Friday, 28 October 2022

Assistance package to the Farmers

Kharif season of 2022, મુખ્યમંત્રીશ્રીનો કિસાન હિતકારી નિર્ણય, માતબર સહાય પેકેજ જાહેર

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના ૮ લાખથી વધુ ખેડૂત ખાતેદારોના વ્યાપક હિતમાં કિસાન હિતલક્ષી મહત્વપૂર્ણ નિર્ણય કરીને રૂ. ૬૩૦.૩૪ કરોડનું માતબર સહાય પેકેજ જાહેર કર્યુ છે
રાજ્યમાં ર૦રર ની ખરીફ રૂતુમાં ભારે વરસાદને કારણે ખેડૂતોના પાકને થયેલા નુકશાનમાં સહાયરૂપ થવાના ઉદાત્ત અભિગમથી આ સહાય પેકેજ જાહેર કરવામાં આવ્યું છે.
આ વર્ષે ભારે વરસાદને કારણે ૧૪ જિલ્લામાં ખેતરોમાં પાણી ભરાવાને કારણે ખેતી પાકોને વ્યાપક નુકશાન થયું હતું.

છોટાઉદેપૂર, નર્મદા, પંચમહાલ, નવસારી, વલસાડ, ડાંગ, તાપી, સુરત, કચ્છ, જૂનાગઢ, મોરબી, પોરબંદર, આણંદ, ખેડા જિલ્લાઓના કુલ પ૦ તાલુકાઓના રપપ૪ ગામોમાં પાક નુકશાની અંગેના અહેવાલો સંબંધિત જિલ્લા તંત્ર મારફતે રાજ્ય સરકારને મળ્યા હતા.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે આ અહેવાલોના સર્વગ્રાહી આકલન અને ખેડૂતો, ખેડૂત સંગઠનોની તથા પ્રજા પ્રતિનિધિઓની રજુઆતો સંદર્ભે સંવેદનાપૂર્ણ અભિગમ અપનાવીને આ ૬૩૦.૩૪ કરોડ રૂપિયાના માતબર સહાય પેકેજની ઘોષણા કરી છે.

ગુજરાતીમાં વધુ વાંચો: મુખ્યમંત્રીશ્રીનો કિસાન હિતકારી નિર્ણય

 

IT-ITes Policy-2022-27

Gujarat IT/ITes Policy 2022-27, digital innovation, Digital India Mission, Department of Science Technology, Government of Gujarat, IT-ITes પોલિસી-ર૦રર-ર૭

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્યમાં ડિઝીટલ ઇનોવેશનને વેગ આપવા જાહેર કરવામાં આવેલી ગુજરાત IT/ITes પોલિસી ર૦રર-ર૭ને વ્યાપક પ્રતિસાદ મળી રહ્યો છે.

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના ડિઝીટલ ઇન્ડીયા મિશન અને આત્મનિર્ભર ભારતના વિઝનને સાકાર કરવામાં ગુજરાતની આ પોલિસી ઉપયુકત બની છે.

આ સંદર્ભમાં મુખ્યમંત્રીશ્રીની પ્રેરક ઉપસ્થિતીમાં રૂ. ૧૦૦૦ કરોડથી વધુના રોકાણ સાથે રાજ્યનું પ્રથમ સબમરીન કેબલ લેન્ડીંગ સ્ટેશન તથા ડેટા સેન્ટર નિર્માણ માટેના MoU ગુજરાત સરકાર અને લાઇટ સ્ટોર્મ વચ્ચે સંપન્ન થયા છે.

ગુજરાત સરકારના સાયન્સ ટેક્નોલોજી વિભાગના સચિવ શ્રી વિજય નહેરા અને લાઇટ સ્ટોર્મના CEO શ્રી અમાજીત ગુપ્તા એ આ MoU પર હસ્તાક્ષર કર્યા હતા.

આ MoU ના પરિણામે આગામી પ વર્ષમાં ગુજરાતની IT Policy (2022-27) હેઠળ ર૦૦૦ કરતાં વધુ રોજગારીનું સર્જન થશે.

