Saturday, 21 August 2021

Atmanirbhar Package to help Industries


Chief Minister Mr. Vijay Rupani announced important decisions to provide relief to the industries, MSME Units etc. of the state to overcome the adverse effect of second wave of Covid-19.

The Chief Minister had earlier announced ‘Atmanirbhar Package’ of Rs.14,000-crore after the first wave of Covid-19, to boost the economy by reviving industry and trade. Under this packaged, 31,166 industrialists received benefits of Rs.407.72 crore under 14 schemes by Gujarat Industrial Development Corporation (GIDC).

Read more in English: Industrialists in GIDC to get about Rs.500-crore relief-assistance

 

Friday, 20 August 2021

Direct Flight for Bhavnagar to Delhi, Surat and Mumbai


મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ આજે ભાવનગર ખાતે નવી શરૂ થયેલી ફ્લાઇટના શુભારંભ પ્રસંગે કહ્યું કે, આજે ભાવનગર માટે નવો અધ્યાય લખાવાં જઈ રહ્યો છે. ગુજરાત વિકાસની નવી ઉંચાઇઓને આંબી રહ્યું છે તેને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકાર દ્વારા એક સાથે ૩ વિમાની કનેક્ટિવિટી રાજ્યને વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં મળી છે.

આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, કનેક્ટિવિટી વિકાસને આગળ વધારે છે, જ્યાં કનેક્ટિવિટી ઘટે છે ત્યાં વિકાસ રૂંધાય છે. આ મહત્વને પારખીને રાજ્ય સરકારે વધુને વધુ એરપોર્ટ અને એરસ્ટ્રીપ વિકસાવીને રાજ્યની ક્ષમતાને વિશ્વ ફલક પર લઈ જવાં માટે વધુને વધુ કનેક્ટિવિટી પર ભાર મૂક્યો છે.

ગુજરાતીમાં વધુ વાંચો: ભાવનગર થી દિલ્હી, સુરત અને મુંબઇની સ્પાઇસ જેટની વિમાની સેવાની શરૂઆત

 

Sunday, 15 August 2021

Development works in Junagadh


ભારત વર્ષના ૭૫માં સ્વાતંત્ર્ય પર્વની રાજ્ય કક્ષાની ઉજવણીની પૂર્વ સંધ્યાએ જૂનાગઢ ખાતે યોજાયેલ આઝાદી કા અમૃત મહોત્સવ સાંસ્કૃતિક કાર્યક્રમમાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ સહભાગી થઇ જૂનાગઢ જિલ્લાના સ્વાતંત્ર્ય સેનાની તેમજ વિવિધ ક્ષેત્રે યોગદાન આપનાર ગણમાન્ય નાગરિકોનું સન્માન-અભિવાદન કર્યુ હતું.

રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતે સૌને સ્વાતંત્ર્ય પર્વની શુભકામના પાઠવી જણાવ્યુ હતુ કે, જૂનાગઢની ઐતિહાસિક ભૂમિ જૂનાગઢ પ્રદેશને ભારત સાથે જોડવાના આરઝી હકૂમતના સંગ્રામના સંસ્મરણોથી જોડાયેલી છે. રાજ્યપાલશ્રીએ જૂનાગઢની રાજ્યકક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીમાં પસંદગી કરી તે અંગે મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી અને સમગ્ર રાજ્ય સરકારને પ્રશાસનને અભિનંદન આપી આઝાદી કા અમૃત મહોત્સવ પ્રસંગે સૌ નાગરિકો દેશની પ્રગતિ, ખ્યાતિ, પ્રતિષ્ઠા અને વિકાસ માટે સંકલ્પ બદ્ધ બને તેમ ઉમેર્યુ હતું.

