મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી શ્રી નિતીનભાઈ પટેલના નેતૃત્વની રાજ્ય સરકારના સુશાસનના સફળ પાંચ વર્ષ પૂર્ણ થવા અવસરે આદરવામાં આવેલા જનસેવા યજ્ઞ અનુષ્ઠાનનો નવમો દિવસ અંબાજીથી ઉંમરગામ સુધીના પૂર્વ પટ્ટીના આદિવાસીઓના સર્વાંગીણ વિકાસને સમર્પિત કરવામાં આવ્યો છે.
મુખ્યંત્રીશ્રીએ આજે નર્મદા જિલ્લાના રાજપીપલાથી વિશ્વ આદિવાસી દિવસના અવસરે રાજ્યના ૫૩ આદિજાતિ તાલુકાઓમાં રૂ.૧૭૦૦ કરોડના ૨૮૯ વિકાસકામોનો પ્રારંભ,લોકાર્પણ અને ખાત મુહર્ત કરાવ્યા હતા.
મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ આ પ્રસંગે જણાવ્યું કે છેલ્લા પાંચ વર્ષમાં અમારી સરકારે સમાજના દરેક વર્ગ,દરેક ક્ષેત્રના સર્વાગી વિકાસ માટે અનેકવિધ યોજનાઓ અમલમાં મૂકી ગુજરાતને ઉત્તમ થી સર્વોત્તમ બનાવવા માટે સર્વગ્રાહી પ્રયાસો આદર્યા છે.
ગુજરાતીમાં વધુ વાંચો: વિશ્વ આદિવાસી દિને રાજપીપલા આદિવાસી વિસ્તારોમાં વિકાસકામોની ભેટ ધરતા મુખ્યમંત્રીશ્રી
0 comments:
Post a Comment