Monday, 17 June 2019

GUJ CM inaugurated Krishi Mahotsav 2019 at Khanpur in Panchmahal district

Krishi Mahotsav 2019 at Khanpur

મુંખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ ખેડૂતોને પરંપરાગત ખેતીને બદલે આધૂનિક અને વૈજ્ઞાનિક ખેત પધ્ધતિઓ અપનાવી ઓછા ખર્ચે મહત્તમ પાક ઉત્પાદન મેળવી આર્થિક રીતે પગભર બનવા જણાવ્યું છે.
મુંખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું કે, વર્ષ ૨૦૨૨ સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવા ગુજરાત હંમેશા અગ્રેસર રહી વડાપ્રધાનશ્રીના નવા ભારતના સ્વપ્નને સાકાર કરવા સંકલ્પબધ્ધ છે.
મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ આજે પંચમહાલ જિલ્લાના મોરવા-હડફ તાલુકાના ખાનપુર ખાતેથી રાજયવ્યાપી ખરીફ કૃષિ મહોત્સવ-૨૦૧૯ નો પ્રારંભ કરાવ્યો હતો. મુખ્યમંત્રીશ્રીએ આ અવસરે યોજાયેલ કૃષિલક્ષી પ્રદર્શનને ખુલ્લું મુકી પ્રદર્શનના વિવિધ સ્ટોલોની મુલાકાત લીધી હતી. મુખ્યમંત્રીશ્રીએ ભારતીય સંસ્કૃતિની પ્રતિક એવી ગૌ-માતાનું પૂજન કર્યું હતું.

Saturday, 15 June 2019

Gujarat Chief Minister Reviews Cyclone Vayu at state emergency operation centre

Cyclone Vayu at state emergency operation centre

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીની અધ્યક્ષતામાં અને નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલની ઉપસ્થિતીમાં સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગરમાં યોજાયેલી ઉચ્ચસ્તરીય બેઠકમાં સંભવિત ‘વાયુ’ વાવાઝોડાની આફતની છેલ્લામાં છેલ્લી સ્થિતીની સર્વગ્રાહી સમીક્ષા કરવામાં આવી હતી.
મુખ્ય સચિવ શ્રી ડૉ. જે. એન. સિંહ, મુખ્યમંત્રીશ્રીના મુખ્ય અગ્ર સચિવ શ્રી કે. કૈલાસનાથન અને વરિષ્ઠ સચિવો આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા.
મુખ્યમંત્રીશ્રીએ આ બેઠક બાદ પ્રચાર માધ્યમો સમક્ષ જણાવ્યું કે, ગુજરાતમાં આવનારી આ સંભવિત વાયુ વાવાઝોડાની આફતથી આપણે ભયમૂકત થયા છીયે.
‘‘આ વાવાઝોડું સંપૂર્ણ રીતે અરબી સમૂદ્રમાં પશ્ચિમ તરફ આગળ વધ્યું છે અને ગુજરાત ઉપરનો આ વાવાઝોડાનો ખતરો ટળી ગયો છે.’’  તેમ તેમણે કહ્યું હતું.

Friday, 14 June 2019

GUJ CM conducted a review meeting with officials on preparedness in view of Vayu Cyclone forecast

preparedness in view of Vayu Cyclone forecast

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ ગુજરાતમાં સંભવિત વાયુ વાવાઝોડાની તીવ્રતા અને પવનની ગતિ, વરસાદનું જોર ધ્યાનમાં રાખીને સૌરાષ્ટ્ર-કચ્છના જિલ્લાઓમાં દરિયાકિનારાથી ૧૦ કિ.મી. વિસ્તારના ગામોમાં કાચા-અર્ધપાકા-પાકા મકાનોમાં રહેતા ૧૦૦ ટકા લોકોને સલામત સ્થળે શિફટ કરવા સંબંધિત જિલ્લા કલેકટરોને સ્પષ્ટ સૂચનાઓ આપી છે.
મુખ્યમંત્રીશ્રીએ નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલ સાથે ગાંધીનગરમાં સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરમાંથી સૌરાષ્ટ્ર-કચ્છના કલેકટરો સાથે વિડીયો કોન્ફરન્સ સમીક્ષા બેઠક યોજીને સ્થિતીનો જાયજો મેળવ્યો હતો.
શ્રી વિજયભાઇ રૂપાણીએ સ્પષ્ટ દિશાનિર્દેશો આપ્યા કે, આ વાયુ વાવાઝોડું બુધવારની મધ્યરાત્રી કે ગુરૂવારની વહેલી સવારે ગુજરાત પર ત્રાટકવાની પૂરી શકયતાઓ છે. કલાકના ૧ર૦ કિ.મી.થી ૧પ૦-૧૬૦ કિ.મી.ની ઝડપે પવન ફૂંકાઇ શકે તેમજ ભારે વરસાદ થવાની પણ સંભાવના છે. 

