Tuesday, 31 March 2020

State Administration Distributes Nearly 8.95L Food Packets To Needy Citizens


વિશ્વવ્યાપી મહામારી કોરોના વાયરસને વ્યાપક પ્રસરતો અટકાવવાની સતર્કતા રૂપે દેશવ્યાપી ર૧ દિવસના લોકડાઉનમાં ગુજરાતમાં પ્રજાજનો – નાગરિકોને જીવન આવશ્યક ચીજવસ્તુઓ, સેવાઓ સુચારૂ રૂપે મળી રહ્યા છે.

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીના દ્રષ્ટિવંત નેતૃત્વમાં રાજ્યના વહિવટીતંત્રએ આ અંગેનું સુદ્રઢ આયોજન કર્યુ છે. મુખ્યમંત્રીશ્રીના સચિવ શ્રી અશ્વિનીકુમારે રાજ્યમાં લોકડાઉનના ૬ઠ્ઠા દિવસની પરિસ્થિતીની વિગતો પ્રચાર માધ્યમો સમક્ષ આપી હતી.

ગુજરાતીમાં વધુ વાંચો:કોરોના કોવિડ-૧૯ વાયરસની પ્રવર્તમાન સ્થિતીમાં રાજ્યમાં જરૂરતમંદ વ્યકિતઓને ૮.૯પ લાખ ફૂડપેકેટસ અપાયા

Friday, 27 March 2020

To fight against Corona virus, CM appealed to Citizens to Make Donations Generously into CM Relief Fund


મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ વિશ્વવ્યાપી કોરોના વાયરસ કોવિદ-૧૯ના રોગચાળા સામે લડવા અને આ રોગની અસરોથી થયેલ નુકશાનમાંથી જનજીવન પૂર્વવત કરવાના સહયોગ રૂપે મુખ્યમંત્રી રાહતનિધિમાં ઉદાર હાથે ફાળો આપવા સૌ નાગરિકો-પ્રજાજનોને અપિલ કરી છે.

શ્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું છે કે આ રાહતનિધિમાં આપવામાં આવતું દાન-ફાળો આવકવેરાની કલમ ૮૦-જી હેઠળ કરમુકિતને પાત્ર છે.

મુખ્યમંત્રીશ્રી રાહતનિધિમાં જે દાન-ફાળાની અવિરત સરવાણી વહી રહી છે તેમાં અત્યાર સુધીમાં ૩પ૦૦ જેટલા વ્યકિત-સંસ્થાઓએ ફાળો સેવાભાવે અર્પણ કર્યો છે.

Thursday, 26 March 2020

CM’s Sensitive Initiative Vadil Vandana For Elderly In Gujarat

CM’s Sensitive Initiative Vadil Vandana For Elderly In Gujarat

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ કોરોના વાયરસની પ્રવર્તમાન સ્થિતીમાં રાજ્યના મહાનગરોમાં એકલા વસવાટ કરતા નિ:સહાય વૃદ્ધ વડિલોને અને નિરાધાર વ્યકિતઓને ઘેર બેઠા વિનામૂલ્યે ભોજન મળી રહે તેવી અનોખી માનવીય સંવેદના સાથે વડીલ વંદના કરી છે.

શ્રી વિજયભાઇ રૂપાણીએ નિર્ણય કર્યો છે કે રાજ્યના અમદાવાદવડોદરાસુરતરાજકોટજામનગરભાવનગરજૂનાગઢ અને ગાંધીનગર મહાનગરોમાં ઘરે એકલા રહેતા હોય અને ટિફિન મંગાવી ભોજન કરતા હોય તેવા નિ:સહાય વૃદ્ધ વડિલોને અને નિરાધાર વ્યકિતઓને પ્રવર્તમાન લોકડાઉનની સ્થિતીમાં ઘરે બેઠા વિનામૂલ્યે ભોજન સેવા આ મહાનગરોના શહેરી સત્તાતંત્ર જે તે નગરોની સ્વૈચ્છિક સેવાભાવી સંસ્થાઓના સહયોગથી પૂરી પાડવામાં આવશે. 

Emergency Helpline Started by the State Government to Ensure Provision of Essential Items during Lock down

Emergency Helpline Started by the State Government to Ensure Provision of Essential Items during Lockdown

વિશ્વભરમાં ફેલાયેલી કોરોના વાયરસની સ્થિતીમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ દેશના નાગરિકોને સુરક્ષિત રાખવા ર૧ દિવસનો લોકડાઉન જાહેર કર્યો છે.

