ભારત વર્ષના ૭૫માં સ્વાતંત્ર્ય પર્વની રાજ્ય કક્ષાની ઉજવણીની પૂર્વ સંધ્યાએ જૂનાગઢ ખાતે યોજાયેલ આઝાદી કા અમૃત મહોત્સવ સાંસ્કૃતિક કાર્યક્રમમાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ સહભાગી થઇ જૂનાગઢ જિલ્લાના સ્વાતંત્ર્ય સેનાની તેમજ વિવિધ ક્ષેત્રે યોગદાન આપનાર ગણમાન્ય નાગરિકોનું સન્માન-અભિવાદન કર્યુ હતું.
રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતે સૌને સ્વાતંત્ર્ય પર્વની શુભકામના પાઠવી જણાવ્યુ હતુ કે, જૂનાગઢની ઐતિહાસિક ભૂમિ જૂનાગઢ પ્રદેશને ભારત સાથે જોડવાના આરઝી હકૂમતના સંગ્રામના સંસ્મરણોથી જોડાયેલી છે. રાજ્યપાલશ્રીએ જૂનાગઢની રાજ્યકક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીમાં પસંદગી કરી તે અંગે મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી અને સમગ્ર રાજ્ય સરકારને પ્રશાસનને અભિનંદન આપી આઝાદી કા અમૃત મહોત્સવ પ્રસંગે સૌ નાગરિકો દેશની પ્રગતિ, ખ્યાતિ, પ્રતિષ્ઠા અને વિકાસ માટે સંકલ્પ બદ્ધ બને તેમ ઉમેર્યુ હતું.
ગુજરાતીમાં વધુ વાંચો: ૭૫માં સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ જૂનાગઢ ખાતે યોજાયેલ આઝાદી કા અમૃત મહોત્સવ કાર્યક્રમ
0 comments:
Post a Comment