Thursday, 13 June 2019

GUJ CM inaugurated 7th edition Of Iphex, International Pharmaceutical & Healthcare Exhibition 2019

7th edition Of Iphex, International Pharmaceutical & Healthcare Exhibition

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ દવા ઉત્પાદકોને આવનારા બે દાયકાના ભાવિને ધ્યાને રાખી લોકોને વાજબી ભાવે દવા અને આરોગ્ય રક્ષા પ્રદાન કરવા આહવાન કર્યુ છે.
આ સંદર્ભમાં તેમણે સ્પષ્ટપણે જણાવ્યું કે, નવી નવી થતી જતી બિમારી-રોગ સામેના રક્ષણાત્મક ઉપચાર ઉપાય તરીકે સસ્તી અને સચોટ દવા પૂરી પાડવાનું જનસેવા દાયિત્વ દવા ઊદ્યોગે નિભાવવાનું છે.
મુખ્યમંત્રીશ્રીએ ગાંધીનગરમાં ઇન્ટરનેશનલ ફાર્માસ્યુટીકલ એન્ડ હેલ્થકેર એકઝીબિશનનો પ્રારંભ કરાવ્યો હતો. આ એકઝીબિશનમાં ૧ર૦ દેશો, ૩૭૦ એકઝીબિટર્સ અને ૭૦૦થી વધુ દેશ-વિદેશના વ્યવસાયકારો ભાગ લેવાના છે.
ભારત સરકારના ડિપાર્ટમેન્ટ ઓફ કોમર્સના સહયોગથી ફાર્માસ્યુટીકલ એકસપોર્ટ પ્રમોશન કાઉન્સીલ દ્વારા તા. ૧૦ થી ૧ર જૂન-ર૦૧૬ દરમ્યાન આ પ્રદર્શન યોજવામાં આવ્યું છે.


Wednesday, 12 June 2019

Gujarat CM opens ‘Command and Control Centre’ for education department’s projects

'Command and Control Centre’ for education department’s projects

મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ ગૌરવ સાથે જણાવ્યું કે રાજ્યમાં સાફ નિયત અને સ્પષ્ટ નીતિથી સાર્વત્રિક શિક્ષણનો વ્યાપ વધારી ભાવિ પેઢીને  વિશ્વ સાથે કદમ મિલાવી શકે તેવી સજ્જ અને સક્ષમ બનાવવાની ગુજરાતે પહેલરૂપ શરૂઆત કરી છે.
મુખ્યમંત્રીશ્રી પ્રાથમિક શિક્ષણની ગુણવત્તા સુધારણા અને શાળામાં ડિજિટલ એટેન્ડન્સ સહિતના વિવિધ પ્રોજેક્ટ્સના પ્રારંભ અવસરે સંબોધન કરી રહ્યા હતા.
તેમણે શિક્ષણ વિભાગના કમાન્ડ એન્ડ કન્ટ્રોલ સેન્ટર નો પણ પાટનગરમાં આરંભ કરાવ્યો હતો અને બી આર સી- સી આર સી ને ટેબ્લેટ વિતરણ કર્યું હતું.