ગુજરાતીમાં વધુ વાંચો: ૭૫માં સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ જૂનાગઢ ખાતે યોજાયેલ આઝાદી કા અમૃત મહોત્સવ કાર્યક્રમ

 

Friday, 13 August 2021

Navsari-Vijalpor City Bus Service launched


મુખ્યમંત્રીશ્રી વિજય રૂપાણીના હસ્તે નવસારી- વિજલપોર નગરપાલિકા વિસ્તારમાં મુખ્યમંત્રી શહેરી બસ પરિવહન સુવિધા અંતર્ગત વિવિધ ૧૦ રૂટ ઉપર શહેરી બસ સુવિધાનું આજે ગાંધીનગરથી વીડિયો કોન્ફરન્સના માધ્યમથી ઇ-લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

મુખ્યમંત્રીશ્રીએ ગૌરવ સાથે કહ્યું હતું કે, નગરપાલિકાઓના સર્વાંગી વિકાસ માટે અમારી સરકાર સંપૂર્ણ કટિબદ્ધ છે. નાણાના અભાવે શહેરોનો વિકાસ અટકવો જોઇએ નહી, નાણાની ચિંતા કર્યા વિના શહેરો પોતાની વિકાસની યોજના બનાવે, અમારી સરકાર તમને પૂરતા નાણા આપશે. શહેરોના વિકાસ માટે ગુજરાત સરકારે છેલ્લા ૫ વર્ષ ૪૨૫ TP સ્કીમ મંજૂરી કરી છે એટલું જ નહીં પણ હાલની સ્થિતિએ ગુજરાતમાં એકપણ TP પડતર નથી તેમ તેમણે ઉમેર્યું હતું.

ગુજરાતીમાં વધુ વાંચો: નવસારી- વિજલપોર નગરપાલિકામાં શહેરી બસ સુવિધાનું ઇ-લોકાર્પણ

 

Monday, 9 August 2021

Development works in Rajpipla


મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી શ્રી નિતીનભાઈ પટેલના નેતૃત્વની રાજ્ય સરકારના સુશાસનના સફળ પાંચ વર્ષ પૂર્ણ થવા અવસરે આદરવામાં આવેલા જનસેવા યજ્ઞ અનુષ્ઠાનનો નવમો દિવસ અંબાજીથી ઉંમરગામ સુધીના પૂર્વ પટ્ટીના આદિવાસીઓના સર્વાંગીણ વિકાસને સમર્પિત કરવામાં આવ્યો છે.

મુખ્યંત્રીશ્રીએ આજે નર્મદા જિલ્લાના રાજપીપલાથી વિશ્વ આદિવાસી દિવસના અવસરે  રાજ્યના ૫૩ આદિજાતિ તાલુકાઓમાં  રૂ.૧૭૦૦ કરોડના ૨૮૯ વિકાસકામોનો પ્રારંભ,લોકાર્પણ અને ખાત મુહર્ત કરાવ્યા હતા.

મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ આ પ્રસંગે જણાવ્યું કે છેલ્લા પાંચ વર્ષમાં અમારી સરકારે સમાજના દરેક વર્ગ,દરેક ક્ષેત્રના સર્વાગી વિકાસ માટે અનેકવિધ યોજનાઓ અમલમાં મૂકી ગુજરાતને ઉત્તમ થી સર્વોત્તમ બનાવવા માટે સર્વગ્રાહી પ્રયાસો આદર્યા છે.

ગુજરાતીમાં વધુ વાંચો: વિશ્વ આદિવાસી દિને રાજપીપલા આદિવાસી વિસ્તારોમાં વિકાસકામોની ભેટ ધરતા મુખ્યમંત્રીશ્રી 

Sunday, 8 August 2021

CM Inaugurates Shaheri Jan Shukhakari Divas


મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ શહેરી જન સુખાકારી દિન અન્વયે  રાજ્યવ્યાપી બહુવિધ વિકાસ કામોના લોકાર્પણ ખાતમુહૂર્ત અંતર્ગત ૫૦૦૧ કરોડના ૪૭૧ જેટલા વિકાસ કામોની ભેટ રાજ્યની જનતા જનાર્દનને અર્પણ ધરી હતી.

