Friday, 26 June 2020

Cm Kick Start Gujarat’s Initiative To Provide Rs.1,370 Crore Financial Assistance Online At One Click To More Than 13,000 Msme Units


મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ કોરોના-કોવિડ-19 સંક્રમણ પછીની બદલાતી વૈશ્વિક આર્થિક સ્થિતીનો મહત્તમ લાભ લઇ આફતને અવસરમાં પલટાવવા રાજ્યના લઘુ-મધ્યમ અને MSME ઊદ્યોગકારોને આહવાન કર્યુ છે.

આ સંદર્ભમાં તેમણે સ્પષ્ટપણે જણાવ્યું કે, કોરોના સંક્રમણ સામે ‘‘જાન હૈ-જહાન હૈ’’ના ધ્યેય સાથે રોજિંદી જીવન પ્રવૃત્તિઓ, વેપાર, ઊદ્યોગ, ધંધા-રોજગાર ફરી ધમધમતા-ધબકતા કરવા રાજ્ય સરકાર આવા ઊદ્યોગ-ધંધા-વેપારને પ્રોત્સાહન આપવા પ્રતિબદ્ધ છે.


Thursday, 25 June 2020

State Government Reduces Price Of Corona Test Done In Private Laboratories


નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઇ પટેલે જણાવ્યું છે કે, રાજ્યમાં પ્રવર્તી રહેલ કોરોનાની પરિસ્થિતિમાં ખાનગી લેબોરેટરી દ્વારા ટેસ્ટીંગની કિંમત રૂ. ૪૫૦૦ લેવાતી હતી તેમાં ઘટાડો કરીને હવે રૂ. ૨૫૦૦ લેવાના રહેશે એવો મહત્વનો નિર્ણય રાજ્ય સરકારે નાગરિકોના આરોગ્યના હિતમાં લીધો છે આ નિર્ણયનો અમલ આજથી જ શરૂ થઇ જશે.

Monday, 22 June 2020

460 Units Of ‘108 Mobile Veterinary Hospital’ Would Cover Over 3.5-Cr Livestock In 4600 Villages Of Gujarat


મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્યની સાડા ત્રણ કરોડ જેટલી પશુ સંપદા-સમૃદ્ધિને આરોગ્ય રક્ષા કવચ પુરૂં પાડી દરેક જીવને અભયદાનનો મંત્ર સાકાર કરવાની પ્રતિબદ્ધતા વ્યકત કરી છે.

આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, સર્વાંગી વિકાસ માટે ઊદ્યોગો સાથે પશુપાલન-ખેતીને પણ એટલી જ અહેમિયત આપીને આપણે શ્વેતક્રાંતિ – હરિતક્રાંતિમાં પણ સ્વસ્થ-સમૃદ્ધ પશુધનથી અગ્રેસર થવું છે.

Saturday, 20 June 2020

Gujarat Leads Across Nation In Establishing Solar Rooftop Plants


મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના નેતૃત્વમાં રાજ્ય સરકાર સોલાર એનર્જી-સૌર ઊર્જાના મહત્તમ ઉત્પાદન અને વપરાશથી ગુજરાતને ક્લીન ગ્રીન એનર્જીનું હબ બનાવવા પ્રતિબદ્ધ છે.

આ પ્રતિબદ્ધતાની ફલશ્રુતિ રૂપે ગુજરાત સમગ્ર દેશમાં સોલાર રૂફટોપ પ્લાન્ટ સ્થાપિત કરવામાં પ્રથમ ક્રમે રહ્યું છે.

આ પપ૬૩૦ સોલાર રૂફટોપ સિસ્ટમમાંથી ર૦૮ મેગાવોટના પ્લાન્ટસ માત્ર નવ માસના ટૂંકાગાળામાં ઇન્સ્ટોલ કરીને ગુજરાતે ઉલ્લેખનીય સિદ્ધિ પણ મેળવી છે.

Thursday, 18 June 2020

Cm’s Important Decision For 3.36 Crore Poor Antyoday Population


મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્યના અંત્યોદય પરિવારોને અનાજ મેળવવામાં કોઇ તકલીફ ન પડે અને કોઇને ભૂખ્યા રહેવું ના પડે તેવા અંત્યોદય કલ્યાણ ભાવથી કોરોના વાયરસને પરિણામે સર્જાયેલી લોકડાઉનની સ્થિતિમાં એપ્રિલ અને મે મહિના દરમિયાન રાજ્યના ૬૮.૮૦ લાખ અંત્યોદય-ગરીબ પરિવારો સરળતાએ વિનામૂલ્યે અનાજ મળી રહે તેવી વ્યવસ્થાઓ સુનિશ્વિત કરી હતી.

