Friday, 30 September 2022

New Vande Bharat Express Train


વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આજે કેપિટલ રેલ્વે સ્ટેશન,ગાંધીનગરથી ‘વંદે ભારત એક્સપ્રેસ’ ટ્રેનને લીલીઝંડી આપી શુભારંભ કરાવ્યો હતો.આ નવીન ટ્રેન કેપીટલ રેલવે સ્ટેશન, ગાંધીનગરથી મુંબઈ સેન્ટ્રલ વચ્ચે દોડશે.

વડાપ્રધાન શ્રી મોદીએ આ પ્રસંગે રેલવે સ્ટેશન ખાતે વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનનું તલસ્પર્શી નિરીક્ષણ કરીને ગાંધીનગરથી અમદાવાદ સુધી ટ્રેનની સફર માણી હતી.

ટ્રેન શુભારંભ પ્રસંગે ગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ,રેલવે મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવ , રેલવે રાજ્ય મંત્રી શ્રી દર્શનાબેન જરદોશ  સહિત મહાનુભાવોએ ઉપસ્થિતિ રહીને અમદાવાદ સુધી ટ્રેનની સફર માણી હતી.

ગુજરાતીમાં વધુ વાંચો: વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને લીલીઝંડી 

Wednesday, 28 September 2022

First Sports Conclave-2022


Gujarat Chief Minister Shri Bhupendra Patel addressing the ‘First Sports Conclave-2022’ said that, participation in sports is the most important thing, losing and winning are the next. To increase the passion of the players, he gave the mantra of victory to the players to not lose courage. He further said that Prime Minister Shri Narendrabhai Modi has done great work in the field of sports in Gujarat by laying the foundation of Khel Mahakumbh. Today the players of Gujarat are making Gujarat proud.

A Sports Conclave was organized at the Sanskardham complex at Godhavi, Ahmedabad before the opening ceremony of the National Games with the motto “Judega India, Jeetega India”.The Chief Minister, who was presiding over the program, further added that with the political will and teamwork of the Gujarat government, the organization of the National Games has been realized in the shortest possible time.

First Sports Conclave-2022: 36th National Games opening ceremony

Tuesday, 27 September 2022

Vibrant Navratri Mahotsav–2022


અમદાવાદના GMDC ગ્રાઉન્ડ ખાતે આજે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે વાઇબ્રન્ટ નવરાત્રી મહોત્સવ – 2022 ખુલ્લો મૂક્યો હતો. નવ દિવસ સુધી શહેરના GMDC ગ્રાઉન્ડ ખાતે  ગરબા મહોત્સવ યોજાશે. આ ઉપરાંત, આ નવરાત્રિ મહોત્સવમાં ગરબા સિવાય પણ શહેરીજનો માટે અન્ય ઘણા આકર્ષણો ગુજરાત ટુરિઝમ વિભાગ દ્વારા ઊભા કરવામાં આવ્યા છે, જેમાં અલગ અલગ થીમ પેવેલિયન, અટલ બ્રીજની પ્રતિકૃતિ, ફૂડ કોર્ટ વગેરેનો સમાવેશ થાય છે.

આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રીએ વિશ્વના સૌથી વધુ દિવસ ચાલતા લોકઉત્સવ નવરાત્રી પર્વની સૌને શુભકામનાઓ પાઠવતા જણાવ્યું હતું કે, માં આદ્ય શક્તિની ઉપાસના અને ભક્તિમાં લીન બનીને ગરબે ઘુમવાના દિવસો શરૂ થયા છે. કોરોનાના કારણે 2 વર્ષ પછી ગરબાના રસિયાઓને ગરબે ઘૂમવા મળવાનું છે એટલે સૌના ચેહરા પર આનંદ અને ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ગરબો ગુજરાતની વિશિષ્ટ સંસ્કૃતિની ઓળખ છે.

વાઇબ્રન્ટ નવરાત્રી મહોત્સવ 2022: નવ દિવસ સુધી શહેરના GMDC ગ્રાઉન્ડ ખાતે  ગરબા મહોત્સવ

Monday, 26 September 2022

Employment opportunities to Youth

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે નવરાત્રિના પ્રથમ નોરતે રાજ્યના ૧.૪૯ લાખ યુવકોને રોજગાર નિમણુંક પત્રો અને એપ્રેન્ટિસશીપ કરાર પત્રો અર્પણ કર્યા હતા.

રાજ્યના ઇતિહાસમાં પ્રથમવાર એક સાથે ૧.૪૯ લાખ યુવાઓને રોજગાર અવસર આપવાની આ ઐતિહાસિક ગૌરવ ઘટના છે એમ તેમણે ઉમેર્યુ હતું.

શ્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યકક્ષાના કાર્યક્રમમાં પ્રતિકરૂપે ૧૭ જેટલા યુવાઓને પત્રો આપ્યા હતા. સમગ્ર રાજ્યના ૩૩ જિલ્લા અને ૭ મહાનગરપાલિકાઓમાં આયોજિત રોજગાર પત્ર વિતરણ કાર્યક્રમમાં રાજ્યના મંત્રીશ્રીઓ, પદાધિકારીઓ સહભાગી થયા હતા.