પાંચ વર્ષ આપણી સરકારના સૌના સાથથી સૌના વિકાસના ધ્યેય સાથે મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલ ની સરકારના પાંચ વર્ષ પૂર્ણ થવાના અવસરે રાજ્યવ્યાપી જનસેવા કામોનું યજ્ઞનું અનુષ્ઠાન આદર્યું છે.

આ અનુષ્ઠાનના આજે આઠમા દિવસે શહેરી જન સુખાકારી દિવસમાં રાજ્યભરમાં ૪૧ સ્થળોએ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા.

ગુજરાતીમાં વધુ વાંચો: શહેરી જન સુખાકારી દિવસનું ઉદ્ઘાટન

 

Friday, 6 August 2021

Youths got Appointment letter on Rojgar Divas


”યુવાધનને ‘જોબ સિકર નહીં, પણ જોબ ગિવર’ બનાવવાના સરકારના અભિનવ અભિગમના કારણે યુવાનોને વૈશ્વિક સ્પર્ધા માટેના અવસરો પ્રાપ્ત થઇ રહ્યા છે.

રાજ્ય સરકારે લીધેલા યુવાધન માટેના અનેક ભવિષ્યલક્ષી પગલાઓ, નીતિઓ અને શ્રેણીબદ્ધ રોજગાર મેળાઓ થકી છેલ્લા પાંચ વર્ષમાં બે લાખ સરકારી નોકરી આપી છે તેમજ પાંચ વર્ષમાં ૨૦૮૮ રોજગાર મેળાઓ યોજી ૧૭ લાખ યુવાનોને રોજગારીનો અવસર આપ્યો છે”, એમ  રાજ્ય સરકારના સુશાસનના પાંચ વર્ષ પૂર્ણ થવાના અવસરે સુરત શહેર ખાતે રાજ્ય કક્ષાના રોજગાર દિવસ કાર્યક્રમને સંબોધતા મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું હતું.

ગુજરાતીમાં વધુ વાંચો: અનુબંધમ્ પોર્ટલ અને મોબાઈલ એપનો ડિજિટલી શુભારંભ

Thursday, 5 August 2021

CM launches Farmer-Friendly programs


મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ કચ્છ-ભુજમાં કિસાન સન્માન દિવસ ના રાજ્ય કક્ષાના કાર્યક્રમમાં ગુજરાતના કૃષિકારો નું સન્માન કરતા સ્પષ્ટ જણાવ્યું કે અમારી સરકારે ખેડૂતોના કલ્યાણ માટે રાત-દિવસ કામ કર્યું છે.

૨૫ વર્ષ પહેલા અગાઉની સરકારોએ ખેડૂતને અધોગતિ તરફ ધકેલી દીધો હતો. ખેડૂતનું કલ્યાણ અને હિત થાય અને ખેડૂતો સમૃદ્ધ બને તે માટે રાજ્ય સરકારે અથાગ પરિશ્રમ કર્યો છે તેમ જણાવીને ખેડૂતના નામે માત્ર વાતો કરનારા ખેડૂત વિરોધીઓ ને સ્પષ્ટ જણાવ્યું હતું કે તેઓ કાન ખોલીને સાંભળી લે કે જગતનો તાત અન્નદાતા સુખી અને સમૃદ્ધ થાય તે માટે અમે કટિબદ્ધ છીએ.

ગુજરાતીમાં વધુ વાંચો: કિસાન સન્માન દિવસ નિમિત્તે કૃષિ કલ્યાણની રાજ્યવ્યાપી સેવાઓનો પ્રારંભ

ગુજરાતીમાં વધુ વાંચો: કિસાન સન્માન દિવસ નિમિત્તે કૃષિ કલ્યાણનો પ્રારંભ

Wednesday, 4 August 2021

Interest free Loan to Self Help Groups Women on Nari Gaurav Diwas


મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી શ્રી નિતીનભાઈ પટેલના નેતૃત્વની રાજ્ય સરકારના સુશાસનના સફળ પાંચ વર્ષ પૂર્ણ થવા અવસરે આદરવામાં આવેલા જનસેવા યજ્ઞ અનુષ્ઠાનનો ચોથો દિવસ નારીશક્તિને અર્પણ કરવામાં આવ્યો છે.

