મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીની અધ્યક્ષતામાં અને નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલની ઉપસ્થિતીમાં સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગરમાં યોજાયેલી ઉચ્ચસ્તરીય બેઠકમાં સંભવિત ‘વાયુ’ વાવાઝોડાની આફતની છેલ્લામાં છેલ્લી સ્થિતીની સર્વગ્રાહી સમીક્ષા કરવામાં આવી હતી.
મુખ્ય સચિવ શ્રી ડૉ. જે. એન. સિંહ, મુખ્યમંત્રીશ્રીના મુખ્ય અગ્ર સચિવ શ્રી કે. કૈલાસનાથન અને વરિષ્ઠ સચિવો આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા.
મુખ્યમંત્રીશ્રીએ આ બેઠક બાદ પ્રચાર માધ્યમો સમક્ષ જણાવ્યું કે, ગુજરાતમાં આવનારી આ સંભવિત વાયુ વાવાઝોડાની આફતથી આપણે ભયમૂકત થયા છીયે.
‘‘આ વાવાઝોડું સંપૂર્ણ રીતે અરબી સમૂદ્રમાં પશ્ચિમ તરફ આગળ વધ્યું છે અને ગુજરાત ઉપરનો આ વાવાઝોડાનો ખતરો ટળી ગયો છે.’’ તેમ તેમણે કહ્યું હતું.
0 comments:
Post a Comment