્વાંગી વિકાસ માટે પાયાની અને માળખાગત સુવિધાઓ વ્યાપક પ્રમાણમાં ઉભી કરી છે.

મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું કે, જ્યાં માનવી ત્યાં સુવિધાના ધ્યેય મંત્ર સાથે રાજ્ય સરકાર આગળ વધી રહી છે અને શહેરોમાં લોકોને મજબૂત અને પાકા સસ્તા આવાસ,લાઈટ-પાણી સહિતની બધી જ સુવિધાઓ સરળતાથી મળે તે માટે પ્રતિબદ્ધ છે.

વધુ વાંચો ગુજરાતીમાં: વડોદરા મહાનગરપાલિકાના વિવિધ કામોનું ઇ-ખાતમુહૂર્ત અને ઇ-શુભારંભ