મુખ્યમંત્રીશ્રીએ આ પ્રસંગે સ્પષ્ટપણે જણાવ્યું કે, શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતમાં રોપેલા વિકાસના મજબૂત પાયાના પરિણામે જ આજે ગુજરાત દેશનું ગ્રોથ એન્જિન બન્યું છે.

યુવાનોની પ્રતિભા થકી દેશનો વિકાસ કરવા ટેલેન્ટ પૂલ અતિમહત્વનું છે તેના માટે રાજ્ય સરકાર અને ખાનગી સંસ્થાઓના સહયોગથી રાજ્યમાં કાર્યરત ૬૦૦ જેટલી આઇ.ટી.આઇ.માં ૨.૧૭ લાખ વિદ્યાર્થીઓને ૧૨૫ જેટલા કોર્સના અભ્યાસથી સ્કીલ્ડ વર્કફોર્સ બનાવવામાં આવી રહ્યા છે તેમ મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું.

ગુજરાતીમાં વધુ વાંચો: મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં યુવાનોને રોજગાર નિમણૂંક પત્રો અને એપ્રેન્ટિસશિપ કરારપત્રો એનાયત

 

Monday, 19 September 2022

Panchamrit Yuva Jagruti Pakhvadiya

Chief Minister Shri Bhupendra Patel while starting the Panchamrit Yuva Jagruti Pakhvadiya on Climate Change from Gandhinagar stated that, it is need of an hour for Yuva Shakti (youth) to be the leader in spreading public awareness to prevent the effects of climate change.

He further said that Prime Minister Shri Narendra Modi is such a visionary leader that he understands the problems and he finds proactive solutions for solving such problems before they arise in the society. Considering and recognizing the effects of Climate change, Shri Narendra Modi adopted the successful dimension of creating a dedicated Department of Climate Change in Gujarat years ago.

Panchamrit Yuva Jagruti Pakhvadiya: Department of Climate Change in Gujarat, Subsidy for Solar Rooftop

 

Wednesday, 14 September 2022

Vishwas thi Vikas Yatra

While addressing the state level celebration of ‘Vishwas thi Vikas Yatra’ at Mahatma Mandir in Gandhinagar in the virtual presence of Union Home and Cooperation Minister Shri Amit Shah, Chief Minister Shri Bhupendra Patel emphasized that the 20 years of development of Gujarat and the uninterrupted faith of Gujaratis on the government for 20 years is purely due to the leadership of Prime Minister Shri Narendra Modi. As a result of the strong foundation of development laid under the guidance of the Prime Minister, Gujarat has become a role model for development.

Union Home Minister Shri Amit Shah took part from Delhi and virtually laid foundation stone of and inaugurated a total of 519 public welfare development works worth Rs. 1179 crores. So, inauguration of 209 developmental projects worth Rs. 394 crores and ground breaking of 310 developmental projects worth Rs. 785 crores of panchayats, general administration, village development, ports and transport, energy and petrochemicals, water resources, education, social justice and governance, water supply, urban development and housing and road and building department was done.

Read the whole news in English: Vishwas thi Vikas Yatra, Double Engine Sarkaar Gujarat

 

Tuesday, 13 September 2022

MoU with Vedanta-Foxconn Group

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ આપેલા આત્મનિર્ભર ભારતના કોલને સાકાર કરતાં ગુજરાતમાં સેમીકન્ડક્ટર અને ડિસ્પ્લે નિર્માણ માટે રૂપિયા ૧ લાખ ૫૪ હજાર કરોડના મૂડીરોકાણ માટેના એમ.ઓ.યુ. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રિય સાયન્સ ટેક્નોલોજી મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવજીની ઉપસ્થિતિમાં ગાંધીનગરમાં સંપન્ન થયા હતા.

ભારતના કોઈ એક રાજ્યમાં કરવામાં આવેલું અત્યાર સુધીનું આ સૌથી મોટું મૂડીરોકાણ આ એમ.ઓ.યુ. અંતર્ગત ફોક્સકોન અને વેદાંતા ગ્રુપ દ્વારા ગુજરાતમાં કરવામાં આવશે.

ગુજરાત સરકારે તાજેતરમાં ઘડેલી સેમીકન્ડક્ટર પોલિસીને પરિણામે સેમીકન્ડક્ટર અને ડિસ્પ્લે નિર્માણ ક્ષેત્રની અગ્રણી કંપનીઓ ગુજરાત તરફ આકર્ષાઈ છે. આ એમ.ઓ.યુ.થી આગામી દિવસોમાં રાજ્યના ૧ લાખ જેટલા યુવાઓને રોજગારી મળવાની દિશા ખૂલી છે.

