મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું છે કે, વિશ્વ આખામાં આજે હરિયાળી ઘટતી જાય છે તેના પગલે ગરમીનો કહેર વધ્યો છે. પર્યાવરણમાં બદલાવ આવ્યો છે.
સાથે સાથે નદીઓ પણ પ્રદૂષિત થઇ રહી છે ત્યારે નદીઓનું શુધ્ધિકરણ અને નદીઓ સહિત પર્યાવરણની સુરક્ષા કરતાં વૃક્ષોનું વાવેતર આપણી અગ્રીમતા હોવી જોઇએ. સ્વચ્છ સાબરમતી મહાઅભિયાન અને મિશન મિલીયન ટ્રીઝ – વૃક્ષારોપણ અભિયાન એ આ દિશામા નો જ એક અભિગમ છે એમ તેમણે ઉમેર્યું હતું.
મુખ્યમંત્રીશ્રીએ આજે વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે મિશન મિલીયન ટ્રીઝ વૃક્ષારોપણ તથા ‘સ્વચ્છ સાબરમતી’ મહાઅભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો.
ગુજરાત યુનિવર્સિટી, અમદાવાદ એજ્યુકેશન સોસાયટી, ટાઇમ્સ ઓફ ઇન્ડિયા, કેન્ટોન્મેન્ટ બોર્ડ, એરપોર્ટ ઓથોરિટી, જી.આઇ.ડી.સી. એસ્ટેટ, હાઇવે ઓથોરિટી, રેલ્વે સહિતની અનેક અગ્રગણ્ય સંસ્થાઓનો આ કાર્યક્રમમાં સહયોગ મળ્યો છે.
0 comments:
Post a Comment