હવે અનલોક-૧ અંતર્ગત જનજીવન પૂર્વર્વત થવા માડ્યું છે, ત્યારે આવા પરિવારોને આર્થિક સક્ષમતા મળે ત્યાં સુધી મુખ્યમંત્રીશ્રીએ વધુ એક સંવેદનાસ્પર્શી અભિગમ અપનાવ્યો છે.

Wednesday, 17 June 2020

Cm Launches Digital Course Material For More Than 1 Lakh I.T.I Students


મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ પ્રવર્તમાન કોરોના કોવિડ-19 વાયરસ સંક્રમણને પગલે શૈક્ષણિક કાર્ય બંધ છે ત્યારે રાજ્યની ઔદ્યોગિક તાલીમ સંસ્થા ITI માં વ્યવસાયલક્ષી શિક્ષણ મેળવતા ૧ લાખથી વધુ વિદ્યાર્થીઓને ઘરે બેઠા ઓનલાઇન શિક્ષણ માટેના તાલીમ અભ્યાસ કાર્યક્રમનું ઇ-લોન્ચીંગ કર્યુ હતું.

Tuesday, 16 June 2020

Under cm’s guidance gujarat’s msme units get rs. 2428-cr bank loans in just 15-day time


મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ કોવિડ-19 કોરોના વાયરસની સ્થિતી પછી ઉદભવનારી સ્થિતીમાં MSME એકમોને પૂન: ચેતનવંતા કરવાના કરેલા બહુવિધ આયોજનની ફલશ્રુતિ રૂપે રાજ્યના ૮૭૮૩૪ MSME એકમોએ વિવિધ રાષ્ટ્રિયકૃત બેન્કસને લોન-સહાય માટે કરેલી અરજીઓ માત્ર ૧પ દિવસના વિક્રમ સમયમાં મંજૂર થઇ ગઇ છે.

Monday, 15 June 2020

Gujarat Cm Vijay Rupani Approves 7 Tp Schemes For Ahmedabad, Incuding 6 Draft And 1 Preliminary, As Part Of Atmanirbhar Bharat


મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ પ્રવર્તમાન કોરોના કોવિડ-૧૯ના સંક્રમણ સાથે અને સંક્રમણ સામે જીવન પૂર્વવત બનાવવા અને દેશને આત્મનિર્ભરતાના માર્ગે લઇ જવા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ ‘આત્મનિર્ભર’ ભારતના આપેલા કોલને સાકાર કરવાની દિશામાં એક મહત્વપૂર્ણ કદમ ઉઠાવ્યું છે.

મુખ્યમંત્રીશ્રીએ આત્મનિર્ભરતા માટે અગત્યની એવી આંતરમાળખાકીય-ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુવિધાની વૃદ્ધિની નેમ પાર પાડવા અમદાવાદ સહિત રાજ્યના મહાનગરો વિસ્તારોના આયોજનબદ્ધ વિકાસની નવતર કેડી કંડારી છે.

Wednesday, 10 June 2020

For The Third Year In A Row Sujalam Sufalam Jal Abhiyan’s Fiery Success Under The Guidance Of The Chief Minister


મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીના અધ્યક્ષ સ્થાને મળેલી રાજ્ય મંત્રી મંડળની બેઠકમાં સુજલામ સુફલામ જળ અભિયાનની ત્રીજી કડીમાં મળેલી સફળતાની પ્રસ્તુતિ કરવામાં આવી હતી.

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્યમાં જળસંગ્રહ સ્ત્રોત વધારવા અને પાણીના સ્તર ઊંચા લાવવાનો મહત્વપૂર્ણ સફળ અભિગમ ૨૦૧૮થી સુજલામ-સુફલામ જળ અભિયાન અંતર્ગત અપનાવ્યો છે.

Sunday, 7 June 2020

Gujarat Chief Minister Approves Development Works On Day One Of Unlock-1


મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ પ્રવર્તમાન કોરોના સંક્રમણ સાથે સંક્રમણ સામે જનજીવન ઝડપભેર પૂર્વવત કરવા અનલોક-૧ અંતર્ગત ૧ જૂનથી રાજ્ય સરકારની કચેરીઓ સહિતની બહુધા રોજિંદી કામગીરી શરૂ કરાવી છે.

