વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ આપેલા આત્મનિર્ભર ભારતના કોલને સાકાર કરતાં ગુજરાતમાં સેમીકન્ડક્ટર અને ડિસ્પ્લે નિર્માણ માટે રૂપિયા ૧ લાખ ૫૪ હજાર કરોડના મૂડીરોકાણ માટેના એમ.ઓ.યુ. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રિય સાયન્સ ટેક્નોલોજી મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવજીની ઉપસ્થિતિમાં ગાંધીનગરમાં સંપન્ન થયા હતા.
ભારતના કોઈ એક રાજ્યમાં કરવામાં આવેલું અત્યાર સુધીનું આ સૌથી મોટું મૂડીરોકાણ આ એમ.ઓ.યુ. અંતર્ગત ફોક્સકોન અને વેદાંતા ગ્રુપ દ્વારા ગુજરાતમાં કરવામાં આવશે.
ગુજરાત સરકારે તાજેતરમાં ઘડેલી સેમીકન્ડક્ટર પોલિસીને પરિણામે સેમીકન્ડક્ટર અને ડિસ્પ્લે નિર્માણ ક્ષેત્રની અગ્રણી કંપનીઓ ગુજરાત તરફ આકર્ષાઈ છે. આ એમ.ઓ.યુ.થી આગામી દિવસોમાં રાજ્યના ૧ લાખ જેટલા યુવાઓને રોજગારી મળવાની દિશા ખૂલી છે.
સેમિકન્ડક્ટર પોલિસી: વેદાંતા-ફોક્સકોન ગ્રુપ વચ્ચે સેમિકન્ડક્ટર ઉત્પાદન ક્ષેત્રે થયેલાં MOU
0 comments:
Post a Comment