મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ ગુજરાત સમગ્ર દેશમાં સ્ટાર્ટઅપ ક્ષેત્રે અગ્રેસર રાજ્ય છે ત્યારે ભારતને ૫(પાંચ) ટ્રિલિયન ડોલર ઈકોનોમી બનાવવાનાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના પ્રયત્નોને સાકાર કરવા માટે મહિલાઓ પણ તેમાં સહયોગી બને તેવું આહવાન કર્યું છે.
મુખ્યમંત્રીશ્રીએ આંતરરાષ્ટ્રીય મહિલા દિનના પૂર્વ દિને યોજાયેલા કાર્યક્રમમાં નારીશક્તિને અગાઉથી જ મહિલા દિનની શુભેચ્છાઓ પાઠવતાં કહ્યું કે આજના કાર્યક્રમના મેન્ટર, ઈન્વેસ્ટર, ઈનોવેટર, અને સંચાલક તમામ મહિલાઓ છે તે જાણીને આનંદ થયો છે.
નોલેજ કન્સોર્ટિયમ ઓફ ગુજરાત ખાતે યોજાયેલા વી સ્ટાર્ટ અપ સમિટ નો પ્રારંભ કરાવતા મુખ્યમંત્રીશ્રી એ કહ્યું કે, વિદેશની સંસ્કૃતિમાં નારી શક્તિની ઉપાસના અને માન-સન્માન માત્ર એક દિવસ એટલેકે વિશ્વ મહિલા દિવસ પૂરતા ઊજવાય છે.
ગુજરાતીમાં વધુ વાંચો: ગુજરાત સ્ટુડન્ટ સ્ટાર્ટ અપ એન્ડ ઇનોવેશન વી સ્ટાર્ટ મીટ નો શુભારંભ
0 comments:
Post a Comment