ગુજરાતીમાં વધુ વાંચો: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં જાહેર થયેલી IT-ITes પોલિસી-ર૦રર-ર૭


 

Thursday, 27 October 2022

Road Resurfacing works

Road Resurfacing works, Regional Municipal Commissioners, Mukhyamantri Sadak Yojana, Swarnim Jayanti Mukhyamantri Shaheri Vikas Yojana, સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના, મુખ્યમંત્રી સડક યોજના

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં ચાલુ વર્ષે ચોમાસામાં થયેલા અતિભારે વરસાદને કારણે શહેરી વિસ્તારોમાં નુકશાન થયેલા માર્ગોની તાત્કાલિક મરામત માટે રૂ. ૯૭ કરોડ પ૦ લાખની વધારાની ગ્રાન્ટ ફાળવવાનો નિર્ણય કર્યો છે.

રાજ્યના નગરોમાં વસતા નાગરિકોને હાલાકી ન પડે તેમજ વાહન વ્યવહાર સરળતાએ ચાલી શકે તેવા ઉદાત્ત અભિગમથી તેમણે આ નિર્ણય કર્યો છે.

મુખ્યમંત્રીશ્રીએ આવી ૬ર નગરપાલિકાઓના રોડ રિસરફેસીંગ માટે સંબંધિત રિજીયોનલ મ્યુનિસિપલ કમિશ્નર હસ્તકની નગરપાલિકાઓને આ વધારાની ગ્રાન્ટ આપવાનો અભિગમ અપનાવ્યો છે.

સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત મુખ્યમંત્રી સડક યોજના હેઠળ આ વધારાની ગ્રાન્ટ ફાળવવામાં આવશે.

તદઅનુસાર, અમદાવાદ પ્રદેશની ૮ નગરપાલિકાઓને ૮ કરોડ ૮૬ લાખ, વડોદરા પ્રદેશની ૧ર નગરપાલિકાઓને રૂ. ૧૦ કરોડ, સુરત પ્રદેશની ૧૦ નગરપાલિકાઓ માટે ૧૬ કરોડ ૩૦ લાખ, રાજકોટ આર.સી.એમ હસ્તકની ૧પ નગરપાલિકાઓ માટે ૪પ કરોડ ૩૯ લાખ, ભાવનગર પ્રદેશની ૧૩ નગરપાલિકાઓને ૧પ કરોડ ૧ લાખ તેમજ ગાંધીનગરની ૪ નગરપાલિકાઓને રૂ. ૧ કરોડ ૮૬ લાખની ગ્રાન્ટ ફાળવવા અનુમતિ આપી છે.

ગુજરાતીમાં વધુ વાંચો: રોડ રિસરફેસીંગ માટે ગ્રાન્ટ ફાળવવા મુખ્યમંત્રીશ્રીની મંજૂરી

 

Saturday, 22 October 2022

Kharicut Canal development works

ઇઝ ઓફ લિવિંગ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, Kharicut Canal development works

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અંદાજિત રૂ.૧૦૧૧ કરોડના ખર્ચે ખારીકટ કેનાલનું નવીનીકરણ તથા વિવિધ પ્રજાલક્ષી વિકાસ કાર્યોના ઇ-ખાતમુહૂર્ત પ્રસંગે જણાવ્યું હતું કે, દિવાળીના તહેવારોની વચ્ચે અમદાવાદના શહેરીજનોને રૂ.૧૦૧૧ કરોડના વિકાસ કાર્યોની ભેટ મળી છે. તેમણે વધુમાં કહ્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદીના નેતૃત્વમાં ગુજરાતમાં વિકાસ કામો માટે  પૈસાની તંગી નહીં પડવા દઈએ અને વિકાસના કામો સતત ચાલતા રહેશે એમ મુખ્યમંત્રીશ્રી એ વધુમાં ઉમેર્યું હતું.