ગુજરાતમાં આ લોકડાઉનના દિવસો દરમિયાન રાજ્યના સૌ નાગરિકોને દૂધ, શાકભાજી, અનાજ, દાળ, કરિયાણું વગેરે કોઇ પણ જાતની મુશ્કેલી વિના સરળતાએ મળી રહે તેવું સુદ્રઢ આયોજન રાજ્ય સરકારે હાથ ધર્યુ છે.

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્યના હરેક નાગરિકો-પરિવારોને આવી જીવનજરૂરી ચીજવસ્તુઓ બેરોકટોક મળતી રહે તે માટે જિલ્લાના પુરવઠા તંત્રને સતત મોનિટરીંગ કરવા પ્રેરિત કર્યુ છે.

Wednesday, 11 March 2020

Gujarat Has Raised Ganga Swarupa Yojna Pension amount, Income Eligibility Norms


મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ પારદર્શી પ્રશાસનની વધુ એક નવતર પહેલ રૂપે રાજ્યમાં ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજનાની લાભાર્થી બહેનોને આપવામાં આવતી માસિક સહાય સીધી જ લાભાર્થીના પોસ્ટ ખાતામાં જમા કરાવવાની ડી.બી.ટી કાર્યપદ્ધતિનો પ્રારંભ કરાવ્યો છે.

શ્રી વિજયભાઇ રૂપાણીએ કેન્દ્ર સરકારના નેશનલ સોશિયલ આસીસટન્સ પ્રોગ્રામ પોર્ટલ સાથે રાજ્ય સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગના જોડાણ દ્વારા રાજ્યના ૩૩ જિલ્લાઓની કુલ ૩ લાખ ૭૦ હજાર લાભાર્થી માતા-બહેનોને એક સાથે માસિક પેન્શન સહાયના કુલ પ૩ કરોડ રૂપિયા તેમના પોસ્ટ ખાતામાં માત્ર એક જ કલીકથી જમા કરાવ્યા હતા.

Monday, 9 March 2020

Cm Clears Solar Plants, worth Rs. 13.61-cr, for use of Solar Energy for Water Treatment, Sewage Treatment Plants


મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી એ રાજ્યમાં ગ્રીન એનર્જી ને પ્રોત્સાહન આપવાની દિશામાં વધુ એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે.

શ્રી વિજયભાઈ રૂપાણીએ રાજ્ય ની 11 નગરપાલિકા વિસ્તારમાં આવેલા 15 વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ કે સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ પરિસરમાં સૌર ઊર્જા ના ઉપયોગ માટે સોલાર પ્લાન્ટ સ્થાપવા કુલ 13.61 કરોડ રૂપિયાના કામો  મંજૂરી આપી છે. આ સોલાર પ્લાન્ટ દ્વારા અંદાજે સમગ્રતયા 2835 કિલો વોટ સૌર ઊર્જા ઉત્પાદન થશે. એટલું જ નહિ સૌર ઉર્જાથી વીજઉત્પાદનને પરિણામે નગરપાલિકાઓના વીજ બિલ માં વાર્ષિક રૂ. 2.94 કરોડની વીજ બચત પણ થવાની છે.

Sunday, 8 March 2020

Chief Minister approved Ten TP and One Final DP Scheme for Urban Areas in Gujarat


મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ મહાનગરો અને નગરોના સુગ્રથિત વિકાસની પ્રતિબદ્ધતા સાથે વર્ષ ૨૦૨૦ના પ્રથમ ત્રણ માસમાં જ ૧૦ TP અને ૧ ફાયનલ DP યોજના સહિત કુલ-૧૧ પ્રોજેકટ મંજૂર કર્યા છે. શ્રી વિજયભાઇ રૂપાણીએ ૨૦૧૮ અને ૨૦૧૯માં એમ સતત બે વાર નગર રચના યોજનાઓ મંજૂર કરવાનો શતક રાજ્યના ઇતિહાસમાં પ્રથમવાર પૂર્ણ કર્યા બાદ હવે, ૨૦૨૦માં પણ આવી ત્વરિત મંજુરીની વિકાસકૂચ જારી રાખવાની પ્રતિબદ્ધતા દર્શાવી છે. તેમણે TP DP માં ઝિરો પેન્ડન્સીનો લક્ષ્ય રાખવાની વિભાગને સ્પષ્ટ સૂચનાઓ આપી છે.

મુખ્યમંત્રીશ્રીએ રાજ્યના મહાનગરોના થઇ રહેલા ઝડપી વિકાસના સંદર્ભમાં ત્વરાએ નાગરિકલક્ષી સુવિધાઓ પૂરી પાડવાની નેમ સાથે સુરત મહાનગર માટે વધુ ત્રણ પ્રારંભિક ટાઉન પ્લાનીંગ સ્કીમને મંજૂરી આપી છે. 