સમગ્ર રાજ્યની નારીશક્તિની અભિવંદના કરવા વડોદરા ખાતે યોજાયેલા કાર્યક્રમમાં મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું કે, સમાજના દરેક વર્ગને ધ્યાનમાં રાખીને ગુજરાતમાં એક નવું જ વિકાસ વિશ્વ આપણે સર્જ્યું છે. નારીશક્તિના આશીર્વાદથી આપણી સરકાર શાસનના પાંચ વર્ષ પૂરા કરી રહી છે. પાંચ વર્ષ પુરા થવાનો આ પ્રસંગ એ સરકાર માટે કોઈ ઉજવણીનો પ્રસંગ નથી, પરંતુ જનસેવાના કાર્યોનો સેવાયજ્ઞ આદર્યો છે.

ગુજરાતીમાં વધુ વાંચો: નારી ગૌરવ દિવસે મહિલા ઉત્કર્ષલક્ષી વિવિધ કાર્યક્રમોનો વડોદરાથી પ્રારંભ

 

Monday, 2 August 2021

CM inaugurates 6th Phase of Seva Setu Program on Samvedana Divas


મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ પંડીત દિનદયાળે આપેલા એકાત્મ માનવવાદના સિદ્ધાંતને અનુસરી કલ્યાણ રાજ્યનો ધ્યેય પાર પાડવા સરકારે શાસનની સાથે પ્રશાસનને-તંત્રને પણ સંવેદનાસભર બનાવ્યું છે તેવો સ્પષ્ટ મત વ્યક્ત કર્યો છે. મહામારી અને તાઉતે વાવાઝોડામાં જનતાની સેવામાં પ્રશાસને અભૂતપૂર્વ સંવેદનશીલતા દાખવી છે પણ પયાયન કે પીછેહઠ કરી નથી.

વર્તમાન સરકાર જાડી ચામડીની નહીં ,પરંતુ ગરીબો, પીડીતો, શોષિતો માટેની સંવેદનશીલ સરકાર છે. સમાજના નબળા વર્ગોની સેવા એ જ અમારો મંત્ર છે, તેમ તેમણે ઉમેર્યું હતું.

ગુજરાતીમાં વધુ વાંચો: સંવેદના દિવસે સેવા સેતુ કાર્યક્રમના છઠ્ઠા તબક્કાનો રાજકોટથી શુભારંભ

Sunday, 1 August 2021

State level Gyan Shakti Divas Program from Mahatma Mandir


મુખ્ય મંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ સ્પષ્ટપણે જણાવ્યું છે કે, રાજ્ય સરકારના સફળ શાસનના પાંચ વર્ષ પૂર્ણ થવાની કોઇ ઉજવણી નહીં, પરંતુ જનસેવા કાર્યોનો સેવાયજ્ઞ આપણે આદર્યો છે.

આ સંદર્ભમાં તેમણે જણાવ્યું કે, પાંચ વર્ષ આપણી સરકારના સૌના સાથ, સૌના વિકાસના અન્વયે રાજ્યમાં તા. ૧ થી ૯ ઓગસ્ટ સુધી ૧૮ હજાર જેટલા સ્થળોએ ૧૫ હજાર કરોડથી વધુના સેવાકીય કામો, યોજનાના લાભો લાખો લોકોને સામે ચાલીને સરકાર આપવાની છે.

મુખ્ય મંત્રીશ્રીએ આ જન સેવાયજ્ઞ કાર્યક્રમો અન્વયે ‘જ્ઞાનશક્તિ દિવસ’માં શિક્ષણ સુવિધાઓના લોકાર્પણ-ખાતમુર્હૂત તેમજ સહાય વિતરણનો મહાત્મા મંદિર, ગાંધીનગરથી પ્રારંભ કરાવ્યો હતો.

ગુજરાતીમાં વધુ વાંચો: પાંચ વર્ષ શિક્ષણ ક્ષેત્રે અગ્રેસર