શ્રી ભૂપેન્દ્ર પટેલે ખારીકટ કેનાલનું નવીનીકરણ અંગેની વાત કરતા કહ્યું કે, અમદાવાદના પૂર્વ વિસ્તારના લોકોને મોટો લાભ મળ્યો છે. રાજ્ય સરકાર દ્વારા રૂપિયા ૫૪૪ કરોડના ખર્ચે ખારીકટ કેનાલના વિકાસનું અભૂતપૂર્વ સુદ્ઢ આયોજન કરવામાં આવ્યું છે. આમ, સરકારના પ્રયાસોના પરિણામે અમદાવાદના નાગરિકોના ઈઝ ઓફ લિવિંગમાં સતત વધારો થઈ રહ્યો છે એમ મુખ્ય મંત્રીશ્રીએ વધુમાં ઉમેર્યું હતું

ગુજરાતીમાં વધુ વાંચો: રાજ્ય સરકાર દ્વારા ખારીકટ કેનાલના વિકાસનું અભૂતપૂર્વ સુદ્ઢ આયોજન

 

Gujarat Judiciary project

E-Launching, Project works in Gujarat, Judiciary Infrastructure, ગુજરાત હાઇકોર્ટ ઓડિટોરિયમ, જસ્ટિસ શ્રી એમ.આર.શાહ, પર્યાવરણની જાળવણી

ગુજરાતના ન્યાયતંત્રના વિવિધ પ્રકલ્પોના ઈ-લોકાર્પણ-ખાતમુહૂર્ત પ્રસંગે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે  જણાવ્યું હતું કે, દેશના વડાપ્રધાન શ્રીનરેન્દ્રભાઈ મોદીએ છેલ્લા બે દાયકામાં ગુજરાતમાં વિકાસનો મજબૂત પાયો નાખ્યો છે. લોકોને આજે ન્યાયપાલિકા પર વિશ્વાસ વધ્યો છે. સાથોસાથ લોકોને સરકાર પર પણ વિશ્વાસ છે અને એ જ વિશ્વાસથી સરકાર કાર્યરત છે. ન્યાયતંત્રનો પણ વિકાસમાં ખૂબ મોટો હિસ્સો છે.  ન્યાયાલયનો એક ચુકાદો લોકોનું જીવન બદલી દે છે. આટલી મોટી જવાબદારી વચ્ચે પણ અંતરનાદ સાંભળીને જ્યૂડિસરી સિસ્ટમ કામ કરી રહી છે. ત્યારે આપણે સહુ પણ એકબીજામાં પરમાત્માને જોઈએ તો સમગ્ર પરિસ્થિતિ બદલી જાય. એમ તેમણે ઉમેર્યું હતું.

ગુજરાત હાઇકોર્ટ ઓડિટોરિયમ ખાતે યોજાયેલા આ  ઈ-લોકાર્પણ-ખાતમુહૂર્ત પ્રસંગે સુપ્રીમ કોર્ટના જસ્ટિસ શ્રી એમ.આર.શાહ, ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસ શ્રી અરવિંદ કુમાર, કાયદા મંત્રી શ્રી રાજેન્દ્ર ત્રિવેદી ઉપસ્થિત રહ્યા હતા. રાજ્યના વિવિધ જિલ્લા, તાલુકાઓના 41 સ્થળો પરથી મહાનુભાવો આ કાર્યક્રમમાં વર્ચ્યુઅલ માધ્યમથી જોડાયા હતા.

ગુજરાતીમાં વધુ વાંચો: ગુજરાતના ન્યાયતંત્રના વિવિધ પ્રકલ્પોના ઈ-લોકાર્પણ-ખાતમુહૂર્ત

 

Friday, 21 October 2022

Vishwas Thi Vikas Yatra

State level program at Science City, Defense Expo, 5G technology, Mission School of Excellence, Prime Minister, Sukanya Samriddhi Yojana, Ayushman cards, Nal Se Jal, Vishwas Thi Vikas Yatra, વિશ્વાસથી વિકાસયાત્રા, 5જી ટેક્નોલોજી, ડિફેન્સ એક્સપો-2022