મુખ્યમંત્રીશ્રીએ કોરોનાના આ કાળમાં પણ વિકાસની ગતિ અટકે નહિ અને આંતરમાળખાકીય સુવિધા સાથોસાથ આવાસ, ઊર્જા, ઊદ્યોગના કામો પણ ત્વરાએ હાથ ધરી રાજ્યની વિકાસયાત્રાને પૂર્વવત વેગવાન બનાવવાના ઉદાત્ત ભાવથી એક જ દિવસમાં રાજ્યમાં મુખ્યમંત્રી ગૃહ યોજના અને પ્રધાનમંત્રી આવાસ યોજના માટે પ૦૮૭પ ચોરસ મીટર જમીન સુરત મહાનગરમાં ફાળવી છે.

Friday, 5 June 2020

Cm Vijay Rupani Announces Rs.200-Crore From Cm Relief Fund To ‘Gujarat Atmanirbhar Package’ To Fight Covid-19


મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ કોરોના કોવિડ-19 મહામારીથી ઉભી થયેલી પ્રતિકૂળ આર્થિક સ્થિતીમાંથી રાજ્યના અર્થતંત્રને પૂન: વેગવંતુ, જનજીવનને ધબકતું કરવા રૂ. ૧૪૦રર કરોડના ગુજરાત આત્મનિર્ભર પેકેજમાં કોરોના સામેની લાંબી લડાઇમાં જીત મેળવવા આરોગ્ય સુવિધાઓ સંગીન બનાવવાનો પણ ઉદાત્ત ભાવ દર્શાવ્યો છે.

મુખ્યમંત્રીશ્રીએ આ હેતુસર કોવિડ-19ની સ્થિતીના સામના માટે મુખ્યમંત્રી રાહતનિધિમાંથી કુલ રૂ. ર૦૦ કરોડ આરોગ્ય વિભાગને અને રાજ્યના ૭ મહાનગરોને ફાળવવાની જાહેરાત કરી છે.

Thursday, 4 June 2020

CM Announces Rs.14,000-Crore ‘Gujarat Atmanirbhar Package’ For Farmers, Traders, Industry To Revive Economy From Covid-19 Crisis


વાણિજ્યિક એકમોને વર્ષ ૨૦૨૦-૨૧ના વાર્ષિક પ્રોપર્ટી ટેક્સના ચુકવણામાં ૨૦%ની માફી આપવામાં આવશે. રૂપિયા ૬૦૦ કરોડની આ માફીનો લાભ રાજ્યના  અંદાજિત ૨૩ લાખ વાણિજ્યિક એકમોને મળશે. જેમાં શહેરી વિસ્તારના તમામ રહેણાંક મિલકતોના વર્ષ ૨૦૨૦-૨૧ના ભરવાના થતા પ્રોપર્ટી ટેક્સજો ૩૧ જુલાઈ ૨૦૨૦ સુધી ચુકવવામાં આવશે તો ૧૦%ની માફી આપવામાં આવશે. જેનો લાભ અંદાજીત ૭૨ લાખ પ્રોપર્ટી ધારકોને થશે અને તેમને રૂ. ૧૪૪ કરોડની રાહત મળશે.


Tuesday, 2 June 2020

Distribution Of Third Installment To Begin June 15, With Social Distancing


મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્યના અંત્યોદય પરિવારોને પ્રવર્તમાન સ્થિતીમાં અનાજ મેળવવામાં કોઇ તકલીફ ન પડે અને કોઇને ભૂખ્યા રહેવું ના પડે તેવી સંવેદના દર્શાવીને એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે.

કોરોના વાયરસને પરિણામે સર્જાયેલી લોકડાઉનની સ્થિતિમાં એપ્રિલ અને મે મહિના દરમિયાન રાજ્યના ૬૮.૮૦ લાખ અંત્યોદય-ગરીબ પરિવારો સરળતાએ વિનામૂલ્યે અનાજ મળી રહે તેવી વ્યવસ્થાઓ તેમણે સુનિશ્વિત કરી હતી.

Monday, 1 June 2020

CM, Cabinet Ministers and Government Employees Start Routine Office Activities from today


નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલે સ્વર્ણિમ સંકુલ ખાતે મીડિયા સાથે વાતચીત કરતાં જણાવ્યું કે, કોરોનાની મહામારી સામે સમગ્ર વિશ્વ, દેશ અને ગુજરાત લડી રહ્યું છે. છેલ્લા બે માસથી દેશ અને રાજ્યમાં લોકડાઉનનો ચુસ્ત અમલ થઇ રહ્યો હતો એના તમામ તબક્કા પૂર્ણ થતાં અનલોક-૧ અંતર્ગત પ્રજાકીય અને જનહિતના કામોને વેગવાન બનાવવા માટે યોગ્ય તકેદારી સાથે સ્વર્ણિમ સંકુલ અને આખું સચિવાલય સંકુલ રાબેતા મુજબ આજથી કાર્યરત થઇ ગયું છે.