Tuesday, 11 June 2019

GUJ CM Shri Vijaybhai Rupani attended Pandit Omkarnath Sashtriya Sangit award ceremony

Pandit Omkarnath Sashtriya Sangit award ceremony

મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ ગુજરાતની હરણફાળ વિકાસયાત્રા માત્ર આંતરમાળખાકીય વિકાસ પૂરતી સિમિત ન રાખતા કલા, સાહિત્ય, સંગીત, ખેલકૂદ ક્ષેત્રે પણ જનજનને આત્મીય આનંદ અનુભૂતિ કરાવવાના વાતાવરણ નિર્માણની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે.
મુખ્યમંત્રીશ્રીએ ગાંધીનગરમાં રાજ્ય સરકારની સંગીત નાટક અકાદમી અને ગાંધીનગર કલ્ચરલ ફોરમ સહ આયોજિત સમારોહમાં રાજ્ય સરકારના પંડિત ઓમકારનાથ શાસ્ત્રીય સંગીત એવોર્ડ ચાર શ્રેષ્ઠત્તમ સંગીતજ્ઞને એનાયત કર્યા હતા.
આ પુરસ્કાર એવોર્ડ હેઠળ રાજ્ય સરકાર રૂા. પાંચ લાખનો પુરસ્કાર, તામ્રપત્ર અને શાલ મુખ્યમંત્રીશ્રી, વિધાનસભા અધ્યક્ષ શ્રી રાજેન્દ્ર ત્રિવેદી અને યુવક, સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ રાજ્ય મંત્રી શ્રી ઇશ્વરસિંહ પટેલે અર્પણ કર્યા હતા.

Monday, 10 June 2019

Gujarat CM Shri Vijaybhai Rupani inaugurated Dinosaur and Fossil Park at Raiyoli Balasinor

Dinosaur and Fossil Park at Raiyoli Balasinor

મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું છે કે, ગુજરાતના બાલાસિનોર પાસે રૈયાલીના ડાયનાસોર મ્યુઝિયમ અને ફોસીલ પાર્કને થ્રી ડી ટેક્નોલોજી અને આધુનિક તકનીક સાથે વિશ્વ પ્રવાસન કેન્દ્ર  તરીકે વિકસાવવા પ્રવાસન વિભાગને 10 કરોડ રૂપિયાની વધારાની રકમ સરકાર આપશે.
તેમણે આજે રૈયાલીમાં ડાયનાસોર મ્યુઝિયમનું લોકાર્પણ કરતા  હવે ગુજરાતના પ્રવાસન વિકાસમાં એક નવું મોર પીંછ ઉમેરાયાનું ગૌરવ વ્યક્ત કર્યું હતું.
મુખ્યમંત્રીએ કહ્યું કે,  વિશ્વના પ્રવાસન નકશે ગુજરાતના પ્રવાસનધામો સાથે હવે આ મ્યુઝિયમ પણ ચમક્યું છે અને ગુજરાતે  વિશ્વના દેશોની હરોળમાં અગ્રેસર રહેવાની પરંપરા સાકાર કરી છે.
શ્રી વિજયભાઈ રૂપાણીએ  ગુજરાતમાં પ્રવાસન વૈવિધ્યની વિશેષતાઓની વિશદ ભૂમિકા આપતા ટુરિઝમ સરકીટ વિકસાવવાની પણ નેમ દર્શાવી હતી.



Saturday, 8 June 2019

Chief Minister opens China-India-Gujarat economic and trade conference

China-India-Gujarat economic and trade conference

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ આજની વૈશ્વિક અર્થવ્યવસ્થામાં ભારત અને ચીન બેય રાષ્ટ્રો મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી રહ્યા હોવાનો સ્પષ્ટ મત વ્યકત કર્યો છે.

આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, ભારતના રાજ્યોમાં સૌથી તેજ ગતિએ વિકાસ સાધી રહેલા ગુજરાતનો અન્ય રાષ્ટ્રો સાથેના ભારતના સંબંધોમાં અગ્રણી રોલ રહ્યો છે.

મુખ્યમંત્રીશ્રીએ અમદાવાદમાં ચાયના ઇન્ડીયા-ગુજરાત ઇકોનોમીક એન્ડ ટ્રેડ કો-ઓપરેશન કોન્ફરન્સ-ર૦૧૯નો પ્રારંભ કરાવ્યો હતો.

ચાયનાના ગ્વાન્ગડોંગના પ્રોવિન્સની ડિપાર્ટમેન્ટ ઓફ કોમર્સ અને ફીક્કીની ગુજરાત શાખા  તેમજ ઇન્ડેક્ષ્ટ-બી સહ આયોજિત આ કોન્ફરન્સમાં ચાયનાના અગ્રણી ઊદ્યોગ સંચાલકો, ગ્વાન્ગડોંગના પ્રોવિન્સના રાજદ્વારી અગ્રણીઓ ભાગ લઇ રહ્યા છે.

