મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ અમદાવાદમાં સ્વસ્થ ભારત મેળાના અવસરે રી યુઝ્ડ કૂકિંગ ખાદ્ય તેલમાંથી સસ્તું બાયો ડીઝલ બનાવીને ક્રૂડ ઓઇલ પરનું ભારણ ઘટાડી ખાડીના તેલની કસર થાળીના તેલથી પૂર્ણ કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે.
આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, રીયુઝ્ડ કુકિંગ ખાદ્ય તેલ વેપારીઓ પાસેથી એકઠું કરીને એમાંથી બાયો ડીઝલ બનાવવા માટે રુકો (રિયુઝ ઓફ કુકિંગ ઓઇલ સોફ્ટવેર બાયોડિઝલ એસોસિએશન ઓફ ઇન્ડિયા) દ્વારા બનાવવામાં આવ્યું છે.
રાજ્યમાંથી આવું વપરાયેલ કુકિંગ ઓઇલ એકત્ર કરી તેમાંથી બાયો ડીઝલ બનાવવાની યોજના શરૂ કરવાની નેમ તેમણે વ્યક્ત કરી હતી.
આ હેતુસર શરૂઆતના તબક્કે એક મોબાઈલ વેન ફરતી કરીને આવા બળેલા રીયુઝ કુકિંગ તેલને એકઠું કરવામાં આવશે એમ તેમણે કહ્યું હતું.
મુખ્યમંત્રીએ ઈટ રાઈટ ઈન્ડિયા અંતર્ગત સ્વસ્થ અને તંદુરસ્ત જીવન માટે યોગ્ય ખાન પાન આહાર આદતો અને પોષક આહારની હિમાયત કરતા કહ્યું કે, વધુ પડતો તેલનો ઉપયોગ ગુજરાતીઓનો સહજ સ્વભાવ છે પરંતુ આજના સ્ટ્રેસ અને ફાસ્ટ લાઈફના યુગમાં એના કારણે કોલેસ્ટ્રોલ વધવું ડાયાબિટીસ, લીવર, સ્વાદુપિંડના રોગો વધે છે. હવે સ્વસ્થ અને નીરોગી જીવન માટે જન જાગૃતિ કેળવવા સ્વસ્થ ભારત યાત્રા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈની પ્રેરણાથી દેશભરમાં શરૂ થઇ છે.
Source: Information Department, Gujarat
0 comments:
Post a Comment