સેમિકન્ડક્ટર પોલિસી: વેદાંતા-ફોક્સકોન ગ્રુપ વચ્ચે સેમિકન્ડક્ટર ઉત્પાદન ક્ષેત્રે થયેલાં MOU

 

Saturday, 10 September 2022

Cinematic Tourism Policy 2022-2027

ગુજરાતની સૌ પ્રથમ ‘સીનેમેટિક ટુરિઝમ પોલિસી’નું લોન્ચિંગ મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલે અભિનેતા અજય દેવગણ, રાજ્ય સરકારના મંત્રી શ્રી પુર્ણેશ મોદી અને અરવિંદ રૈયાણી  સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં કર્યું  હતું.

મુખ્યમંત્રીશ્રીએ આ સિનેમેટીક ટુરીઝમ  પોલિસી ગુજરાતમાં ફિલ્મ ઇન્ફ્રાસ્ટ્રકચરના  ડેવલપમેન્ટમાં મહત્વપૂર્ણ બનશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. મુખ્યમંત્રીશ્રીએ ક્હ્યુંકે,  વડાપ્રધાનશ્રી નરેન્દ્ર ભાઈ મોદીના નેતૃત્વમા વિકાસની રાજનીતિનો નવો યુગ શરૂ થયો છે અને ગુજરાત એમના જ માર્ગ દર્શનમા દેશનું વિકાસ મોડલ બન્યું છે.

ગુજરાત પોલીસી ડ્રીવન સ્ટેટ છે અને  વિશ્વના રોકાણકારો માટે પસંદગીનું પ્રથમ સ્થાન બની ગયું છે. આત્મ નિર્ભર ગુજરાતના નિર્માણ થી આત્મ નિર્ભર ભારત  માટે આ પોલીસી  ઉપયુક્ત બનશે એવો વિશ્વાસ મુખ્યમંત્રીશ્રીએ વ્યક્ત કર્યો હતો.

ફિલ્મ ઇન્ફ્રાસ્ટ્રકચરના  ડેવલપમેન્ટ ગુજરાત: ગુજરાતની પહેલી સીનેમેટિક ટુરિઝમ પોલિસી 2022-27નું લોન્ચિંગ


 

Friday, 9 September 2022

Agri Asia Exhibition 2022

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરમાં ૧૧માં એગ્રી એશિયા પ્રદર્શનને ખૂલ્લું મુકતાં સ્પષ્ટપણે જણાવ્યું કે, ખેતીમાં સમયાનુકુલ અદ્યતન ટેક્નોલોજીના ઉપયોગથી પાકવૃદ્ધિ અને કિસાન સમૃદ્ધિની વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીની નેમ સાકાર કરવામાં ગુજરાત ખેતીને પ્રાથમિકતા આપીને અગ્રેસર રહ્યું છે.

આ સંદર્ભમાં મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, ખેડૂતોની આવક બમણી કરી કૃષિ અર્થતંત્રને મજબૂત બનાવવા વડાપ્રધાનશ્રીએ જે કિસાન હિતકારી યોજનાઓ દેશને આપી છે તેનો સુચારૂ અમલ ગુજરાતમાં થઇ રહ્યો છે.

મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ ગુજરાતમાં ખેતી, ગામડુ, છેવાડાના માનવીના સર્વગ્રાહી વિકાસ માટેનો મજબૂત પાયો નાંખ્યો છે.

ગુજરાતીમાં વધુ વાંચો: ગાંધીનગરમાં એગ્રી એશિયા-ર૦રર પ્રદર્શન ખૂલ્લું મુકતા મુખ્યમંત્રી શ્રી

 

Sunday, 4 September 2022

Best Teacher Award Distribution

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે શિક્ષક દિન અવસરે રાજ્યના શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક વિજેતા ૪૪ ગુરૂવર્યોનું સન્માન કરતાં સ્પષ્ટપણે જણાવ્યું કે સૌ સમસ્યાનું સમાધાન શિક્ષણ જ છે. રાજ્ય અને સમાજના સર્વગ્રાહી વિકાસ માટે શિક્ષણ આવશ્યક પરિબળ છે એમ પણ તેમણે ઉમેર્યુ હતું.

ગુજરાત સરકારના શિક્ષણ વિભાગે શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક વિતરણ અને વિદ્યાર્થી સન્માન કાર્યક્રમ રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની પ્રેરક ઉપસ્થિતીમાં શિક્ષક દિનના અવસરે આયોજીત કર્યો હતો.

રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્ય પારિતોષિક વિજેતા ૪૪ શિક્ષકોને શોલ, પ્રશસ્તિ પત્ર તથા પુરસ્કાર રાશિથી સન્માનિત કર્યા હતા. તેમણે ૬ વિદ્યાર્થીઓનું પણ તેમની શ્રેષ્ઠતા માટે શિક્ષણ મંત્રી શ્રી જિતુભાઇ વાઘાણી અને રાજ્યમંત્રી શ્રી કિર્તિસિંહ વાઘેલાની ઉપસ્થિતિમાં સન્માન કર્યુ હતું.

રાજ્ય પારિતોષિક વિજેતા ૪૪ શિક્ષકોને પુરસ્કાર રાશિથી સમ્માન: શિક્ષક દિવસ ઉજવણી 2022