Monday, 10 December 2018

GUJ CM Inaugurated Kazakhstan Consulate Office In Gandhinagar

Kazakhstan Consulate Office In Gandhinagar

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ ગણતાંત્રિક રાષ્ટ્ર કઝાકસ્તાનની ઓનરરી કોન્સ્યુલેટ કચેરીનો ગાંધીનગરમાં પ્રારંભ કરાવતાં ગુજરાત જેવા લીડર સ્ટેટમાં આ કચેરી ભારત કઝાકસ્તાનના દ્વિપક્ષીય સંબંધોને નવી ઊંચાઇ આપશે તેવો સ્પષ્ટ મત વ્યકત કર્યો હતો.
આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, ભારત-કઝાકસ્તાન વચ્ચે સાંસ્કૃતિક, આર્થિક, વાણિજ્યીક અને સ્ટ્રેટેજિક તેમજ શૈક્ષણિક જેવા અનેક ક્ષેત્રોમાં પરસ્પર સહયોગ અને સમન્વય વધુ પ્રબળ બનશે.
મુખ્યમંત્રીશ્રીએ ગાંધીનગરના સેકટર-૮માં આ ઓનરરી કોન્સ્યુલેટ કચેરીનો પ્રારંભ કઝાકસ્તાનના રાજદૂત શ્રીયુત બૂલાત સરસેનબાયેવ અને નવનિયુકત ઓનરરી કાઉન્સેલ શ્રી દિલીપ ચંદન તેમજ આમંત્રિતોની ઉપસ્થિતીમાં કરાવ્યો હતો.
મુખ્યમંત્રીશ્રીએ ગૌરવ સાથે જણાવ્યું કે, ભારત અને કઝાકસ્તાન બેય દેશોએ યુરેનિયમ જેવા અતિ સંવેદનશીલ અને સ્ટ્રેટેજિક મિનરલની ઉપલબ્ધિ માટે જે એમ.ઓ.યુ. કર્યા છે તેનાથી વિશ્વાસ અને પ્રતિબધ્ધતાના નવા કિર્તિમાન સ્થાપિત થયા છે.
તેમણે ભારત-કઝાકસ્તાન વચ્ચે ર૦૧૬ સુધીમાં ૪પ જેટલા બાય લેટરલ કોલોબરેશન MoU થયા છે તેને પણ એક સિધ્ધી રૂપ ગણાવ્યા હતા.
શ્રી વિજયભાઇ રૂપાણીએ આગામી વાયબ્રન્ટની નવમી શૃંખલા ર૦૧૯ના જાન્યુઆરીમાં યોજાય તે વેળાએ કઝાકસ્તાનને તેમાં ભાગ લેવા અને ઉચ્ચસ્તરીય ડેલિગેશન મોકલવા આમંત્રણ પાઠવ્યું હતું.

Source: Information Department, Gujarat

0 comments:

Post a Comment