લોકોમાં વિજ્ઞાનના વિષય પરત્વે જાગૃતતા અને અભિરૂચિ કેળવાય તે હેતુથી રાજયના વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ દ્વારા રૂ.૮૪.૯૬ કરોડના ખર્ચે બનનાર રીજીયોનલ સાયન્સ મ્યુઝિયમનું આજે રાજયના મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે ખાતમૂહૂર્તવિધિ કરાઇ હતી. મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ દિપ પ્રાગટય કર્યુ હતું અને ખાતમૂહૂર્તની તકતીનું અનાવરણવિધિ પણ કરી હતી. તેમજ સાયન્સ મ્યુઝિયમના મોડલનું પણ નિરીક્ષણ કર્યુ હતું.
અહીં ભુજીયા ડુંગર પાસે આકાર પામનાર આ સાયન્સ મ્યુઝિયમ માટે ૧૦ એકર જમીનની ફાળવણી કરાયેલ છે. આ સાયન્સ મ્યુઝિયમ ૬૧૦૦ ચો.મી.નું બાંધકામ કરવામાં આવશે.
આ રીજીયોનલ સાયન્સ મ્યુઝિયમમાં વિજ્ઞાનના વિવિધ વિષયોને આવરી લેતી થીમ બેઈઝ આધારિત સાયન્સ ગેલેરી, એનર્જી એજયુકેશન ગેલેરી, બ્રોન્સાઇ ગેલેરી, મરીન નવીગેશન ગેલેરી, નેનો ટેકનોલોજી ગેલેરી અને ફિલ્ડ મેડલ ગેલેરી વિગેરેનો સમાવેશ કરાયેલ છે.
0 comments:
Post a Comment