અમદાવાદના GMDC ગ્રાઉન્ડ ખાતે આજે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે વાઇબ્રન્ટ નવરાત્રી મહોત્સવ – 2022 ખુલ્લો મૂક્યો હતો. નવ દિવસ સુધી શહેરના GMDC ગ્રાઉન્ડ ખાતે ગરબા મહોત્સવ યોજાશે. આ ઉપરાંત, આ નવરાત્રિ મહોત્સવમાં ગરબા સિવાય પણ શહેરીજનો માટે અન્ય ઘણા આકર્ષણો ગુજરાત ટુરિઝમ વિભાગ દ્વારા ઊભા કરવામાં આવ્યા છે, જેમાં અલગ અલગ થીમ પેવેલિયન, અટલ બ્રીજની પ્રતિકૃતિ, ફૂડ કોર્ટ વગેરેનો સમાવેશ થાય છે.
આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રીએ વિશ્વના સૌથી વધુ દિવસ ચાલતા લોકઉત્સવ નવરાત્રી પર્વની સૌને શુભકામનાઓ પાઠવતા જણાવ્યું હતું કે, માં આદ્ય શક્તિની ઉપાસના અને ભક્તિમાં લીન બનીને ગરબે ઘુમવાના દિવસો શરૂ થયા છે. કોરોનાના કારણે 2 વર્ષ પછી ગરબાના રસિયાઓને ગરબે ઘૂમવા મળવાનું છે એટલે સૌના ચેહરા પર આનંદ અને ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ગરબો ગુજરાતની વિશિષ્ટ સંસ્કૃતિની ઓળખ છે.
વાઇબ્રન્ટ નવરાત્રી મહોત્સવ 2022: નવ દિવસ સુધી શહેરના GMDC ગ્રાઉન્ડ ખાતે ગરબા મહોત્સવ
0 comments:
Post a Comment