Thursday, 6 June 2019

Comprehensive Air Action Plan (CAAP) for Gujarat cities

Comprehensive Air Action Plan(CAAP) for Gujarat cities

Ahmedabad: In a major step towards curbing the killer participate matter (PM) pollution, for the first time, a three layered multi-department body has been formed to implement a Comprehensive Air Action Plan (CAAP) for Gujarat cities. Beginning with Ahmedabad, the three layered committees, involving 10 department of the government will steer an action plan on the ground.


Swachh Sabarmati Abhiyan & Mission Million Trees launched on the occasion of World Environment Day

Swachh Sabarmati Abhiyan & Mission Million Trees launched

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું છે કે, વિશ્વ આખામાં આજે હરિયાળી ઘટતી જાય છે તેના પગલે ગરમીનો કહેર વધ્યો છે. પર્યાવરણમાં  બદલાવ આવ્યો છે.

સાથે સાથે નદીઓ પણ પ્રદૂષિત થઇ રહી છે ત્યારે નદીઓનું શુધ્ધિકરણ અને નદીઓ સહિત પર્યાવરણની સુરક્ષા કરતાં વૃક્ષોનું વાવેતર આપણી અગ્રીમતા હોવી જોઇએ. સ્વચ્છ સાબરમતી મહાઅભિયાન અને મિશન મિલીયન ટ્રીઝ – વૃક્ષારોપણ અભિયાન એ આ દિશામા નો જ એક અભિગમ છે એમ તેમણે ઉમેર્યું હતું.

મુખ્યમંત્રીશ્રીએ આજે વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે મિશન મિલીયન ટ્રીઝ વૃક્ષારોપણ તથા ‘સ્વચ્છ સાબરમતી’ મહાઅભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો.

ગુજરાત યુનિવર્સિટી, અમદાવાદ એજ્યુકેશન સોસાયટી, ટાઇમ્સ ઓફ ઇન્ડિયા, કેન્ટોન્મેન્ટ બોર્ડ, એરપોર્ટ ઓથોરિટી, જી.આઇ.ડી.સી. એસ્ટેટ, હાઇવે ઓથોરિટી, રેલ્વે સહિતની અનેક અગ્રગણ્ય સંસ્થાઓનો આ કાર્યક્રમમાં સહયોગ  મળ્યો છે.

Monday, 3 June 2019

GUJ CM Shri Vijaybhai Rupani inaugurated education expo in Ahmedabad

Shri Vijay Rupani Inaugurated Education Expo

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું છે કે, કારકિર્દીની પસંદગી વાલીઓ સાથે વિદ્યાર્થીઓ માટે પણ પડકારરૂપ હોય છે ત્યારે વિદ્યાર્થીઓને આ અંગે એક જ સ્થળેથી માર્ગદર્શન અને માહિતી મળે તે સમયની માંગ છે.

જી.એમ.ડી.સી. ગ્રાઉન્ડ ખાતે યોજાયેલા એજ્યુકેશન એક્સ્પોને ખુલ્લો મુકતાં મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, અત્રે યોજાયેલા એક્સ્પોમાં વિદ્યાર્થીઓને ગુજરાતની વિવિધ કોલેજો, વિવિધ યુનિવર્સિટીઓ અને તેમાં ઉપલબ્ધ અભ્યાસક્રમોની માહિતી ઉપલબ્ધ બનશે.

તેમણે જણાવ્યું કે, અત્યારે મોટા ભાગની શૈક્ષણિક સંસ્થાઓમાં વેકેશન ચાલુ છે અને આગામી સપ્તાહમાં જ વિવિધ કોલેજો શરૂ થશે ત્યારે અહીં યોજાયેલો એક્સ્પો રાઇટ ટાઇમ ફોર રાઇટ જોબ છે.

મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, રાજ્યમાં શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે નવ યુનિવર્સિટીઓ હતી તે વધારીને આજે ૬૦ યુનિવર્સિટીઓ વૈવિધ્યસભર વિષયોનું જ્ઞાન પીરસે છે.