મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું છે કે, ગુજરાતના બાલાસિનોર પાસે રૈયાલીના ડાયનાસોર મ્યુઝિયમ અને ફોસીલ પાર્કને થ્રી ડી ટેક્નોલોજી અને આધુનિક તકનીક સાથે વિશ્વ પ્રવાસન કેન્દ્ર તરીકે વિકસાવવા પ્રવાસન વિભાગને 10 કરોડ રૂપિયાની વધારાની રકમ સરકાર આપશે.
તેમણે આજે રૈયાલીમાં ડાયનાસોર મ્યુઝિયમનું લોકાર્પણ કરતા હવે ગુજરાતના પ્રવાસન વિકાસમાં એક નવું મોર પીંછ ઉમેરાયાનું ગૌરવ વ્યક્ત કર્યું હતું.
મુખ્યમંત્રીએ કહ્યું કે, વિશ્વના પ્રવાસન નકશે ગુજરાતના પ્રવાસનધામો સાથે હવે આ મ્યુઝિયમ પણ ચમક્યું છે અને ગુજરાતે વિશ્વના દેશોની હરોળમાં અગ્રેસર રહેવાની પરંપરા સાકાર કરી છે.
શ્રી વિજયભાઈ રૂપાણીએ ગુજરાતમાં પ્રવાસન વૈવિધ્યની વિશેષતાઓની વિશદ ભૂમિકા આપતા ટુરિઝમ સરકીટ વિકસાવવાની પણ નેમ દર્શાવી હતી.
0 comments:
Post a Comment