Friday, 6 March 2020

Gujarat CM Shri Vijaybhai Rupani launched ITI Placement Portal – ‘ADITYA’


મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ ભારતીય શિક્ષક પ્રશિક્ષક સંસ્થાન (ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટીચર એજ્યુકેશન – આઈઆઈટીઈ) દ્વારા તૈયાર કરવામાં આવેલા જોબ પ્લેસમેન્ટ પોર્ટલ ‘આદિત્ય’-(એકમ્પ્લિશિંગ ડ્રીમ્સ ફોર ઇન્ડિયન ટીચર્સ એન્ડ યર્નિંગ એડમિનિસ્ટ્રેટર્સ)નું ગાંધીનગરમાં લોકાર્પણ કર્યુ હતું.

શિક્ષણ મંત્રી શ્રી ભુપેન્દ્રસિંહજી ચૂડાસમા આ લોકાર્પણ વેળાએ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યમંત્રીશ્રીએ આદિત્ય પોર્ટલ લોકાપર્ણ કરતાં જણાવ્યું કે, ‘‘ભારત જ્યારે 5 ટ્રિલિયન ડૉલર્સનું અર્થતંત્ર બનવા તરફ આગળ વધી રહ્યું છે, ત્યારે આપણે તાલીમબદ્ધ મેનપાવર (માનવબળ) પણ નિકાસ કરવાનો છે.

Thursday, 5 March 2020

Gujarat Chief Minister opens Global Meet on India Medical Device-2020 at Mahatma Mandir


મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ દેશમાં મેન્યૂફેકચરીંગ અને ઓટો હબ બનેલું ગુજરાત ફાર્માસ્યુટિકલ અને મેડીકલ ડિવાઇસીસ સેકટરમાં પણ લીડ લેવા પ્રતિબદ્ધ છે તેવો વિશ્વાસ વ્યકત કર્યો છે. આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, ફાર્મા સેકટરના ૪પ૦૦ થી વધુ ઉત્પાદન એકમો સાથે ગુજરાત એકલું દેશના કુલ ફાર્માસ્યુટિકલ આઉટપૂટમાં ૩૧ ટકા યોગદાન આપે છે.

મુખ્યમંત્રીશ્રી મહાત્મા મંદિરમાં યોજાઇ રહેલી ઇન્ડીયા ફાર્મા એન્ડ ઇન્ડીયા મેડીકલ ડિવાઇસ-૨૦૨૦ અન્વયે પાંચમી આંતરરાષ્ટ્રિય પરિષદનો પ્રારંભ કરાવતા સંબોધન કરી રહ્યા હતા.તેમણે કેન્દ્ર સરકારે ગુજરાતમાં તાજેતરમાં જ બે ડેડીકેટેડ પાર્ક ફાર્માસ્યુટિકલ-મેડીકલ ડિવાઇસ સેકટર માટે મંજુર કર્યા છે તે માટે પ્રધાનમંત્રીશ્રીનો હ્વદયપૂર્વક આભાર વ્યકત કર્યો હતો.

Sunday, 1 March 2020

Chief Minister Laid Stone of Rajkot District Court New Building in Presence of SC, HC Judges


મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે રાષ્ટ્રના વિકાસ માટે ન્યાયતંત્રની ભૂમિકા અતિ મહત્વની છે. આ માટે ગુજરાતમાં rule of law પ્રત્યે આદર વધે અને લોકોને ઝડપી ન્યાય થકી રામરાજ્યની કલ્પના સાકાર થાય તે માટે સરકાર કટિબદ્ધ છે. મુખ્યમંત્રીશ્રીએ આજે રાજકોટ ખાતે અંદાજિત રૂપિયા ૧૧૮ કરોડના ખર્ચે નિર્માણ પામનાર જિલ્લા ન્યાયાલયના આધુનિક ભવનનું ભૂમિપૂજન કર્યું હતું. તેમની સાથે સુપ્રીમકોર્ટના ન્યાયાધીશશ્રી એમ.આર.શાહ તેમજ હાઇકોર્ટ મુખ્ય ન્યાયધીશશ્રી વિક્રમ નાથ જોડાયા હતા.

મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં ન્યાયમંદિરો સમયની સાથે આધુનિક બને અને તેમાં ન્યાય મેળવવા આવતા લોકોને વધુ સારી સુવિધાઓ પ્રાપ્ત થાય તે માટે રાજ્ય સરકારે સમયોચિત ફેરફારો કરી સમગ્ર રાજ્યમાં ન્યાયાલયોના આધુનિક ભવનોનું નિર્માણ કાર્ય આરંભ્યું છે.