મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી એ રાજ્યમાં ગ્રીન એનર્જી ને પ્રોત્સાહન આપવાની દિશામાં વધુ એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે.
શ્રી વિજયભાઈ રૂપાણીએ રાજ્ય ની 11 નગરપાલિકા વિસ્તારમાં આવેલા 15 વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ કે સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ પરિસરમાં સૌર ઊર્જા ના ઉપયોગ માટે સોલાર પ્લાન્ટ સ્થાપવા કુલ 13.61 કરોડ રૂપિયાના કામો મંજૂરી આપી છે. આ સોલાર પ્લાન્ટ દ્વારા અંદાજે સમગ્રતયા 2835 કિલો વોટ સૌર ઊર્જા ઉત્પાદન થશે. એટલું જ નહિ સૌર ઉર્જાથી વીજઉત્પાદનને પરિણામે નગરપાલિકાઓના વીજ બિલ માં વાર્ષિક રૂ. 2.94 કરોડની વીજ બચત પણ થવાની છે.
0 comments:
Post a Comment