મુખ્યમંત્રીશ્રીના વરદ હસ્તે 3,338 કરોડના 16,359 કામોના ઇલોકાર્પણ અને ઇ ખાતમુહૂર્ત સંપન્ન

મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલે ‘વિશ્વાસથી વિકાસયાત્રા’ના રાજ્યવ્યાપી કાર્યક્રમનો અમદાવાદના સાયન્સસિટી ખાતેથી પ્રારંભ કરાવતા જણાવ્યું હતું કે, ગુજરાત આજે દેશમાં વિકાસની દ્રષ્ટિએ અગ્રેસર રાજ્ય પુરવાર થયું છે. આજે વિકાસ એટલે ગુજરાત અને ગુજરાત એટલે વિકાસ એવી ઓળખ પ્રસ્થાપિત થઈ છે. દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વિકાસનો પાયો નાખ્યો છે. વિકાસના આ મજબૂત પાયાને પગલે ગુજરાત આજે દેશમાં આગવી ઉંચાઈ પ્રાપ્ત કરી શક્યું છે એમ તેમને ઉમેર્યું હતું.

વિશ્વાસથી વિકાસ યાત્રાના બીજા ચરણના કાર્યક્રમમાં મુખ્યમંત્રી શ્રીએ આજે 3,338 કરોડના 16,359 કામોના ઇલોકાર્પણ અને ઇ ખાતમુહૂર્ત કર્યા હતા. આ કાર્યક્રમમાં રાજ્યના તમામ જિલ્લાઓ વર્ચ્યુઅલ માધ્યમથી જોડાયા હતા.

ગુજરાતીમાં વધુ વાંચો: વિશ્વાસથી વિકાસયાત્રા- રાજ્ય કક્ષાનો સમારંભ

 

Wednesday, 19 October 2022

The biggest DefExpo-2022

Defence Expo-2022, Defense Minister Shri Rajnath Singh, Mahatma Mandir in Gandhinagar, DefExpo2022, ડિફેન્સ એક્સપો-2022, સંરક્ષણ મંત્રી શ્રી રાજનાથસિંહ

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આજે ગાંધીનગરના મહાત્મા મંદિરમાં ડિફેન્સ એક્સપો-2022 નો રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રત, કેન્દ્રીય સંરક્ષણ મંત્રી શ્રી રાજનાથ સિહ અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં વિધિવત શુભારંભ કરાવ્યો હતો. મહાત્મા મંદિરમાં યોજાયેલા ભવ્ય સમારોહમાં ભારતીય સેનાની ત્રણેય પાંખોના વડાઓ અને વિવિધ દેશોના પ્રતિનિધિઓ તથા સંરક્ષણ ક્ષેત્ર સાથે સંકળાયેલા ઉત્પાદકો ઉપસ્થિત રહ્યા હતા. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ડિફેન્સ એક્સપોને નૂતન ભારતની ભવ્ય તસવીર ગણાવ્યું હતું અને કહ્યું હતું કે, ભારતની માટીમાં, ભારતીય લોકોના પરસેવાથી સિંચાયેલા ઉત્પાદનો, કંપનીઓ, વૈજ્ઞાનિકો અને યુવાઓનું સામર્થ્ય લોહપુરુષ સરદાર પટેલની આ ધરતી પરથી સમગ્ર દુનિયાને ભારતના સામર્થ્યનો પરિચય કરાવી રહ્યા છે.

તેમણે ડિફેન્સ એક્સપોમાં ભાગ લેવા ગુજરાત પધારેલી તમામ કંપનીઓને આહવાન કરતાં કહ્યું હતું કે, સશક્ત અને વિકસિત ભારતના આપણા સપનાને સાકાર કરો, હું તમારી સાથે છું.  આપની ઉજ્જવળ આવતીકાલ માટે હું મારી આજ આપને અર્પણ કરવા માટે તત્પર છું.

ગુજરાતીમાં વધુ વાંચો: ડિફેન્સ એક્સપો-2022માં 1300થી વધારે ભારતીય પ્રદર્શકો અને 100થી વધારે સ્ટાર્ટઅપ્સ